Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak,
Publisher: Vijaybhadra Charitable Trust Bhiladi
View full book text
________________
પ્ર..કા..શ..કી..ય.. ૮-૮ શ્લોકના એક એક ગાગરમાં એક એક સાગરને બખૂબીથી ઉતારવાનું કાર્ય પૂજ્યપાદ પ્રકાંડ ક્ષયોપશમના ધારક ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કર્યું છે જ્ઞાનસાર ગ્રંથમાં...
વર્તમાન સદીના અજોડ સાધક, પ્રભુભક્ત પૂજ્યપાદ અધ્યાત્મયોગી આ.ભ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાએ જીવનની/સાધનાની એક એક ક્ષણે જ્ઞાનસારને સતત સાથે રાખીને સાધનાને નિશ્ચિત માર્ગ પણ આગળ વધારી હતી. જ્ઞાનસારનો સ્વાધ્યાય જ નહીં જ્ઞાનસારને જીવતા જીવનમાં સતત સંસ્મરણ થાય એ રીતે આત્મસાત્ કરેલ...
વ્યવહારને સંશુદ્ધ બનાવતી નિશ્ચયની ધારા એટલે જ્ઞાનસાર...
નિશ્ચયજ્ઞાનને લક્ષ્યમાં ઘોળવાની કળા બતાવનાર ગ્રંથ એટલે જ્ઞાનસાર...
| નિશ્ચય સાધના દ્વારા આત્મમસ્તીમાં ડૂબાડનાર ગ્રંથ એટલે જ્ઞાનસાર...
નિશ્ચયનો અદભૂત ખજાનો ખોલવાની માસ્ટર કી જેમાં છે તે જ્ઞાનસાર... પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે અભૂત કમાલ કરી છે. અનુભૂતિનો ખજાનો ખોલીને...
૩૨ અષ્ટકોમાં વ્યાપ્ત એ જ્ઞાનસાર ગ્રંથ પર વધુ અભૂતતાનો અનુભવ કરાવ્યો છે. પૂજ્યપાદ અધ્યાત્મ સમ્રાટુ શ્રી દેવચંદ્રજી મહારાજે... કૈવલ્યજ્ઞાનના કિનારે બેઠેલા પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે આ જ્ઞાનસાર ગ્રંથ પર અધ્યાત્મરસ પ્રચુર “શ્રી જ્ઞાનમંજરી' ટીકા બનાવી ગ્રંથને વધુ ગૌરવ બક્યું છે તો સાધકને અધ્યાત્મરસ પીવાનું એક મઝાનું આમંત્રણ પાઠવ્યું છે... જ્ઞાનસારના સ્વાધ્યાયથી પૂજય દેવચંદ્રજી મહારાજે જે અધ્યાત્મરસ પીધો ને આનંદ માણ્યો તેને લૂંટાવવા ને પીવડાવવા તેઓશ્રી જ્ઞાનમંજરીના માધ્યમે આપણી સામે પધાર્યા છે. વાંચકો! અધ્યાત્મરસિકો! આવો, ડૂબો આ અણમોલ અધ્યાત્મકૃતિમાં..
(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 506