Book Title: Gyanchandrakrut Sanskrut Nibaddha Revatitirth Stotra
Author(s): Agarchand Nahta, M A Dhaky
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૧૪ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતતીર્થ સ્તોત્ર સ્તોત્ર ઉજજ્યન્ત મહાતીર્થ અનુલક્ષિત હેઈ તેમાં સ્વાભાવિક જ તીથનાયક જિન અરિષ્ટ નેમિને પ્રધાનતા અપાઈ છે; એમને તથા રૈવતગિરિને મહિમા પ્રારંભનાં પાંચ પઘોમાં કહ્યો છે. તે પછી વાભદમંત્રી કારિત, ગિરનાર પર ચઢવાની પદ્યા (પાજા) વિશે આલંકારિક કહી, ક્રમશઃ ગિરિસ્થિત અર્ચનીય સ્થાને ને ઉલેખ કર્યો છે. જેમાં (કાશ્મીરના) શ્રેષ્ઠી રત્ન તથા મદન દ્વારા (અમ્બિકાના પ્રસાદથી) મળેલ નૂતન બિંબની પ્રતિષ્ઠા (ઈ. સ. ૯૩૪), તથા સજજન મંત્રી દ્વારા પુનર્ધારિત (ઈ. સ. ૧૧૨૯) નેમિનાથના પુરાણપ્રસિદ્ધ મૂળ મંદિર અતિરિક્ત (મંત્રી તેજપાલકારિત) “કલ્યાણત્રય” જિનાલય (આ. ઈ. સ. ૧૨૩૪), (દેપાલ મંત્રી કારિત) દેવેન્દ્ર મડ઼૫ (ઈ. સ. ૧૨૩૨) અને સમી પવતી રહેલ પુનિત પ્રાચીન ગજેન્દ્રપાદકુડ, સચિવેશ્વર વસ્તુપાલે કરાવેલ સમેતશિલ અને અષ્ટાપદની રચના સહિત આદિનાથને “વસ્તુપાલ વિહાર” (ઈ.સ. ૧૨૩૨), રાજીમતિની ગુફા, અમ્બાશિખરસ્થિત ગિરનાર-અધિષ્ઠાત્રી યક્ષ અમ્બિકા, અને અમ્બા શિખર પછીનાં અવલોકનાદિ શિખરો, સહસ્ત્રસહકારવન (સહસ્સામ્રવન, સેસાવન), તેમ જ લાખારામ એમ તે સ્થાને માં પ્રતિષ્ઠિત નેમિજિનની ચરણ–પાદુકાઓને વંદન દઈ, સ્તોત્રની સમાપ્તિ કરી છે. સ્તોત્રકારને આ રચના બે અનિવાર્ય મર્યાદાઓ વચ્ચે રહીને કરવી પડી છે. એમનું ધ્યેય એને ચૈત્યપરિપાટી રૂપે રજૂ કરવાનું હોઈ તેમાં પૌરાણિક-ઐતિહાસિક વ્યક્તિઓનાં, તેમ જ તીર્થાશ્રિત મન્દિરાદિ રચનાઓનાં વિશેષ નામે છેડી શકાય તેમ નહોતું. વસ્તુતયા તેની પ્રધાનતા રહે છે. બીજી બાજુ તેઓ મધ્યયુગના મુખ્ય ભાગની સમાપ્તિ પશ્ચાત થયા છે. આથી એમનું કવિતા-સામર્થ્ય અને ભાષાનું આભિજાત્ય અગાઉના કર્તાઓ જેવું હોવાને સંભવ ઓછો છે; અને છતાંય જ્ઞાનચન્દ્ર આ બને મર્યાદાઓ પાર કરી સ્તોત્રને એક સફળ સજન રૂપે ઘડી શકયા છે. સાધારણતયા કવિતામાં વિવિધ વર્ણ યુક્ત વિશેષનામોની ઉપસ્થિતિ એને આકારને અસુષ્ક બનાવે છે; અને પશ્ચાત કાળની કૃતિઓમાં સામાન્યતઃ ગિરાવૈભવ અને કલ્પકતાને સાવ અભાવ નહીં તોયે એકંદર સંગુષ્કનમાં ઘણી વાર અદેદરાપણું વરતાય છે; જ્યારે અહીં તે સારુંયે સ્તોત્ર સુલલિત પદાવલિથી સુશૃંખલ બની ઋજગતિએ વહેતું લાગે છે; ને સાથે જ પદોમાં ચાતુરી અને સુરુચિ સમતોલ પ્રમાણમાં વણાયેલાં રખાય છે. તો બીજી બાજ અલંકારને અકારણ પ્રોગ, વસ્તુ-નિરૂપણમાં વૃથા વિસ્તાર કે હાશિયારીનાં પ્રદર્શનથી મુક્ત રહ્યાં છે. સમગ્ર રચના આથી અથપૂર્ણ બનવા ઉપરાંત સુચારુ, ભાવવાહી, સુઘટિત અને વ્યવસ્થિત બની શકી છે. આટલા ગુણ ધરાવતી હોવા છતાં એને અસાધારણ રચના તે કહી શકાય નહીં; તોપણ તે સરસ અને કર્ણ પેશલ જરૂર બની છે. ચૌદમા શતકમાં થયેલા કવિ જ્ઞાનચન્દ્રની કાવ્યસૂઝ અને આવડત વિશે પ્રસ્તુત સ્તોત્રથી સહેજે જ ઊચો ખયાલ બંધાય છે; અને તેમની આ કાવ્યકતિ ઉત્તર મધ્યકાળના પ્રારંભની ઉત્તમ જૈન સ્તકાત્મક રચનાઓમાં સ્થાન લઈ શકે તેમ છે. પાદટીપો ૧. મુનિરાજ શ્રી જયન્તવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જન-લેખસંદેહ, (આબૂ-ભાગ બીજે), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પૃ.૪૦, ઉજજૈન વિ. સં. ૧૯૯૪ ઈ. સ. ૧૯૩૮, લેખાંક ૧, પૃ. ૭. ૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૬૪૨, પૃ. ૪૩૭. ૩. રાજશેખર સૂરિના પ્રબન્ધકોશની મિતિ સં. ૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯ છે; અને તેમણે મુનિભદ્રનું સંશોધન સં. ૧૪૧૦ ઈ. સ. ૧૩૫૪માં કર્યું છે. (દેશાઈ એજન). આથી પૌણિમાગછના સમકાલિક જ્ઞાનચન્દ્રને પણ એ જ સરાસરી સમય ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4