Book Title: Gyanchandrakrut Sanskrut Nibaddha Revatitirth Stotra
Author(s): Agarchand Nahta, M A Dhaky
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરંવતતીર્થ સ્તોત્ર (સ્વ.) અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી (સ્વ.) પં. બેચરદાસ દેશી જૈન મહાતીર્થ ઉજજ્યન્તગિરિ વિષયક પુરાણી જૈન તીર્થમાલાત્મક સાહિત્ય રચનાઓ પ્રકાશિત કરવાની પહેલ કરવામાં એક હતા. એમણે તપાગચ્છીય રતનશેખરસૂરિશિષ્ય હેમહંસસૂરિની જૂની ગુજરાતીમાં રચાયેલ બહુમૂલ્ય કૃતિ –“ગિરનાર ચૈત્ર વાડી” (આ. વિ. સં. ૧૫૧૫ ઇ.સ. ૧૪૫૯) – પુરાતત્ત્વ અંક ૩ (ચૈત્ર ૧૯૭૬, પૃ. ૨૯૧-૩૨૨ %)માં પ્રકાશિત કરેલી. એમનાથી એક વર્ષ પૂર્વે વિજયધર્મસૂરિ દ્વારા એક બીજ તપાગચ્છીય મુનિ - રત્નસિંહસૂરિ શિષ્ય – દ્વારા “ગિરનાર તીર્થમાલા” એમના ઐતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયુક્ત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ (ભાવનગર સં.૧૯૭૮ . સ. ૧૯૨૨)માં પ્રગટ કરેલી. (પૃ. ૩૩-૩૭.) (.) પં. દેશી આમ આ ક્ષેત્રમાં બે અગ્રચારિઓમાંના એક હેઈ, તેમ જ હેમહંસસૂરિની ચૈત્યપરિપાટીના આધારે તેમણે ગિરનાર તીર્થ સબધે જે ગવેષણ કરી છે તે એ વિષય અનુલક્ષીને સૌ પ્રથમ જ હોઈ, ઉજજયન્તતીર્થ વિશે છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન પ્રાપ્ત થયેલી (પણ અદ્યાવધિ અપ્રકાશિત) સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં રચાયેલી કેટલીક કૃતિઓ અહીં એમને સ્મરણાંજલિ રૂપે પ્રસ્તુત થઈ રહી છે. અહીં રજૂ થઈ રહેલી કૃતિઓમાં સૌથી પુરાણી કૃતિ જ્ઞાનચંદ્રની છે. વસન્તતિલકા છન્દમાં નિબદ્ધ આ સંસ્કૃત ડિશિકાને સંગ્રહકારે (વા લિપિકારે) “ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન” એવું શીર્ષક આપ્યું છે, જે કૃતિની અંદરની વસ્તુને લક્ષમાં રાખીને અપાયું હોય તેમ લાગે છે, પણ મૂળ કર્તાને તે “ઉજજ્યન્તગિરિતીર્થ સ્તોત્ર” વા “રેવતગિરિતીથ–સ્તોત્ર” અભિપ્રેત હોય તેમ લાગે છે. પ્રાન્ત પદ્યમાં રચયિતાએ પોતાનું “જ્ઞાનેન્દુ” અભિધાન પ્રકટ કરેલું છે; પણ પિતાના ગ૭ કે પરંપરા વિશે કંઈ જણાવ્યું નથી. સ્તોત્રમાં મંત્રીશ્વર વસ્તુપાલ અને મંત્રી બધુ તેજપાલે ગિરિ પર નિર્માણ કરાવેલ કપનો ઉલ્લેખ હેઈ કર્તા ઈ. સ. ૧૨૩૨-૧૨૩૪ બાદ જ લખી રહ્યા હોવાનું સૂનિશ્ચિત છે. પણ બે જ્ઞાનચંદ્ર જાણમાં છે. એક તે રાજગછીય વાટીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરામાં થઈ ગયેલા અમરપ્રભસૂરિના શિષ્ય, જેમણે સં. ૧૩૭૮-ઈ. સ. ૧૩૨૨માં અબુંદગિરિ પર દેલવાડાની વિશ્વ વિખ્યાત વિમલવસહીમાં ભંગ પશ્ચાત પુનઃપ્રતિષ્ઠા કરેલી.' બીજા તે પર્ણમિક ગુણચન્દ્રસૂરિ શિષ્ય, જેમણે હર્ષપુરીયગરછને રાજશેખરસૂરિની રત્નાવતારિકા પર પ્રસ્તુત સૂરિના અનુરોધથી ટીપ્પન રચેલું. આ બીજ પં. જ્ઞાનચન્દ્રને સમય આથી ઈસવીસનના ૧૪મા શતકના મધ્યમાં પડે છે, અને એ કારણસર તેઓ રાજગચ્છીય જ્ઞાનચન્દ્રથી એક પેઢી પાછળ થયેલા. આમ નજીકના સમયમાં થઈ ગયેલા આ બે જ્ઞાનચન્દ્રોમાંથી સાંપ્રત સ્તોત્ર કેની રચના હશે તે વિશે આમ તે નિર્ણય કરે કઠણ છે, પણ દેલવાડાની સં. ૧૩૭૮ની વિમલવસહી પ્રશસ્તિમાં વચ્ચે વચ્ચે પ્રયોજિત વસન્તતિલકા પઘોના છોલય તેમ જ શૈલી-પરાગને ધ્યાનમાં રાખતાં ચર્ચા હેઠળનું રેવતગિરિ-સ્તોત્ર આ રાજગછીય જ્ઞાનચન્દ્રની, અને એથી ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫ના અરસાની રચના હેઈ શકે. કૃતિનું સંપ્રતિ સંપાદન પ્રથમ સંપાદકે ઘણાં વર્ષો પહેલાં એક જૂની પ્રત પરથી ઉતારી લીધેલ પાના પરથી કર્યું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા એવં સંસ્કૃત ભાષા-વિશારદ શ્રીકૃષ્ણદેવે એને લક્ષપૂર્વક તપાસી લિપિકારે દાખલ કરેલા અક્ષર અને વ્યાકરણ દેષને નિવાર્યા છે અને કઈક કોઈક સ્થળે અક્ષર ઊડી જવાથી થયેલ છન્દોભંગ દૂર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4