Book Title: Gyan Sanstha Sangh Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 6
________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા ૧૦૩ સંઘ સંસ્થા–હવે આપણે વિષયના બીજા ભાગ તરફ વળીએ. જૈન બદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણ પની પેઠે વર્ણવ્યવસ્થામાં નથી માનતા. એટલે એમને વર્ણના નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાને ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલું અને બંધાય છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઉભું કર્યું અને આયં માનોના માનસિક વિકાસમાં આડ ઉભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા, અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો. જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તો કરતા જ ગયા, છતાં પિતાના પૂર્વજોના અને પોતાના જમાનાના બ્રાહ્મણપથી પડેાસીઓના કડક વર્ણબંધનોના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શકયા. એટલે વળી બ્રાહ્મણ પંથે જ્યારે જ્યારે જોર પકડયું, ત્યારે ત્યારે જેનો એ પંથના વર્ષાબંધનના સંસ્કારેથી કાંઈક રીતે અને કાંઈક લેપાયા. એકપાસ વર્ણ બંધન સામેના જૈનવિરોધે, બ્રાહ્મણપથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વર્ણબંધન સંસ્કારો કાંઈક મોળા પાડયા, અને બીજે પાસ બ્રાહ્મણ પંથના વર્ણબંધન વિષેના દઢ આગ્રહે જૈનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઈરછાએ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જૈન લોકોમાં વર્ણસંસ્કારનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરેધી બંને પક્ષો એકબીજા સાથે લડતા, અફળાતા, છેવટે એકબીજાની થેડીઘણું અસર લઈ, સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે. આ તો ટુંકમાં ઐતિહાસિક અવલોકન થયું. પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનને છેદ ઉડાડી મૂક્યો ત્યારે, ત્યાગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9