Book Title: Gyan Sanstha Sangh Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249634/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેને ઉપયોગ જ્યાં માનવ જાત છે, ત્યાં જ્ઞાનનો આદર સહજ હોય જ છે અને જરા ઓછા હોય તો એને જમાવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગાધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ પણ જ્ઞાનની ઉંડી શોધ, જે શોધ માટે એમણે તન તોડ્યું, રાત દિવસ ન ગણ્યા, અને તેમની જે ઉંડી શેધ જાણવા, સાંભળવા હજારે માણસોની મેદની તેમની સામે ઉભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. ભગવાનના નિર્વાણ પછી, એમના અનુભવજ્ઞાનને આસ્વાદ લેવા એકત્ર થયેલ, અથવા એકત્ર થનાર, હજારો માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રત અને આગમ નામ ધારણ કર્યું, એમાં ઉમેરો પણ થયે, અને સ્પષ્ટતાએ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હસે વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનને મહિમાં વધતે. ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થળ સાધનો પણ મહિમા વધતો ચાલ્યો, સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર, પુસ્તક પાનાં જ નહિ પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો એટલું જ નહિ પણ એ પોથી પાનાનાં બંધને, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણે બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણેને આપવા અને લેવામાં પુણ્ય કાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનપ્રાપ્તિ અનેક માટે તપો યોજાયાં હતાં. એવાં તો વધારે જાહેરમાં આવે, અને ચોમેર જ્ઞાનનું આકર્ષણ વધે, એટલા માટે મોટા મોટા જ્ઞાનતપના ઉત્સવો અને ઉજમણુઓ યોજાયા. તેની અનેક જાતની પૂજાઓ રચાઈ ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે, જેનો એકેએક બચ્ચો એમ વગર ભણે સમજવા મંડી ગયો કે, “કરોડ ભવનાં પાપ, એક જ પદના કે, એક અક્ષરના જ્ઞાનથી, બળી શકે છે.” આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એકવારના વ્યક્તિગત, અને જાતે ઉપાડી શકાય એટલે જ, સાધુઓના ખંભે અને પીઠે ભંડારે લટકતા, તે બીજા કારણે ઉપસ્થિત થતાં, મેટા બન્યા અને ગામ તથા શહેરમાં દશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણનો વધતો જતો મહિમા અને બીજી બાજુ સંપ્રદાયની જ્ઞાન વિષેની હરીફાઈઓ, આ છે કારણને લીધે પહેલાંની એકવારની મોઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ, અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. * દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી જન જ્ઞાનસંસ્થા, ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારો પુસ્તકોથી ઉભરાતા ચાલ્યા. પુસ્તકેમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંઘના ભંડારો. સાધુના ભંડારે, અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારે એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા. એની સાથે જ મેટો લેખકવર્ગ ઉભો થયો, લેખનકળા વિકાસ પામી, અને અભ્યાસી વર્ગ પણ ભારે વધો. છાપાંની કળા Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના અહીં આવી ન હતી, ત્યારે પણ કાઈ એક નવા ગ્રંથ રચાયે કે તરત જ તેની સેંકડા નકલે થઇ જતી અને દેશના અધે ખૂણે વિદ્વાનામાં હેંચાઈ જતી. આ રીતે, જૈન સપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઉધઇ અને ઉંદરા તેમજ ભેજ, શરદી અને ખીજાં કુદરતી વિધ્ના જ નહિ, પણ ધર્માધ યવને સુદ્ધાંએ આ ભંડારા ઉપર પોતાનેા નાશકારક પંજો ફેરવ્યા, હારી ગ્રંથૈા તદ્દન નાશ પામ્યા, હજારા ખવાઈ ગયા, હારા રક્ષાની અને ખીજાઓની ખેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનક્તિને પરિણામે આજે પણ એ ભંડારા એટલા બધી છે, અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે, તેમ અભ્યાસ કરવા માટે સેંકડા વિદ્વાને પણ એછા જ છે. પરદેશના અને આ દેશના, કાડીબંધ શેાધકા અને વિદ્વાનાએ આ ભંડારાની પાછળ વર્ષો ગાળ્યાં છે, અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીનરક્ષાપ્રબંધ જોઇ તે ચક્તિ થયા છે. વર્ષો થયાં કેાડીબંધ છાપખાનાંઓને જૈન ભડારા પૂરતા ખારાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખારાક પૂરા પાડશે. ભડારા જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલયેા, લાયબ્રેરી, જ્ઞાનમદિરા અને સરસ્વતીમંદિરાનાં નામ તેઓએ ધારણ કર્યા છે, અને કલમને બદલે ખીબામાંથી લખાઈ, નવે આકારે બહાર પડતાં જાય છે. ભંડારાની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયેામાં કાયમ છે. એટલું જ નહિ પણ તે, જમાનાના જ્ઞાનપ્રચાર સાથે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયા જૂના જૈન ગ્રંથા ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સપ્રદાયાના સાહિત્યથી ઉભરાતા ચાલ્યા છે. બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારા વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારા વ્યક્તિની માલિકીના હાય Page #4 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સઘસસ્થા ૧૦૧ છે, જ્યારે જૈન ભંડારા બહુધા સ ંધની માલિકીના જ હાય છે, અને કવચિત્ વ્યક્તિની માલિકીના હાય, ત્યાં પણ તેને સદુપયેાગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે. અને દુરુપયેાગ થતા હાય ત્યાં મેટે ભાગે સંધની જ સત્તા આવીને ઉભી રહે છે. બ્રાહ્મણેા આસા મહિનામાં જ પુસ્તકામાંથી ચામાસાના ભેજ ઉડાડવા, અને પુસ્તકાની સારસંભાળ લેવા, ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઉજવે છે, જ્યારે જતા કાર્તિક શુદ્ધિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તા અને ભડારાને પૂજે છે, અને એ નિમિત્તે ચેામાસામાંથી સંભવતા બગાડ ભડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા જે એકવાર માત્ર મૌખિક હતી, તે અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડા વધારા, અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં, આજે મૂર્તરૂપે આપણી સામે છે. પરંતુ આ બધું વારસાગત હોવા છતાં અત્યારે, જમાનાને પહેાંચી વળે તેવા અભ્યાસી વર્ગ એ ભંડારાની મદદથી કાઈ ભા થતા નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારાએ, સિદ્ધસેન અને સમંતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તેજ ભડારા અને તેથીએ માટા ભંડારા વધારે સગવડ સાથે આજે હોવા છતાં, અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીંડુ છે. કાઇને જાણે સગ્રહ સિવાય ખીજી ખાસ પડી જ ન હોય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. એ એક અપવાદને બાદ કરીએ તેા આ જ્ઞાનસંસ્થાના વારસા સંભાળી રાખનાર, અને ધરાવનાર ત્યાગી વર્ગ જાણે ષ્ટિમાં પડી ગયા છે, અને અત્યારના યુગની સામે તેમની જ્ઞાન દૃષ્ટિએ કેટલી મેાટી જવાબદારી છે, એ વાત જ છેક ભૂલી ગયા છે, અથવા સમજી શક્યા નથો, એમ કાઈ પણ આખા સાધુવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ભંડારાના ઉપયેાગ અભ્યાસીએ સર્જવામાં જ ખરા હાઈ શકે. અત્યારસુધી જે એની સ્થૂળપૂજા થઈ, તેણે હવે અભ્યાસનું રૂપ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ધારણ કરવું જોઈએ. સાધુવર્ગ એ વસ્તુ સમજે તો ગૃહસ્થો પણ એ દિશામાં પ્રેરાય અને આપણો વારસે બધે સુવાસ ફેલાવે. અત્યારે જે કેટલાક ખંડ ભંડાર છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડાર છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકે છતાં, પાછાં વળી તેનાં અનેક પુસ્તક લખાયે જ જવાય છે, અથવા સંઘરે જ જવાય છે, તે બધાને ઉપયોગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બન જોઈએ. અને દરેક ગામ કે શહેરના કેન્દ્રસ્થ ભંડાર ઉપરથી, એક મહાન સરસ્વતીમંદિર ઉભું થવું જોઈએ, કે જ્યાં કેઈપણ દેશ-પરદેશનો વિદ્વાન આવી અભ્યાસ કરી શકે, અને તે તરફ આવવા લલચાય. લંડન કે બલિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપયેગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ. અભણ, સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહ પહોચે. આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તો તેઓ ઈચ્છશે છતાં તેમનામાંથી આલસ્ય, કલેશ અને બીનજવાબદારી જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધુતાને જીવતી કરવા આ ભંડારોના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઈરછાપૂર્વક એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય ગોઠવાઈ જવું જે ઈએ. જેમના પૂર્વજોએ ખભે જ્ઞાનની કાવડનો ભારેમાં ભારે લાકડીને કે ઉપાડી, પગપાળા ચાલી કેડ વળી જાય ત્યાંસુધી અને ધોળાં આવે ત્યાંસુધી જહેમત ઉઠાવી છે, અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કેશીષ કરી છે તે સાધુવર્ગને મારા જેવા શુદ્ર જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બનાવવા માટે એમને વિનવણું કરવી, એમાં તે વિનવણું કરનાર, અને વિનવાતા વગર, બનેનું અપમાન છે. હું મારું પિતાનું અપમાન જ ગળી જાઉં તે પણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપોઆપ સમજી જઈ વિનવણીને નિરર્થક સાબીત કરે. Page #6 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા ૧૦૩ સંઘ સંસ્થા–હવે આપણે વિષયના બીજા ભાગ તરફ વળીએ. જૈન બદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણ પની પેઠે વર્ણવ્યવસ્થામાં નથી માનતા. એટલે એમને વર્ણના નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાને ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલું અને બંધાય છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઉભું કર્યું અને આયં માનોના માનસિક વિકાસમાં આડ ઉભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા, અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો. જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તો કરતા જ ગયા, છતાં પિતાના પૂર્વજોના અને પોતાના જમાનાના બ્રાહ્મણપથી પડેાસીઓના કડક વર્ણબંધનોના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શકયા. એટલે વળી બ્રાહ્મણ પંથે જ્યારે જ્યારે જોર પકડયું, ત્યારે ત્યારે જેનો એ પંથના વર્ષાબંધનના સંસ્કારેથી કાંઈક રીતે અને કાંઈક લેપાયા. એકપાસ વર્ણ બંધન સામેના જૈનવિરોધે, બ્રાહ્મણપથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વર્ણબંધન સંસ્કારો કાંઈક મોળા પાડયા, અને બીજે પાસ બ્રાહ્મણ પંથના વર્ણબંધન વિષેના દઢ આગ્રહે જૈનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઈરછાએ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જૈન લોકોમાં વર્ણસંસ્કારનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરેધી બંને પક્ષો એકબીજા સાથે લડતા, અફળાતા, છેવટે એકબીજાની થેડીઘણું અસર લઈ, સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે. આ તો ટુંકમાં ઐતિહાસિક અવલોકન થયું. પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનને છેદ ઉડાડી મૂક્યો ત્યારે, ત્યાગના Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડયા. મુખ્ય બે વર્ગઃ એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ. અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલે વર્ગ પૂર્ણત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષો બને આવે, અને તે સાધુસાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષો બને આવે અને તે શ્રાવક શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘ વ્યવસ્થા અથવા બ્રાહ્મણ પંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરી ચતુવિધ વર્ણવ્યવસ્થા શરૂ થઈ. સાધુસંઘની વ્યવસ્થા સાધુઓ કરે; એના નિયમો એ સંધમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મૂકાયેલા છે. સાધુસંઘ ઉપર શ્રાવકસંધનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિર્વિવાદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે. પણ કયાંય ભૂલ દેખાય, અથવા તો મતભેદ હોય, અથવા તો સારા કાર્યમાં, પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંધે પિતે જાતે જ શ્રાવકસંઘનો અંકુશ પોતાની ઈચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણુ રીતે જુદુ હોવા છતાં તે સાધુસંઘનો એકુશ સ્વીકારતો જ આવ્યો છે. આ રીતે પરસ્પરના સહકારથી એ બંને સંઘો એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે મૂળમાં તો સંધના બે જ ભાગ, અને ધર્મની દષ્ટિએ મહાવીરને એક જ સંઘ છતાં ગામ અને શહેર તેમજ પ્રદેશના ભેદ પ્રમાણે, એ સંધ લાખો નાના નાના ભાગમાં વહેંચાઈ ગયો, અને વળી દુદેવથી પડેલા વેતાંબર, દિગંબર સ્થાનકવાસી જેવા ત્રણ ફાંટાઓને એ લાખો નાનકડા સંઘ સાથે ગુણએ તો અનેક લાખો નાનકડા ટુકડા થઈ જાય. દુધૈવ ત્યાંથી જ ન અટક્યું પણ છ વગેરેના ભેદો પાડી તેણે એ નાના ટુકડાઓને આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના નાના ટુકડાની પેઠે વધારે અને વધારે ભાગલા Page #8 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘસસ્થા ૧૦૫ પાડી દીધા, આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તત્ત્વા સુરક્ષિત છે, અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખા જૈન સધ એકત્ર થઇ શકે, અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કરે જાય. એ સામાન્ય તવામાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયાગી મે વસ્તુઓ આવે છે. એક અહિંસાના આચાર અને ખીજી વસ્તુ અનેકાંતને વિચાર. ભગવાન મહાવીરનેા સંધ એટલે પ્રચારકસ ધ. પ્રચાર શેના? તા ઉપલી એ વસ્તુએના, અને એ એ વસ્તુઓની સાથે સાથે, અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાની મોટી બીજી અનેક વસ્તુઓને, હવે નાના નાના કટકાએમાં વ્હેંચાયલા, અને વળી વધારે અને વધારે આજે વ્હેચાતા જતા જૈનસ ધ, પેાતાના પ્રચારધર્મના ઉદ્દેશને, અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમજ સર્વત્ર લેાકાની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે. અને લેાકની એ માંગણી અહિંસા તેમજ અનેકાંતદ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય, એને અભ્યાસ કરી લે તે હજુએ એ સધ એ તત્ત્વા ઉપર અખરેંડ રહી શકે, અને એનું બળ ટકી શકે. ક્રૂરજનું ભાન જ, સમય, શક્તિ અને બુદ્ધિના દુરુપયેાગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પોતાની ફરજનું ભાન જીવનમાં જીવતું કરવું જોઇએ. દેશના સદ્ભાગ્યે તેમાં જૈન જેવા પ્રચારકસંધ પડયા છે. તેનું અધારણ વિશાળ છે. તેનું કાર્ય સાને જોઈ એ અને સા માગે તેવું જ છે. એટલે અત્યારે, બીજે કાઈપણુ વખતે હતી તે કરતાં, સધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરુર છે. તે સંધના આગેવાને પેાતાની સંધસંસ્થાને નિષ્પ્રાણ જેવા ન્ માગતા હાય અને પાતાના વારસદારાના શાપ, તેમ જ દેશવાસીએને તિરસ્કાર વ્હારવા ન Page #9 -------------------------------------------------------------------------- ________________ 106 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને માગતા હોય તે, અત્યારે સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની, તેનો ઉપયોગ રાષ્ટ્રપરત્વે કરવાની ખાસ જરૂર છે. આ દેશમાં જે એકવાર ભારે વગસગ ધરાવતે તે બદ્ધ હયાત નથી, છતાં જૈનસંધ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપય દેશપરત્વે પહેલાં જ થવો ઘટે; અને માત્ર તબલાં કે ખડતલ, ઝાંઝ કે ડાંડીઆરા વગાડવા-વગડાવવામાં, તેમ જ નિર્જીવ જમણવાર. મીઠાઈઓ ખાવા-ખવરાવવામાં, અને બહુ તો ભપકાબંધ વરઘોડ ચડાવવામાં જ એ સંધસંસ્થા પિતાની ઇતિશ્રી ન સમજે. જો કે શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હોય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તો આપણે બધા તેને પ્રાર્થીશું કે આજે જ તેને પોતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જે આજે તે ઉદાસીન રહે તો ફરી તેને પિતાને અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તો એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણામાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે. પ્રાર્થના કરનાર પણ આપણે છીએ, એટલે આપણું પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જે એ કામ આપણે ન કરીએ તો શાસનદેવતાને ઠપકે આપો એનો અર્થ આપણી જાતને મૂર્ણ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તો કશું જ સિદ્ધ થતું નથી, અને હોય તો કશું જ અસાધ્ય નથી, તેથી આપણે આપણે પુરુષાર્થ સંધસંસ્થાને દેશપયોગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું. તા. 27-8-30 સુખલાલ