Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ (પ્રકાશકીય પ્રેમીયા વૃત્તિ અને તેના ગુજરાતી ભાવાનુવાદથી અલંકૃત “ગુરુગુણષઢિંત્રશત્પટૂિંત્રશિકાકુલક પ્રથમ ભાગ’ સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આ કુલક શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે રચેલ છે. પ્રેમીયા વૃત્તિ અને તેનો ગુજરાતી ભાવાનુવાદ પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મહારાજે રચેલ છે. પ્રસ્તુત કુલકમાં ગ્રંથકારશ્રીએ ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ સમજાવી છે. આ નૂતનટીકામાં મુનિરાજશ્રીએ અનેક શાસ્ત્રપાઠો દ્વારા મૂળગ્રંથના પદાર્થોને ખૂબ જ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃત ભાષાથી અજ્ઞાત જીવો માટે મુનિરાજશ્રીએ ગુજરાતી ભાવાનુવાદમાં પદાર્થોને સરળ ગુજરાતી ભાષામાં સમજાવ્યા છે. આમ આ ગ્રંથના રચના, સંકલન અને સંપાદન માટે મુનિરાજશ્રીએ ઘણો પરિશ્રમ કરેલ છે. અમે તેમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે. તેમાં આ પહેલો ભાગ છે. તેમાં પહેલી સાત ગાથાઓના ટીકા-ભાવાનુવાદ પ્રકાશિત થયા છે. પરમ પૂજ્ય પ્રાચીનશ્રુતસમુદ્ધારપ્રેરક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને માર્ગદર્શન વડે અમારુ ટ્રસ્ટ છેલ્લા ૩૫ વર્ષોથી શ્રુતસમુદ્ધારનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યું છે. આજસુધીમાં ૫૦૦થી વધુ શાસ્ત્રગ્રંથોનો પુનરુદ્ધાર કરવાનો અમૂલ્ય લાભ અમને મળેલ છે. આ અવસરે પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ. આગળ પણ શ્રુતભક્તિના ઉત્તરોત્તર ચઢિયાતા સત્કાર્યો કરવાના સબુદ્ધિ અને સામર્થ્ય અમને મળે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને ભાવભરી પ્રાર્થના કરીએ છીએ. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ જીવો ગુરુના ગુણો જાણીને હૃદયમાં ગુરુ પ્રત્યે અદ્વિતીય બહુમાન ધારણ કરે એ જ શુભાભિલાષા. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર. કોઠારી પુંડરીક એ. શાહ વિનયચંદ્ર યાદવસિંહ કોઠારી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 430