Book Title: Guru Gopaldasji Bariyya
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ગુરુ ગોપાલદાસજી બા તેમનાં ધર્મપત્નીનો સ્વભાવ વિચિત્ર હતો. તેઓ પંડિતજીને જરા પણ સહયોગ આપતાં ન હતાં. ફ્લેશ ઉત્પન્ન થાય તેવું જ તેમનું કાયમી વર્તન હતું. પંડિતજીના કાર્યમાં મદદરૂપ થઈ તેમની પ્રતિષ્ઠા વધારવામાં તેમણે કોઈ યોગદાન આપ્યું નહીં કે બીમારીમાં પણ સેવાનો લાભ લીધો નહીં. તેમને જોઈને સૉક્રેટિસની પત્નીની યાદ આવી જાય છે. ૫૧ ઉપસંહાર : બાહ્ય વ્યક્તિત્વમાં તદ્દન સીધાસાદા અને દેખીતા પ્રભાવ વિનાના આ મહાપુરુષનું અંતરંગ-વ્યક્તિત્વ અને ગુણગરિમા અત્યંત ઉન્નત અને લોકોત્તર હતાં. જૈનોની બુઝાઈ રહેલી જ્ઞાનજ્યોતિને તેમણે સ્થિર કરીને પુનર્જીવિત કરી. તેમનામાં પાંડિત્યનું આત્મગૌરવ હતું, તો સાથે સાથે એક સાચા સાહિત્યકાર-કળાકારની ધૂન અને મસ્તી પણ હતાં. ધર્મપ્રભાવનાના હેતુથી સંયુક્ત પ્રાંતના કાશી-સહિત વિવિધ જિલ્લાઓમાં, મધ્યપ્રદેશના છત્તરપુર, કટની, રાયપુર, ઇન્દોર વગેરે જિલ્લાઓમાં, રાજસ્થાનના જયપુર, અજમેર આદિ જિલ્લાઓમાં તથા શેત્રુંજયાદિ—મહાતીર્થસહિત ભારતનાં મુખ્ય ત્રણ મહાનગરો-મુંબઈ, દિલ્હી તથા કલકત્તામાં વિવિધ વાદ-પ્રતિવાદ સભાઓમાં, ધર્મગોષ્ઠીઓમાં, સામાજિક સંસ્થાઓમાં, પંચકલ્યાણક-પ્રતિષ્ઠાઓમાં, સમાજસુધારણાની બેઠકોમાં અને સૌથી વધારે તો જૈન-વિદ્યાના સર્વતોમુખી પ્રચારપ્રસારમાં લગભગ પચીસ વર્ષ સુધી તેઓએ જે પ્રકારે નિ:સ્વાર્થભાવથી અવિરત શ્રમ કર્યો તેનાથી જૈનસમાજ, જૈનધર્મ, જૈનદર્શન અને જૈનવિદ્યાની ઉપાસના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાયું. સ્વ. પં. માણિકચંદજી કાઁદેય, સ્વ. પં. બંસીધરજી ન્યાયાલંકાર, સ્વ. પં. ખૂબચંદજી શાસ્ત્રી, સ્વ. પં. દેવકીનંદનજી શાસ્રી, સ્વ. પં. મકખનલાલજી શાસ્રી અને સ્વ. પં. કૈલાસચંદ્રજી ઇત્યાદિ આગલી પેઢીના તથા સર્વશ્રી પં. જગન્મોહનલાલજી, પં. દરબારીલાલ કોઠિયાજી, ખં. ફૂલચંદજી શાસ્રી, ાં. પન્નાલાલજી ઇત્યાદિ વર્તમાન પેઢીના જે જે મહાન સરસ્વતી ઉપાસકો થયા તેમના આદ્યજનક તરીકે અને ક્ષુ. શ્રી ગણેશપ્રસાદજી વર્ણી જેવા મહાન ધર્માત્માઓના વિદ્યાગુરુ તરીકે તેઓનું સ્થાન સન્માનનીય છે. આજે તેમનો પાર્થિવ દેહ ન હોવા છતાં તેમની શિષ્ય-પ્રશિષ્ય-પરંપરાથી તેઓ જૈન સમાજમાં હંમેશ માટે અમર પદને પામી ગયા છે. ૧. ધર્મ : ગુરુ ગોપાળદાસજીની ઉન્નત વિચારધારા જે વ્યક્તિ ગર્વોયુક્ત થઈને અન્ય સંપ્રદાયવાળા ધર્માત્માનો તિરસ્કાર કરે છે, તે પોતાના જ ધર્મનો નિરસ્કાર કરે છે. લૌકિક અને પારમાર્થિક, આ બન્ને પ્રકારના સુખનો અદ્વિતીય હેતુ માત્ર ધર્મ જ છે. જ્યારે કોઈ વ્યક્તિ એક પૈસાનું માટલું લે છે ત્યારે પણ ખૂબ ટકોરા વગાડીને તેની પરીક્ષા કરીને લે છે. પ્રમાણે ધર્મસાધના કરવાવાળાએ પહેલાં ધર્મની પરીક્ષા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8