Book Title: Guru Gopaldasji Bariyya
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ 1 મનન 4. વાર નનનન - , :: '' [, * . *, Y, ૬. ગુરુ ગોપાલદાસજી બરૈયા પ્રસ્તાવના : આર્યસમાજમાં જે સ્થાન શ્રી શ્રદ્ધાનંદ અને રાયજાદા હંસરાજનું છે, મુસ્લિમ બંધુઓમાં જે સ્થાન સરસૈયદ અહમદનું છે તેવું સ્થાન જૈન સમાજમાં પડિનશ્રી ગોપાલદાસજી બરૈયાનું છે. શ્રી પંડિતજીનાં આવિર્ભાવ પહેલાંનો કાળ જૈન સમાજ માટે અંધકારભર્યો હતો. આર્યસમાજનો ઝંડો માત્ર ભારતમાં જ નહિ અરબેઈરાનમાં પણ લહેરાતો થયો હતો. મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મ પણ તેટલી જ ત્વરાથી ફેલાતા જતા હતા. તે સમયે શ્રી બયાજી જૈન સમાજની વહારે ધાયા. એમ માનવું વધુ પડતું નથી કે શ્રી અકલંકદેવ અને શ્રી સમતભદ્રનો આત્મા જૈન સમાજની આવી દયનીય દશાથી દ્રવીભૂત થઈ ગયો અને તેમણે શ્રી બજૈયાજીમાં તેમના અલૌકિક જ્ઞાન અને શાસ્ત્રાર્થની પ્રતિભા મૂકીને જૈન ધર્મની દુન્દુભિ બજાવી. જન્મ, બાળપણ અને શિક્ષણ : પંડિતજીનો જન્મ વિ. સં. ૧૯૨૩ના ચૈત્ર મહિનામાં આગ્રામાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણદાસજી હતું. પિતાજીનું મૃત્યુ તેમની બે વર્ષની બાલ્યાવસ્થામાં જ થઈ ગયું હતું. આથી તેઓ વિશેષ શિક્ષણ ન લઈ શક્યા, પરંતુ માતાએ બાળકમાં યથાશક્તિ સંસ્કારનું સિંચન કર્યું. તેમનું શિક્ષણ માત્ર સાત ધોરણ (અંગ્રેજી) સુધીનું જ હતું. એ બાબત નોંધપાત્ર છે કે તે કાળ સુધી તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8