Book Title: Guru Gopaldasji Bariyya Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 4
________________ ગુરુ ગોપાલદાસજી બયા જન સાહિત્યમાં તેમનું આગવું પ્રદાન તો “જેન સિદ્ધાંત પ્રવેશિકા' જ છે. કઠિનમાં કઠિન અને ગહનમાં ગહન તત્ત્વને, જૈન ધર્મના અભ્યાસી ન હોય તેવા લોકોને પણ સહેલાઈથી સમજાઈ જાય તેટલી “સરળ ભાષામાં આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલ છે. આ ગ્રંથ જૈનધર્મના વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ માટે પારિભાષિક શબ્દકોષ(Pocket Dictionary)નું કાર્ય કરે છે; અવશ્ય પઠન કરવા જેવું આ પુસ્તક છે. પંડિતજી જે જીવન જીવી ગયા, જે તત્ત્વને પોતાના જીવનમાં ઉતાર્યું તેનો સાર તેમની આ તત્ત્વશિક્ષામાંથી મળી રહે છે: (૧) સાચા અણુવ્રતી બનવું હોય તો નિર્ભય બનો. (૨) નિર્ભય બનવું હોય તો કોઈની નોકરી ન કરો, પોતાનો જ ધંધો કરો. (૩) ધંધો કરતાં કરતાં જો ધર્મ કે ધર્મચર્ચાના વક્તા બનવું હોય તો આવનનું બરાબર પાલન કરો, તો જ દુકાન ઠીક ચાલશે. (૪) આણુવ્રતોનું વ્યવસ્થિત પાલન કરવું હોય તો પોતાની મર્યાદાઓ બાંધો. (૫) મર્યાદા બાંધવી હોય તો કોઈ કર્તવ્યથી, નિયમથી બાંધો. (૬) કર્તવ્યને જ અધિકાર માનો. (૭) અધિકારી બનો, અધિકાર (હક્કો માટે રડો પણ નહીં કે લડો પણ નહીં. વ્યક્તિગત ચારિત્ર્ય : પંડિતજીનું ચારિત્ર્ય ખૂબ ઉજવળ હતું. તેઓને કોઈ જ પ્રકારનું વ્યસન નહોતું. ખાવાપીવાની શુદ્ધતાના તેઓ ખાસ આગ્રહી હતા. તેથી તેઓ ધારું કરીને “જુનવાણી'માં ખપતા. વદિ બાબતમાં પણ તેમની સાદગી અનુકરણીય હતી. સામાન્ય માણસ તો તેમને તેમના વેશ ઉપરથી ઓળખી પણ ન શકતો કે આ વ્યક્તિ ભારતના જૈન સમાજનો મહાપંડિત છે! કોઈ પણ ધર્મકાર્ય કે અનુષ્ઠાન કરીને તેઓ ધનોપાર્જન કરતા નર્ટી, માત્ર આવવા-જવા માટેનું વાહનખર્ચ સ્વીકારતા. પોતે જે સાચું માનતા તે કાર્ય કરવામાં અને તેની સચ્ચાઈ રજૂ કરવામાં તેઓ જરા પણ પાછી પાની કરતા નહીં કે મોટા મોટા શ્રીમંત-શાહુકારોની શેહમાં પણ તણાતા નહીં. આ કારણથી અનેક શ્રીમંતો તેમના મિત્ર બની ગયા હતા. નિ:સ્વાર્થના અને પરોપકારીપણાને તેમના સૌથી મોટા ગુણો ગણાવી શકાય. તેઓ કોઈ પણ ધર્મકાર્ય માત્ર પોતાના સંતોષ માટે જ કરતા અને જૈન સાહિત્ય, જેન સિદ્ધાંત તથા જેન પમની સર્વ પ્રકારે પ્રભાવના થાય, તેનો અભ્યાસ અને શ્રદ્ધાઆચરણ કરનારા વધે, એ જ એમના હૃદયની ભાવના રહેતી. વિદ્યાલયોનું કે અન્ય સંસ્થાઓનું કામ હોય તો તેઓ ઘણી વાર રાતના ૧૦ કે ૧૧ વાગ્યા સુધી બેસીને પણ તે કાર્ય પૂરું કરતા. એ વખતે પોતાના શારીરિક આરામની પણ દરકાર કરતા નહીં. આવી હતી તેમની કર્મઠતા ! આ ઉપરાંત શાંતિપ્રિયતા, એકાગ્રતા, સ્વદેશપ્રેમ, ઉત્તમ ગ્રંથોનો સંચય, અભૂતપૂર્વ–સ્મરણશક્તિ, આત્યંતિક સરળતા અને હિંદી ભાષાનો પ્રેમ ઇત્યાદિ તેમની બીજી પ્રશંસનીય વિશેષતાઓ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8