Page #1
--------------------------------------------------------------------------
________________
1
મનન
4.
વાર
નનનન
-
,
:: ''
[,
*
.
*,
Y,
૬. ગુરુ ગોપાલદાસજી બરૈયા પ્રસ્તાવના : આર્યસમાજમાં જે સ્થાન શ્રી શ્રદ્ધાનંદ અને રાયજાદા હંસરાજનું છે, મુસ્લિમ બંધુઓમાં જે સ્થાન સરસૈયદ અહમદનું છે તેવું સ્થાન જૈન સમાજમાં પડિનશ્રી ગોપાલદાસજી બરૈયાનું છે. શ્રી પંડિતજીનાં આવિર્ભાવ પહેલાંનો કાળ જૈન સમાજ માટે અંધકારભર્યો હતો. આર્યસમાજનો ઝંડો માત્ર ભારતમાં જ નહિ અરબેઈરાનમાં પણ લહેરાતો થયો હતો. મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મ પણ તેટલી જ ત્વરાથી ફેલાતા જતા હતા. તે સમયે શ્રી બયાજી જૈન સમાજની વહારે ધાયા. એમ માનવું વધુ પડતું નથી કે શ્રી અકલંકદેવ અને શ્રી સમતભદ્રનો આત્મા જૈન સમાજની આવી દયનીય દશાથી દ્રવીભૂત થઈ ગયો અને તેમણે શ્રી બજૈયાજીમાં તેમના અલૌકિક જ્ઞાન અને શાસ્ત્રાર્થની પ્રતિભા મૂકીને જૈન ધર્મની દુન્દુભિ બજાવી.
જન્મ, બાળપણ અને શિક્ષણ : પંડિતજીનો જન્મ વિ. સં. ૧૯૨૩ના ચૈત્ર મહિનામાં આગ્રામાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણદાસજી હતું. પિતાજીનું મૃત્યુ તેમની બે વર્ષની બાલ્યાવસ્થામાં જ થઈ ગયું હતું. આથી તેઓ વિશેષ શિક્ષણ ન લઈ શક્યા, પરંતુ માતાએ બાળકમાં યથાશક્તિ સંસ્કારનું સિંચન કર્યું. તેમનું શિક્ષણ માત્ર સાત ધોરણ (અંગ્રેજી) સુધીનું જ હતું. એ બાબત નોંધપાત્ર છે કે તે કાળ સુધી તેમને
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગોપાલદાસજી બરૈયા
૪૭
* ધર્મ પ્રત્યે બિલકુલ રુચિ ન હતી. ૧૯ વર્ષની ઉંમરે તેઓ અજમેરમાં રેલવેમાં નોકરી
કરતા હતા ત્યારે તેમનો પરિચય પંડિત મોહનલાલ નામના જૈન વિદ્વાન સાથે થયો. તેમની સંગતિથી તેમનું ચિત્ત જૈન ધર્મ તરફ આકર્ષિત થયું અને તેમણે જેન-ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનું શરૂ કર્યું. બે વર્ષ પછી તેમણે રેલવેની નોકરી છોડી દીધી અને રાયબહાદુર શેઠ મૂળચંદજીને ત્યાં મકાન-બાંધકામનાં કાયની દેખરેખ માટે માસિક રૂપિયા ૨૦ ની નોકરીએ રહ્યા. અજમેરમાં છ-સાત વર્ષના નિવાસ દરમ્યાન તેમણે પાઠશાળામાં નિયમિતપણે અભ્યાસ કર્યો. આમ સતત અને સખત ઉદામથી સંસ્કૃત ભાષાના શાન સહિત લધુકૌમુદી, જેનેન્દ્ર વ્યાકરણનો અમુક ભાગ અને ન્યાયદીપિકા તેમણે પૂરાં કરી લીધાં. ત્યાર પછી તેમણે ગોમ્મસારનો અભ્યાસ પણ શરૂ કર્યો. આ દરમ્યાન તેમને પંડિત મથુરદાસજી અને બાબુ વૈજનાથજીએ અધ્યયનમાં ખૂબ માર્ગદર્શન અને સહયોગ આપ્યો. આગળનું અધ્યયન તેમણે મુંબઈની પાઠશાળામાં પં. શ્રી જીવરામ લલ્લુરામ શાસ્ત્રીજીની પાસે કર્યું અને પરીક્ષામુખ, ચન્દ્ર પ્રતીકાલ્ય, તથા કાતાંત્ર-વ્યાકરણ વગેરે શીખ્યા, જ્યારે પંચાધ્યાયીનું અધ્યયન તેમણે પં. બળદેવદાસજી પાસે કર્યું હતું.
તીર્થયાત્રા અને મુંબઈમાં નિવાસ : વિ. સં. ૧૯૪૮માં શેઠ મૂળચંદજીએ મૂડબિદ્રીની યાત્રા કરી ત્યારે પંડિતજીને સાથે લઈ ગયા. શેઠ સાથે પાછા ફરતાં તેઓ મુંબઈમાં રોકાયા. અહીં તેમને આજીવિકા માટેની અનુકૂળતા જણાઈ અને એક યુરોપિયન કંપનીમાં માસિક રૂ. ૪પની નોકરી સ્વીકારી. પગાર વધીને થોડા સમયમાં રૂ. ૬૦ થયો. આ સમય દરમ્યાન તેમની માતાનું મૃત્યુ થયું અને તેઓ રજા લીધા વિના જ પોતાના વતનમાં ચાલ્યા ગયા. આથી તેમની નોકરી છૂટી ગઈ; પરંતુ સારા રેકોર્ડને લીધે કર્યું, તે જ કંપનીએ તેમને ફરીથી રાખી લીધા.
વિ. સં. ૧૯૫૧ પછી તેમણે ઝવેરાતના કમિશન એજન્ટ તરીકે કામ કર્યું, પણ આ ધંધામાં સત્ય અને અચૌર્યવ્રતનું પાલન કરવાનું કઠિન હોવાથી તેમણે ધંધો બંધ ર્યો. ત્યાર પછી રૂ, તળશી, ચાંદી વગેરેની દલાલીનું કામ કર્યું. વિ. સ. ૧૯૫૮માં મોરેનામાં જ ગાંધી નાથા રંગજીના સહયોગથી આડતનું કામ ચાલુ કર્યું. વચ્ચે થોડો વખત સ્વતંત્ર ધંધા માટે પણ પુરુષાર્થ કર્યો, પરંતુ તેમાં સફળતા મળી નહીં. હવે તેઓએ નોકરીને માત્ર આજીવિકા પૂરના સાધન તરીકે સ્વીકારી જીવનને સંપૂર્ણ રીતે સમાજને ચરણે ધરી દીધું અને જાહેર જીવનને જ પોતાનું જીવન ધ્યેય માન્યું. વ્યક્તિગત આરામ, આર્થિક સધ્ધરતા કે કીર્તિની પરવા કર્યા વિના શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં અત્યંત પરિશ્રમ શરૂ કર્યો. વિ. સં. ૧૯૬૯માં તેઓ “દક્ષિણ મહારાષ્ટ્રસભા”ના અધ્યક્ષ ચૂંટાયા હતા. વિ. સં. ૧૯૭૪માં વધારે પડતા કાર્યભારને લીધે તેમની તબિયત બગડી અને શાંતિપૂર્વક તેમણે પરલોકગમન કર્યું.
જાહેર જીવન અને કાર્યક્ષેત્ર: જૈન સમાજના જ્યોતિર્ધર શ્રી બૉયાજીના સાર્વજનિક જીવનનો પ્રારંભ મુંબઈથી થાય છે. પંડિત ધન્નાલાલજીના સહયોગથી માગશર સુદ
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
૧૪, વિ. સં. ૧૯૪૯માં તેમણે દિગંબર જૈન સમાજની સ્થાપના કરી. વિ.સં. ૧૯૫૩માં ભારતવર્ષીય દિગંબર જૈન પરીક્ષાલયની સ્થાપના થઈ જેનું કુશળ સંપાદન તેમના હાથે થયું. પંડિતજીની કીર્તિના મુખ્ય સ્તંભ જેવા “જૈનમિત્ર'નું પ્રકાશન વિ. સે. ૧૯૫૬માં શરૂ થયું. કુંડલપુરમાં તેમણે માત્ર બે-ત્રણ વિદ્યાર્થીઓથી શરૂ કરેલી સ્વતંત્ર પાઠશાળા આજે “જેનસિદ્ધાંત વિદ્યાલય”ના નામથી પ્રસિદ્ધ છે. તેના દ્વારા જૈન સમાજને જૈનધર્મનાં મોટાં-મોટાં શાસ્ત્રોનું અધ્યયન કરાવનારા અનેક પંડિતો મળ્યા છે.
સામાજિક ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનને કારણે સરકાર તરફથી મોરેનાના માનદ્ મેજિસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. જૈન સમાજ અને જૈનધર્મમાં તેમના અદૂભૂત યોગદાનને કારણે મુંબઈની પ્રાંતીય સભાએ “સ્વાદુવાદવારિધિ', ઇટાવાની જનતત્ત્વ પ્રકાશિની સભા દ્વારા “વાદીગજકેસરી' તથા કલકત્તાના ગવર્મેન્ટ સંસ્કૃન કૉલેજના પંડિતોએ તેમને “ન્યાયવાચસ્પતિ'ની પદવીઓ એનાયત કરી. આ બધી પદવી પ્રાપ્ત કરાવનાર અદ્દભુત વકતૃત્વકળા પંડિતજીને અભ્યાસથી જ પ્રાપ્ત થઈ હતી. તેઓ બે-ત્રણ કલાક કોઈ પણ સૈદ્ધાંતિક વિષય ઉપર અખલિત રીતે બોલી શકતા પણ તેમનાં વ્યાખ્યાનો માત્ર વિદ્વાનોને જ સમજાય તેવાં હતાં. અનેક શાસ્ત્રાર્થોમાં તેમણે વિજય મેળવ્યો હતો, પરંતુ તેમને સંસ્કૃતનું પદ્ધતિસરનું જ્ઞાન નહોતું. આથી તેઓ કહેતા કે મહાપાધ્યાયો સાથે શુદ્ધ સંસ્કૃતમાં બોલવાની શક્તિ ન હોવાથી પોતે તેમની સાથે જાહેર વાદવિવાદમાં ઊતરી શકતા નથી.
સાહિત્યનિર્માણ : પંડિતજીની પઠિન વિદ્યા ઘણી ઓછી હોવા છતાં, વ્યાકરણનું સંપૂર્ણ જ્ઞાન ન હોવા છતાં, અને ગુરુ દ્વારા તો નામમાત્રનું જ જ્ઞાન મેળવ્યું હોવા છમાં સ્વાવલંબન, સતત સ્વાધ્યાયશીલતા અને નિરંતર અભ્યાસની લગનીથી તેમણે અગાધ પાંડિત્ય મેળવ્યું હતું. પંડિતજી જીવનભર વિદ્યાર્થી રહ્યા, જિજ્ઞાસુ રહ્યા. વિદ્યાથઓને નિરંતર અભ્યાસ કરાવતા હોવાથી, તેમની શંકાઓના સમાધાન માટે તેમણે જૈનધર્મના સર્વા ઉપલબ્ધ વિશિષ્ટ ગ્રંથોનો સૂક્ષ્મતાથી અભ્યાસ કર્યો હતો. આમ તેઓ ન્યાય અને ધર્મશાસ્ત્રના અજોડ વિદ્વાન થઈ ગયા. સાહિત્યક્ષેત્રે તેમનું પ્રદાન મુખ્યત્વે આ પ્રમાણે રહ્યું :
તેમના લખેલા ત્રણ ગ્રંથો છે: (૧) જેન સિદ્ધાંત દર્પણ (૨) સુશીલા ઉપન્યાસ (૩) જૈન સિદ્ધાંત પ્રવેશિકા. જેન સિદ્ધાંત દર્પણ માત્ર એક જ ભાગમાં લખાયેલો ગ્રંથ છે. જો તેના બધા જ ભાગો લખવામાં આવ્યા હોત તો તેનું સ્થાન જેન-સાહિત્યમાં ઘણું અગત્યનું બની રહ્યું હોત.
સુશીલા ઉપવાસ” એ સમયના ઉપન્યાસોમાં એક સારી રચના ગણાય છે. ઉપન્યાસ હોવા છતાં પણ જનધર્મના કેટલાક ગંભીર વિષયોને તેમાં યોગ્ય રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગોપાલદાસજી બયા
જન સાહિત્યમાં તેમનું આગવું પ્રદાન તો “જેન સિદ્ધાંત પ્રવેશિકા' જ છે. કઠિનમાં કઠિન અને ગહનમાં ગહન તત્ત્વને, જૈન ધર્મના અભ્યાસી ન હોય તેવા લોકોને પણ સહેલાઈથી સમજાઈ જાય તેટલી “સરળ ભાષામાં આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલ છે. આ ગ્રંથ જૈનધર્મના વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ માટે પારિભાષિક શબ્દકોષ(Pocket Dictionary)નું કાર્ય કરે છે; અવશ્ય પઠન કરવા જેવું આ પુસ્તક છે.
પંડિતજી જે જીવન જીવી ગયા, જે તત્ત્વને પોતાના જીવનમાં ઉતાર્યું તેનો સાર તેમની આ તત્ત્વશિક્ષામાંથી મળી રહે છે:
(૧) સાચા અણુવ્રતી બનવું હોય તો નિર્ભય બનો. (૨) નિર્ભય બનવું હોય તો કોઈની નોકરી ન કરો, પોતાનો જ ધંધો કરો. (૩) ધંધો કરતાં કરતાં જો ધર્મ કે ધર્મચર્ચાના વક્તા બનવું હોય તો આવનનું
બરાબર પાલન કરો, તો જ દુકાન ઠીક ચાલશે. (૪) આણુવ્રતોનું વ્યવસ્થિત પાલન કરવું હોય તો પોતાની મર્યાદાઓ બાંધો. (૫) મર્યાદા બાંધવી હોય તો કોઈ કર્તવ્યથી, નિયમથી બાંધો. (૬) કર્તવ્યને જ અધિકાર માનો. (૭) અધિકારી બનો, અધિકાર (હક્કો માટે રડો પણ નહીં કે લડો પણ નહીં.
વ્યક્તિગત ચારિત્ર્ય : પંડિતજીનું ચારિત્ર્ય ખૂબ ઉજવળ હતું. તેઓને કોઈ જ પ્રકારનું વ્યસન નહોતું. ખાવાપીવાની શુદ્ધતાના તેઓ ખાસ આગ્રહી હતા. તેથી તેઓ ધારું કરીને “જુનવાણી'માં ખપતા. વદિ બાબતમાં પણ તેમની સાદગી અનુકરણીય હતી. સામાન્ય માણસ તો તેમને તેમના વેશ ઉપરથી ઓળખી પણ ન શકતો કે આ વ્યક્તિ ભારતના જૈન સમાજનો મહાપંડિત છે! કોઈ પણ ધર્મકાર્ય કે અનુષ્ઠાન કરીને તેઓ ધનોપાર્જન કરતા નર્ટી, માત્ર આવવા-જવા માટેનું વાહનખર્ચ સ્વીકારતા. પોતે જે સાચું માનતા તે કાર્ય કરવામાં અને તેની સચ્ચાઈ રજૂ કરવામાં તેઓ જરા પણ પાછી પાની કરતા નહીં કે મોટા મોટા શ્રીમંત-શાહુકારોની શેહમાં પણ તણાતા નહીં. આ કારણથી અનેક શ્રીમંતો તેમના મિત્ર બની ગયા હતા.
નિ:સ્વાર્થના અને પરોપકારીપણાને તેમના સૌથી મોટા ગુણો ગણાવી શકાય. તેઓ કોઈ પણ ધર્મકાર્ય માત્ર પોતાના સંતોષ માટે જ કરતા અને જૈન સાહિત્ય, જેન સિદ્ધાંત તથા જેન પમની સર્વ પ્રકારે પ્રભાવના થાય, તેનો અભ્યાસ અને શ્રદ્ધાઆચરણ કરનારા વધે, એ જ એમના હૃદયની ભાવના રહેતી. વિદ્યાલયોનું કે અન્ય સંસ્થાઓનું કામ હોય તો તેઓ ઘણી વાર રાતના ૧૦ કે ૧૧ વાગ્યા સુધી બેસીને પણ તે કાર્ય પૂરું કરતા. એ વખતે પોતાના શારીરિક આરામની પણ દરકાર કરતા નહીં. આવી હતી તેમની કર્મઠતા ! આ ઉપરાંત શાંતિપ્રિયતા, એકાગ્રતા, સ્વદેશપ્રેમ, ઉત્તમ ગ્રંથોનો સંચય, અભૂતપૂર્વ–સ્મરણશક્તિ, આત્યંતિક સરળતા અને હિંદી ભાષાનો પ્રેમ ઇત્યાદિ તેમની બીજી પ્રશંસનીય વિશેષતાઓ હતી.
Page #5
--------------------------------------------------------------------------
________________
૫૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જીવનકાળની ઉલ્લોખનીય ઘટનાઓ વિદ્યાર્થીઓ પ્રત્યે વાસલ્ય, અચૌર્યવન, ન્યાયપ્રિયતા, સત્યવાદિતા, ઉદારતા, નિષ્કપટના અને નૈતિકતા–આદિ સદ્ગુણોના મૂર્તિમંત સ્વરૂપ એવા શ્રી બજૈયાજીના જીવનના અનેક પાવન પ્રસંગો આપણા માટે અત્યંત પ્રેરણાદાયક છે. માત્ર બે ઉલ્લેખનીય પ્રસંગોનું વર્ણન અને પ્રસ્તુત છે:
(૧) સામાજિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પૂર્વે બયાજી એક રાયબહાદુર શેઠને ત્યાં માસિક વીસ રૂપિયાના પગારથી નોકરી કરતા હતા. એક વાર શેક્સાહેબ તીર્થયાત્રામાં નીકળયા. બરાજીને શાસ્ત્ર પ્રવચન અને હિસાબકિતાબ વગેરે કાર્ય કરવા માટે સાથે લીધા. એક વાર તેમને રાયબહાદુરે ટિકિટ લેવા માટે મોકલ્યા. ટિકિટની સાથે સાથે શ્રી બરંયાજી માલસામાન લગેજ)નું વજન કરાવી તેનું ભાડું પણ ચૂકવવા આવ્યા. રાયબહાદુરસાહેબને તેમના લગેજની કિંમત ચૂકવવી પડે તેનાથી મોટું અપમાન બીજું શું હોઈ શકે? બરૈયાજીને ઘણી ખરી-ખોટી વાતો સાંભળવી પડી, તેમને એકદમ બધુ માનવામાં આવ્યા. દગો, છળકપટ અને માયાચાર જ જ્યાં ઉન્નતિનું સાધન હોય ત્યાં બરૈયાજી કેટલા દિવસ ટકે? આર્થિક સંકડામણ હોવા છતાં પણ પોતાના સ્વાભિમાન માટે તેમણે નોકરીને છોડી દેવાનું જ યોગ્ય માન્યું.
(૨) અચૌર્યવ્રત તેમનાં પાંચ અણુવ્રતોમાંનું એક આવશ્યક વ્રત હતું. એક વાર તેઓ સપરિવાર મુંબઈથી આગ્રા આવ્યા. ઘેર આવીને કેટલાક દિવસ બાદ માર્ગવ્યવહારખર્ચ વગેરેના હિસાબની નોંધ કરતાં જણાયું કે નોકરે તેના ત્રણ વર્ષના બાળકની ટિકિટ નહોતી લીધી. ખબર પડતાં જ તેમણે ખૂબ આત્મગ્લાનિ અનુભવી. તેઓ તકાલ સ્ટેશનમાસ્તર પાસે પહોંચી ગયા, તેની ક્ષમા માગી અને ટિકિટની કિંમત તેમના ટેબલ પર મૂકી દીધી. સ્ટેશનમાસ્તરે ઘણું સમજાવ્યું કે એ વાત સત્ય છે કે અઢી વર્ષથી ઉપરની વયનાં બાળકો માટે ટિકિટ લેવી આવશ્યક છે; પરંતુ વર્તમાન સમયમાં આવા નિયમોનું પાલન કરનારા બહુ ઓછા નીકળે છે. આપ ઘણા સરળ અને ભોળા છો. આપ આપના રૂપિયા પાછા લઈ જાઓ–નહિ તો કોઈ આપને મૂર્ખ કહેશે.” પરંતુ બરંયાજી ચાલાક અને ધૂર્ત દુનિયાની દૃષ્ટિએ ખરેખર મૂર્ખ હતા. તેઓ પૈસા ત્યાં જ મૂકીને પાછા ફર્યા. ખૂબ બુદ્ધિનો ઉપયોગ કરવા છતાં પણ તેમને પોતાની મૂર્ખતાનું રહસ્ય ન સમજાયું અને તેઓ જીવનભર આવી મૂર્ખતા જ કરતા રહૃાા.
બરૈયાજી એક મહાન અદ્યતી હતા. પચવ્રતોમાંના દરેક વ્રતનું તેઓ ખૂબ જ નિયમપૂર્વક અને ચુસ્તતાથી પાલન કરતા હતા. આ વ્રતો તરફની તેમની સચ્ચાઈ જ એક જાદુ બની જતી હતી, જે દરેક વ્યક્તિને તેમના તરફ ખેંચતી હતી.
કૌટુંબિક જીવન: પંડિતજીને કદાપિ કૌટુંબિક જીવનનું સુખ પ્રાપ્ત થયું નહોતું. તેઓ અજમેરમાં રહેતા ત્યારે ૧૯ વર્ષની ઉંમર પહેલાં જ તેમના લગ્ન થઈ ગયાં હતાં. વિ. સં. ૧૯૪૫–૧૯૪૭ અને ૧૯૪૯માં ક્રમશ: તેમને ઘેર એક પુત્ર, એક પુત્રી કૌશલ્યાબાઈ અને બીજો પુત્ર માણિકચંદ–એમ કુલ ત્રણ સંતાનોનો જન્મ થયો હતો, જેમાંથી પ્રથમ પુત્ર થોડાક જ દિવસ આવ્યો હતો.
Page #6
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગોપાલદાસજી બા
તેમનાં ધર્મપત્નીનો સ્વભાવ વિચિત્ર હતો. તેઓ પંડિતજીને જરા પણ સહયોગ આપતાં ન હતાં. ફ્લેશ ઉત્પન્ન થાય તેવું જ તેમનું કાયમી વર્તન હતું. પંડિતજીના કાર્યમાં મદદરૂપ થઈ તેમની પ્રતિષ્ઠા વધારવામાં તેમણે કોઈ યોગદાન આપ્યું નહીં કે બીમારીમાં પણ સેવાનો લાભ લીધો નહીં. તેમને જોઈને સૉક્રેટિસની પત્નીની યાદ આવી જાય છે.
૫૧
ઉપસંહાર : બાહ્ય વ્યક્તિત્વમાં તદ્દન સીધાસાદા અને દેખીતા પ્રભાવ વિનાના આ મહાપુરુષનું અંતરંગ-વ્યક્તિત્વ અને ગુણગરિમા અત્યંત ઉન્નત અને લોકોત્તર હતાં. જૈનોની બુઝાઈ રહેલી જ્ઞાનજ્યોતિને તેમણે સ્થિર કરીને પુનર્જીવિત કરી. તેમનામાં પાંડિત્યનું આત્મગૌરવ હતું, તો સાથે સાથે એક સાચા સાહિત્યકાર-કળાકારની ધૂન અને મસ્તી પણ હતાં.
ધર્મપ્રભાવનાના હેતુથી સંયુક્ત પ્રાંતના કાશી-સહિત વિવિધ જિલ્લાઓમાં, મધ્યપ્રદેશના છત્તરપુર, કટની, રાયપુર, ઇન્દોર વગેરે જિલ્લાઓમાં, રાજસ્થાનના જયપુર, અજમેર આદિ જિલ્લાઓમાં તથા શેત્રુંજયાદિ—મહાતીર્થસહિત ભારતનાં મુખ્ય ત્રણ મહાનગરો-મુંબઈ, દિલ્હી તથા કલકત્તામાં વિવિધ વાદ-પ્રતિવાદ સભાઓમાં, ધર્મગોષ્ઠીઓમાં, સામાજિક સંસ્થાઓમાં, પંચકલ્યાણક-પ્રતિષ્ઠાઓમાં, સમાજસુધારણાની બેઠકોમાં અને સૌથી વધારે તો જૈન-વિદ્યાના સર્વતોમુખી પ્રચારપ્રસારમાં લગભગ પચીસ વર્ષ સુધી તેઓએ જે પ્રકારે નિ:સ્વાર્થભાવથી અવિરત શ્રમ કર્યો તેનાથી જૈનસમાજ, જૈનધર્મ, જૈનદર્શન અને જૈનવિદ્યાની ઉપાસના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાયું.
સ્વ. પં. માણિકચંદજી કાઁદેય, સ્વ. પં. બંસીધરજી ન્યાયાલંકાર, સ્વ. પં. ખૂબચંદજી શાસ્ત્રી, સ્વ. પં. દેવકીનંદનજી શાસ્રી, સ્વ. પં. મકખનલાલજી શાસ્રી અને સ્વ. પં. કૈલાસચંદ્રજી ઇત્યાદિ આગલી પેઢીના તથા સર્વશ્રી પં. જગન્મોહનલાલજી, પં. દરબારીલાલ કોઠિયાજી, ખં. ફૂલચંદજી શાસ્રી, ાં. પન્નાલાલજી ઇત્યાદિ વર્તમાન પેઢીના જે જે મહાન સરસ્વતી ઉપાસકો થયા તેમના આદ્યજનક તરીકે અને ક્ષુ. શ્રી ગણેશપ્રસાદજી વર્ણી જેવા મહાન ધર્માત્માઓના વિદ્યાગુરુ તરીકે તેઓનું સ્થાન સન્માનનીય છે. આજે તેમનો પાર્થિવ દેહ ન હોવા છતાં તેમની શિષ્ય-પ્રશિષ્ય-પરંપરાથી તેઓ જૈન સમાજમાં હંમેશ માટે અમર પદને પામી ગયા છે.
૧. ધર્મ : ગુરુ ગોપાળદાસજીની ઉન્નત વિચારધારા
જે વ્યક્તિ ગર્વોયુક્ત થઈને અન્ય સંપ્રદાયવાળા ધર્માત્માનો તિરસ્કાર કરે છે, તે પોતાના જ ધર્મનો નિરસ્કાર કરે છે. લૌકિક અને પારમાર્થિક, આ બન્ને પ્રકારના સુખનો અદ્વિતીય હેતુ માત્ર ધર્મ જ છે.
જ્યારે કોઈ વ્યક્તિ એક પૈસાનું માટલું લે છે ત્યારે પણ ખૂબ ટકોરા વગાડીને તેની પરીક્ષા કરીને લે છે. પ્રમાણે ધર્મસાધના કરવાવાળાએ પહેલાં ધર્મની પરીક્ષા
આ
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ફરવી જોઈએ અને ત્યારપછી સાધના અંગીકાર કરવી જોઈએ. જે વ્યક્તિ પરીક્ષા કર્યા વગર જ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, તે અંતમાં યથાર્થ ફળની પ્રાપ્તિ કરી શકતી નથી. ધર્મના પ્રભાવથી જીવ સુંદર, સુભગ, સૌમ્ય, ઉચ્ચકુલીન, શીલવાન, પંડિત અને ચંદ્રમા સમાન ઉજ્વલ કીર્તિવાળો બને છે.
પર
ધર્મ કોઈની ભાગીદારી કરવાથી કે પૈસા આપવાથી પ્રાપ્ત કરી શકતો નથી, કેમકે તે નો પદાર્થનો સ્વભાવ છે, ધર્મ તો મુખ્યપણે અનુભવથી જ પ્રાપ્ત થાય છે.
વિષયોથી ખરેખર વિરક્ત થયેલા મહાત્માઓને જે સુખ હોય છે તેના અનંતમા ભાગનું સુખ પણ ઇન્દ્રો અને ચક્રવર્તીઓને વિષયાદિથી પ્રાપ્ત થઈ શકતું નથી, માટે જો સાચા સુખની આકાંક્ષા હોય તો શિવ-સુખના કારણભૂત ધર્મનું સેવન કરવું જોઈએ. સંપૂર્ણ સુખનું મૂળ ધર્મ છે. ધર્મનો મહિમા વચનાતીત છે. જૈન ધર્મ કોઈ ખાસ જાતિ અથવા વર્ણની વારસાગત મિલકત નથી જ, તેના પર કોઈનું એકચક્રીપણું નથી. આ સર્જકલ્યાણકારી ધર્મ સંસારના પ્રાણીમાત્રનો ધર્મ છે.
૨. ધન અને દાન
મૂર્ખ વ્યક્તિ દ્રવ્ય ઉપાર્જન કરીને આભૂષણાદિ બનાવે છે, કંજૂસ માણસ તેને જમીનમાં દાટીને રાખે છે, દુર્વ્યસની વ્યક્તિ ધન ઉપાર્જન કરીને તેને ખોટાં કામોમાં ખર્ચ કરે છે, દાતાર વ્યક્તિ તેને દાનમાં આપે છે અને બુદ્ધિમાન વ્યક્તિ વિવેકપૂર્વક તેને લોકકલ્યાણ માટે પુણ્યદાયક અને ધર્મોન્નતિનાં કાર્યોમાં ખર્ચે છે.
ન્યાયોપાર્જિત ધનને કરુણાભાવથી ભાવિત થઈને પ્રદાન કરવું તે દાન છે. બધાં દાનોમાં શાનદાન સર્વશ્રેષ્ઠ છે; કેમકે આહારદાનથી તો ફક્ત એક જ વખત ક્ષુધા મટે છે, ઔષધિદાનથી એક સમયનો રોગ મટે છે, અભ્યદાનથી એક વારનું દુ:ખ મટે છે. પરંતુ જ્ઞાનદાનથી તો આત્મા રત્નત્રયની પ્રાપ્તિ કરીને આત્યંતિક મોક્ષ-સુખ પ્રાપ્ત કરી શકે છે.
૩. શિક્ષણ
વિદ્યાર્થીઓને જો માત્ર ધર્મવિદ્યા જ ભણાવવામાં આવે તો આજીવિકા વિના ગૃહસ્થાશ્રમનો નિર્વાહ દુ:સાધ્ય બનશે, તેથી ધર્મવિદ્યાની સાથે સાથે લૌકિક વિદ્યા અવશ્ય શીખવવી જોઈએ.
જે જાતિમાં લૌકિક અને પારમાર્થિક બન્ને પ્રકારનું શિક્ષણ અપાતું હોય અને ધનવાન લોકોની સંખ્યા મોટી હોય તે ાંત (લોકસમુદાય) જગતમાં ઉન્નત અને સન્માનનીય સમજવામાં આવે છે. જે જાતિ ધન અને વિદ્યાર્થી રહિત હોય છે તે જાતિને હીન શ્રેણીમાં ગણવામાં આવે છે.
માનવજીવનની ઉન્નતિના બે મુખ્ય ભેદ છે : (૧) પારમાર્થિક ઉન્નતિ અને (૨) લૌકિક ઉન્નતિ. આ બન્ને પ્રકારની ઉન્નતિના મુખ્ય સાધક વિદ્યા, ધન અને
Page #8
--------------------------------------------------------------------------
________________ ગુરુ ગોપાલદાસજી બયા 53 એકતા છે. તેનાં પ્રતિબંધક કારણો ઈર્ષા, મિથ્યાભિમાન અને કુરિવાજો છે. સારી વિદ્યા પ્રાપ્ત કરવાથી મનુષ્યભવ સફળ થાય છે. તેથી પાઠશાળાઓ ટકે એવી વ્યવસ્થા કર્યા વિના સંસ્કાર અને વિદ્યાનો દીર્ધકાલીન વિકાસ અસંભવ છે. 4. વિષયસુખ વિષયજનિત સુખોને ભોગવવાની અપેક્ષાએ કાળના મુખમાં પ્રવેશ કરવો તે વધારે ઉત્તમ છે. ઇન્દ્રિયજનિત સુખ પરાધીન, પરિણામે દુ:ખદાયી અને માત્ર અવિચારીપણાથી જ રમણીય લાગે છે. આ જીવ માત્ર અ૫ વિષયસુખની લાલસાથી કેવાં કેવાં ભયંકર દુ:ખો ભોગવે છે? પરંતુ જેમાં એણે રસુખ માન્યું છે, તે વિષયોમાં વાસ્તવિક સુખનું નામનિશાન પણ નથી, જે દુ:ખ વાધ વગેરે ક્રૂર અને ઘાતકી જીવોથી ઊપજે છે, તેનાથી પણ ઘણું વધારે દુ:ખ વિષયશશુના સંસર્ગથી સહન કરવું પડે છે. જો સાચા સુખની અભિલાષા હોય તો સંસારમાર્ગથી વિરક્ત થઈને મોક્ષમાર્ગમાં રમણ કરો, વિષયોનો સાથ છોડીને જ્ઞાનનો સંગ કરો અને સ્ત્રીસુખને છોડીને ‘શમ’ સુખનું અવલંબન કરો.