________________ ગુરુ ગોપાલદાસજી બયા 53 એકતા છે. તેનાં પ્રતિબંધક કારણો ઈર્ષા, મિથ્યાભિમાન અને કુરિવાજો છે. સારી વિદ્યા પ્રાપ્ત કરવાથી મનુષ્યભવ સફળ થાય છે. તેથી પાઠશાળાઓ ટકે એવી વ્યવસ્થા કર્યા વિના સંસ્કાર અને વિદ્યાનો દીર્ધકાલીન વિકાસ અસંભવ છે. 4. વિષયસુખ વિષયજનિત સુખોને ભોગવવાની અપેક્ષાએ કાળના મુખમાં પ્રવેશ કરવો તે વધારે ઉત્તમ છે. ઇન્દ્રિયજનિત સુખ પરાધીન, પરિણામે દુ:ખદાયી અને માત્ર અવિચારીપણાથી જ રમણીય લાગે છે. આ જીવ માત્ર અ૫ વિષયસુખની લાલસાથી કેવાં કેવાં ભયંકર દુ:ખો ભોગવે છે? પરંતુ જેમાં એણે રસુખ માન્યું છે, તે વિષયોમાં વાસ્તવિક સુખનું નામનિશાન પણ નથી, જે દુ:ખ વાધ વગેરે ક્રૂર અને ઘાતકી જીવોથી ઊપજે છે, તેનાથી પણ ઘણું વધારે દુ:ખ વિષયશશુના સંસર્ગથી સહન કરવું પડે છે. જો સાચા સુખની અભિલાષા હોય તો સંસારમાર્ગથી વિરક્ત થઈને મોક્ષમાર્ગમાં રમણ કરો, વિષયોનો સાથ છોડીને જ્ઞાનનો સંગ કરો અને સ્ત્રીસુખને છોડીને ‘શમ’ સુખનું અવલંબન કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org