SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ફરવી જોઈએ અને ત્યારપછી સાધના અંગીકાર કરવી જોઈએ. જે વ્યક્તિ પરીક્ષા કર્યા વગર જ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, તે અંતમાં યથાર્થ ફળની પ્રાપ્તિ કરી શકતી નથી. ધર્મના પ્રભાવથી જીવ સુંદર, સુભગ, સૌમ્ય, ઉચ્ચકુલીન, શીલવાન, પંડિત અને ચંદ્રમા સમાન ઉજ્વલ કીર્તિવાળો બને છે. પર ધર્મ કોઈની ભાગીદારી કરવાથી કે પૈસા આપવાથી પ્રાપ્ત કરી શકતો નથી, કેમકે તે નો પદાર્થનો સ્વભાવ છે, ધર્મ તો મુખ્યપણે અનુભવથી જ પ્રાપ્ત થાય છે. વિષયોથી ખરેખર વિરક્ત થયેલા મહાત્માઓને જે સુખ હોય છે તેના અનંતમા ભાગનું સુખ પણ ઇન્દ્રો અને ચક્રવર્તીઓને વિષયાદિથી પ્રાપ્ત થઈ શકતું નથી, માટે જો સાચા સુખની આકાંક્ષા હોય તો શિવ-સુખના કારણભૂત ધર્મનું સેવન કરવું જોઈએ. સંપૂર્ણ સુખનું મૂળ ધર્મ છે. ધર્મનો મહિમા વચનાતીત છે. જૈન ધર્મ કોઈ ખાસ જાતિ અથવા વર્ણની વારસાગત મિલકત નથી જ, તેના પર કોઈનું એકચક્રીપણું નથી. આ સર્જકલ્યાણકારી ધર્મ સંસારના પ્રાણીમાત્રનો ધર્મ છે. ૨. ધન અને દાન મૂર્ખ વ્યક્તિ દ્રવ્ય ઉપાર્જન કરીને આભૂષણાદિ બનાવે છે, કંજૂસ માણસ તેને જમીનમાં દાટીને રાખે છે, દુર્વ્યસની વ્યક્તિ ધન ઉપાર્જન કરીને તેને ખોટાં કામોમાં ખર્ચ કરે છે, દાતાર વ્યક્તિ તેને દાનમાં આપે છે અને બુદ્ધિમાન વ્યક્તિ વિવેકપૂર્વક તેને લોકકલ્યાણ માટે પુણ્યદાયક અને ધર્મોન્નતિનાં કાર્યોમાં ખર્ચે છે. ન્યાયોપાર્જિત ધનને કરુણાભાવથી ભાવિત થઈને પ્રદાન કરવું તે દાન છે. બધાં દાનોમાં શાનદાન સર્વશ્રેષ્ઠ છે; કેમકે આહારદાનથી તો ફક્ત એક જ વખત ક્ષુધા મટે છે, ઔષધિદાનથી એક સમયનો રોગ મટે છે, અભ્યદાનથી એક વારનું દુ:ખ મટે છે. પરંતુ જ્ઞાનદાનથી તો આત્મા રત્નત્રયની પ્રાપ્તિ કરીને આત્યંતિક મોક્ષ-સુખ પ્રાપ્ત કરી શકે છે. ૩. શિક્ષણ વિદ્યાર્થીઓને જો માત્ર ધર્મવિદ્યા જ ભણાવવામાં આવે તો આજીવિકા વિના ગૃહસ્થાશ્રમનો નિર્વાહ દુ:સાધ્ય બનશે, તેથી ધર્મવિદ્યાની સાથે સાથે લૌકિક વિદ્યા અવશ્ય શીખવવી જોઈએ. જે જાતિમાં લૌકિક અને પારમાર્થિક બન્ને પ્રકારનું શિક્ષણ અપાતું હોય અને ધનવાન લોકોની સંખ્યા મોટી હોય તે ાંત (લોકસમુદાય) જગતમાં ઉન્નત અને સન્માનનીય સમજવામાં આવે છે. જે જાતિ ધન અને વિદ્યાર્થી રહિત હોય છે તે જાતિને હીન શ્રેણીમાં ગણવામાં આવે છે. માનવજીવનની ઉન્નતિના બે મુખ્ય ભેદ છે : (૧) પારમાર્થિક ઉન્નતિ અને (૨) લૌકિક ઉન્નતિ. આ બન્ને પ્રકારની ઉન્નતિના મુખ્ય સાધક વિદ્યા, ધન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249006
Book TitleGuru Gopaldasji Bariyya
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size386 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy