________________
૪૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
૧૪, વિ. સં. ૧૯૪૯માં તેમણે દિગંબર જૈન સમાજની સ્થાપના કરી. વિ.સં. ૧૯૫૩માં ભારતવર્ષીય દિગંબર જૈન પરીક્ષાલયની સ્થાપના થઈ જેનું કુશળ સંપાદન તેમના હાથે થયું. પંડિતજીની કીર્તિના મુખ્ય સ્તંભ જેવા “જૈનમિત્ર'નું પ્રકાશન વિ. સે. ૧૯૫૬માં શરૂ થયું. કુંડલપુરમાં તેમણે માત્ર બે-ત્રણ વિદ્યાર્થીઓથી શરૂ કરેલી સ્વતંત્ર પાઠશાળા આજે “જેનસિદ્ધાંત વિદ્યાલય”ના નામથી પ્રસિદ્ધ છે. તેના દ્વારા જૈન સમાજને જૈનધર્મનાં મોટાં-મોટાં શાસ્ત્રોનું અધ્યયન કરાવનારા અનેક પંડિતો મળ્યા છે.
સામાજિક ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનને કારણે સરકાર તરફથી મોરેનાના માનદ્ મેજિસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. જૈન સમાજ અને જૈનધર્મમાં તેમના અદૂભૂત યોગદાનને કારણે મુંબઈની પ્રાંતીય સભાએ “સ્વાદુવાદવારિધિ', ઇટાવાની જનતત્ત્વ પ્રકાશિની સભા દ્વારા “વાદીગજકેસરી' તથા કલકત્તાના ગવર્મેન્ટ સંસ્કૃન કૉલેજના પંડિતોએ તેમને “ન્યાયવાચસ્પતિ'ની પદવીઓ એનાયત કરી. આ બધી પદવી પ્રાપ્ત કરાવનાર અદ્દભુત વકતૃત્વકળા પંડિતજીને અભ્યાસથી જ પ્રાપ્ત થઈ હતી. તેઓ બે-ત્રણ કલાક કોઈ પણ સૈદ્ધાંતિક વિષય ઉપર અખલિત રીતે બોલી શકતા પણ તેમનાં વ્યાખ્યાનો માત્ર વિદ્વાનોને જ સમજાય તેવાં હતાં. અનેક શાસ્ત્રાર્થોમાં તેમણે વિજય મેળવ્યો હતો, પરંતુ તેમને સંસ્કૃતનું પદ્ધતિસરનું જ્ઞાન નહોતું. આથી તેઓ કહેતા કે મહાપાધ્યાયો સાથે શુદ્ધ સંસ્કૃતમાં બોલવાની શક્તિ ન હોવાથી પોતે તેમની સાથે જાહેર વાદવિવાદમાં ઊતરી શકતા નથી.
સાહિત્યનિર્માણ : પંડિતજીની પઠિન વિદ્યા ઘણી ઓછી હોવા છતાં, વ્યાકરણનું સંપૂર્ણ જ્ઞાન ન હોવા છતાં, અને ગુરુ દ્વારા તો નામમાત્રનું જ જ્ઞાન મેળવ્યું હોવા છમાં સ્વાવલંબન, સતત સ્વાધ્યાયશીલતા અને નિરંતર અભ્યાસની લગનીથી તેમણે અગાધ પાંડિત્ય મેળવ્યું હતું. પંડિતજી જીવનભર વિદ્યાર્થી રહ્યા, જિજ્ઞાસુ રહ્યા. વિદ્યાથઓને નિરંતર અભ્યાસ કરાવતા હોવાથી, તેમની શંકાઓના સમાધાન માટે તેમણે જૈનધર્મના સર્વા ઉપલબ્ધ વિશિષ્ટ ગ્રંથોનો સૂક્ષ્મતાથી અભ્યાસ કર્યો હતો. આમ તેઓ ન્યાય અને ધર્મશાસ્ત્રના અજોડ વિદ્વાન થઈ ગયા. સાહિત્યક્ષેત્રે તેમનું પ્રદાન મુખ્યત્વે આ પ્રમાણે રહ્યું :
તેમના લખેલા ત્રણ ગ્રંથો છે: (૧) જેન સિદ્ધાંત દર્પણ (૨) સુશીલા ઉપન્યાસ (૩) જૈન સિદ્ધાંત પ્રવેશિકા. જેન સિદ્ધાંત દર્પણ માત્ર એક જ ભાગમાં લખાયેલો ગ્રંથ છે. જો તેના બધા જ ભાગો લખવામાં આવ્યા હોત તો તેનું સ્થાન જેન-સાહિત્યમાં ઘણું અગત્યનું બની રહ્યું હોત.
સુશીલા ઉપવાસ” એ સમયના ઉપન્યાસોમાં એક સારી રચના ગણાય છે. ઉપન્યાસ હોવા છતાં પણ જનધર્મના કેટલાક ગંભીર વિષયોને તેમાં યોગ્ય રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org