________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા પિતાના ગચ્છના શ્રાવકે કરવા સારૂ રાત્રી દીવસ શ્રાવકને મીઠાં વચન કહે અને કોઈ અન્ય ગચ્છી સાધુ પાસે આવે તો હેના સામું પણ જોવાય નહિ, એક શેરીનું કૂતરૂ જેમ અન્ય શેરીના કૂતરાને મળે અને તેની અવસ્થા થાય, તેવી અવસ્થા થાય. આમ ઘણું લેકે ગચ્છની હાલના કાળમાં દશા વર્ણવે છે. જો આમાને કેટલેક ભાગ ખરે હોય તે ખરેખર ગુણાનુરાગને દેશવટે અપાયે છે એમ સમજી લેવું.
સાધુઓના ગચ્છની આવી દશા દેખીને કેટલાક નવો પંથ કાઢે, અને સાધુઓના કુસંપને લાભ લેઈ તેવા પંથે ચાલી શકે, અને જૈન સનાતન સંધના ધમો નાશ પામે તેમાં ગચ્છના આચાર્યો તથા સાધુઓને દોષ છે.
સંપ્રતિકાળમાં પ્રાયઃ ગુણાનુરાગને બદલે દોષદષ્ટિ વધી પડી છે. શ્રાવિકેમાં પણ તેવી દશા પ્રાયઃ દેખવામાં આવે છે, નવા પંથ કાઢનારાઓ પણ ફક્ત જૂનાને નિદે છે, સાધુ અને સાધ્વીઓને નિદે છે, અને આ અવળું સમજાવે છે; પણ ગુણાનુરાગની દૃષ્ટિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. નવા પંથવાળાઓ સનાતન પંથવાળાએનું દરેક કૃત્ય મૂળમાંથી ખેદી કાઢવા પ્રયત્ન કરે છે, એટલું જ નહિ; પણ નવા પંથના રાગથી અનેક પા. ખંડ કરી મત વધારવા ધારે છે, સાધુઓએ તથા શ્રાવકોએ પરસ્પરના ગચ્છના વિકાન સાધુઓ પર ગુણાનુરાગ ધારણ કરવું જોઈએ. પરગચ્છના વિદ્વાનની કેઈની આગળ નિંદા કરવી નહિ, તેઓ બુરૂ કરે તે પણ તેઓના છતા વ અછતા દેને પ્રકાશ કરવો નહીં. પરગચ્છની સાથે પણ વિશાળ દષ્ટિ રાખી ભાતૃભાવ ધારણ કરે, પોતાના ગચ્છના વિદ્વાન સાધુઓની પણ કદી પ્રાણાતે નિંદા કરવી નહિ. શ્રાવકેએ પણ ભિન્નભિન્ન ગ૭વાળાઓ ઉપર ગુણાનુરાગ ધારણ કરે, જે ગુણુનુરાગ ધારણ નહિ કરવામાં આવે તે સાધુવર્ગ વા ગરછને નાશ થશે, તેમાં સંશય નથી, કારણ કે નિંદકાની તથા તેમના ધર્મની પડતી થયા વિના રહેતી નથી, પિતાના ગચ્છના વિ. દ્વાન સાધુઓ વા મૂખે સાધુઓની પણ છતા વા અછતા દોષની નિંદા કરવી નહિ, એટલું જ નહિ, પણ દુનિયાના ગમે તે મનુષ્યની સાધુએ નિંદ્મા કરવી નહિ. સ્વદર્શની હેય વા પરદર્શની હોય તે પણ કેઈન છતા વા અછતા દેશે પ્રકાશવા નહિ.
- સાધુઓ કેઈન પણ દેશે પ્રકાશે નહિ, અને ગુણાનુરાગ ધારણ કરે તે ધર્મમાં ઘણું મનુષ્યને દાખલ કરી શકે, ગુણાનુરાગની દષ્ટિ ખીલવવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરે. પરની નિંદા કરવાથી જગતમાં મેટી લડાઈ થઈ છે, ઇતિહાસ પણ તે બાબતની સાક્ષી આપે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓની નિંદા કરવાથી ઉલટા તેઓ સામા ધર્મ ઉપર ષ ધારણ કરે છે, તેથી ઘણુ કાળ પર્યત સત્યધર્મના ઉપાસક તે બની શકતા નથી,
For Private And Personal Use Only