________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજ્ઞપ્તિ પત્ર
સુજ્ઞ સ્વયમી અધુ,
આપ જાણતાજ હશે કે અમદાવાદમાં મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજીના ઉપદેશથી શેઠ લલ્લુભાઈ રાયચંદ અને અન્ય સભાવીત સગૃહસ્થાની સહાયતાથી છેલ્લાં ચાર વર્ષ થયાં શ્રી જૈન શ્વેતાંખર ખેડીંગ નામની એક સંસ્થા ખેાલવામાં આવી છે. તેના હાલ ૮૫ વિદ્યાર્થીઓ લાભ લે છે; આ બેડીંગને નાણાં સંબંધી મદદ કરવાના હેતુથી અધ્યાત્મ ના. પ્ર. મ. તરફથી ‘બુદ્ધિપ્રભા’ નામનું માસીક એ વરસથી પ્રગટ થાય છે. તેમાં પુજ્યગુરૂવર્ય મુનિ શ્રી બુદ્ધિસાગરજીના તેમજ કેટલાક જૈન વિદ્વાનેાના લેખા પ્રગટ થાય છે. થાડાજ સમયમાં તેના ગ્રાહકની સખ્યા ૧૦૦૦ જેટલી થવા પામી છે અને જૈન કામમાં તે સારી રીતે વખણાતું થયું છે. આ માસિકના ગ્રાહક થવાથી એ પ્રકારના લાભ મેળવવાની તક મળે છે. એક તે ઉત્તમ પ્રકારના જૈન ધર્મ સંબધી લેખાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેની સાથે આ માસીકમાંથી જે કાંઈ ના રહે તે આડીગમાં ખરચાવાના હોવાથી બાગને પણ સહાય આપવાનું પુણ્ય હાંસીલ થાય છે. “ પંચકી લકડી એર એકકા મેાજ ” એ કહેવત અનુસાર માસીકના ગ્રાહકાની સ ંખ્યા વૃદ્ધિ પામવાથી બાડીં ગને વાર્ષીક સારી આવક થવાની આશા રહે છે, માટે આપ આ માસીકના ગ્રાહક થઈ આવા શુભ કાર્યને બનતું ઉત્તેજન આપશે.
*
આ માસિકનું લવાજમ પોસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલું છે, સ્થાનિક ગ્રાહકોને રૂ. ૧-૦-૦ ભરવાના છે.
- માસીકના ગ્રાહકોને ઓછી કીંમતે પુસ્તકા મળવાના પ્રસ ગેાપાત લાભ મળે છે.
બુદ્ધિપ્રભા ઓફીસ. શ્રી જૈન શ્વેતાંબર ખેડીંગ. નાગારીસરાહ–અમદાવાદ
લી.
શકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ, વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા ’
For Private And Personal Use Only