Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વધર્મના સત્ય વિચારો દર્શાવવા, પરધર્મના જે અસત્ય વિચારે હોય તે પણ યુક્તિથી મધુર વચને જણાવવા. સત્ય ધર્મનું સ્થાપન કરવું અને અસત્ય કે જે ધર્મથી કરોડે મનુષ્ય દુર્ગતિમાં પડે તેનું અનેક સિદ્ધાંતની યુક્તિઓથી ખંડન કરવું તેથી ગુણાનુરાગ નાશ પામતું નથી. કોઈની જાતિ નિંદા કરવી નહીં–સત્યધર્મ તે જ ખરેખર ગુણ છે, માટે તેના ઉપર અનુરાગ કરે, અન્ય ધર્મમાં રહેલાં મનુષ્યોની છતા વા અછતા દેવ પરત્વે જાત ટીકા કરવી નહિ, અન્ય વ્યક્તિની જાત ટીકા, દે. બેલી કરવી નહિ. એમ કરવાથી અન્ય ધર્મનાં મનુષ્ય પણ સત્ય ધર્મવાળાના સહેવામાં આવશે, અને સત્યધર્મ રહણ કરશે. કોઈ સ્વધર્મ બંધુઓની મત્સરથી નિંદા કરવી નહીં. હમેશ નિંદાનું ભાષણ નહિ કરવાથી મનુષ્ય જૈન ધર્મની ઉન્નતિ કરી શકે છે, સણું દષ્ટિથી ધર્મની વા દેશની ઉન્નતિ થઈ શકે છે. गुंणरयणमंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणो, मुलहा अन्नभवंमिय, तस्स गुणा हुंति नियमेणं ॥ २७ ॥ ભાવાર્થ-ગુણરત્નોથી વિભૂષિત પુરૂષેનું જે શુદ્ધ મનવાળે તે કર્તા કહે છે કે ગુણિઓનું બહુમાન કરે છે. તેને અવશ્ય તે તે ગુણો પરભવમાં બહુમાન કરતાં તે તે : ગુણે સુલભ થાય છે સુખથી પ્રાપ્ત થાય છે. ગુણીના ગુણ આવતાં તે તે ગુણે પિતાનામાં પ્રગટી શકે છે, સદગુણે ઉપર રાગ થયા વિના ગુણીજનેનું બહુમાન થતું નથી. જ્યારે સગુણ ઉપર રાગ થાય છે ત્યારે તેવા સગુણે પ્રાપ્ત કરવા ઉદ્યમ પણ થાય છે. સાધુઓની સેવા પણ થાય છે, પણ જે ગુણાનુરાગ ન હોય તે કોઈ પણ ગુણ માટે પ્રયત્ન થઈ શકે નહીં. આ ભવમાં જે સાધુઓ અને સાધ્વીઓ નજરે દેખાય છે. તેઓએ અવશ્ય પૂર્વભવમાં સાધુ ધર્મ ઉપર ગુણાનુરાગ ધારણ કરેલો હોવો જોઈએ. આ ભવમાં જે બ્રહ્મચારી છે, તેઓએ અવશ્ય પૂર્વભવમાં શીલગુણાનુરાગ કરેલે હે જોઈએ. આ ભવમાં જેઓ ધ્યાન અને સમાધિને આદરે છે, સમાધિમાં રહે છે. તેથી સિદ્ધ થાય છે કે પૂર્વ ભવમાં તેઓએ ધ્યાન અને સમાધિને અભ્યાસ આદરેલ હોવો જોઈએ, તેથી પૂર્વભવના સંસ્કારથી આ ભવમાં તેઓને તે પર પ્રીતિ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મના જે જે સગુણો જેનામાં વિશેષ વિશેષતઃ દેખવામાં આવે છે તેનું કારણ કે તે તે ગુણોને રાગ કરી પૂર્વભવમાં તદ્દત ગુણ ધારકેએ અભ્યાસ કરેલ હે જોઈએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણાનુરાગ પરભવમાં વિશેષ પ્રગટવા માટે મદદગાર થાય છે. પૂર્વેત સિદ્ધાંત પરિપૂર્ણ હૃદયમાં ઉતારીને હવે આ ભવમાં પણ ગુણને જ રાગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28