Book Title: Gujarat nu Pratham Itihas Kavya Author(s): Jayant P Thaker Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 4
________________ ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય ૭ નિર્મક્ષિક બનેલા કૂવામાં રાજાએ વિનાવિલંબે ઝંપલાવ્યું અને ઊષનો ઘડો (વટી) ભરીને તત્કાળ બહાર કૂદી આવ્યો, અને ઊથ સાથે તે નાગદમ્પતીને બર્બરકાદિના રક્ષણ નીચે પાતાલમાં મોકલી દીધું. (કક્ન અને વિનતાની પૌરાણિક કથા અહીં સરખાવવા યોગ્ય છે. નાગ લોકો સાથેનો ગુજરાતનો ઐતિહાસિક સંબંધ પૌરાણિક જેવા લાગતા આ કથાનક દ્વારા વર્ણવાયો છે એમ સમજવું ) ચૌદમા સર્ગમાં પણ ચમત્કારકથા આવે છે. યોગિનીઓના ચમત્કારને ન ગણકારતાં પોતાની પ્રતિમા બનાવી કામણપૂર્વક તેને બાળી નાખવાને પ્રવૃત્ત થયેલી બહુરૂપી યોગિની કાલિકાને હરાવી કર્મવીર જયસિંહે માળવાના વિદ્યાપ્રેમી રાજા યશોવર્મા ઉપર ચિરસ્મરણીય વિજય પ્રાપ્ત કર્યો અને અને પંદરમાં સર્ગમાં તે ભગવાન સોમનાથની કૃપાથી સુવર્ણસિદ્ધિ મેળવી “સિદ્ધરા” બન્યો. કેદારનાથના માર્ગને તેણે દુરસ્ત કરાવેલો, શ્રીસ્થળમાં રૂદ્રમહાલય તથા જૈન ચેલે બંધાવેલાં, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને જૈન તથા જૈનેતર મન્દિરો બંધાવેલાં, સૌરાષ્ટ્રમાં સિંહપુર(શિહોર)ની સ્થાપના કરેલી–આ બધી વિગત પણ આ સર્ગમાં મળે છે. સોળમા સર્ગથી કુમારપાલની કથા શરૂ થાય છે અને ત્રણ સર્ગમાં સપાદલક્ષ (અજમેર)ન, આનરાજે તેના હાથે ખાધેલી હારનું મનોહર વર્ણન આપેલું છે; જ્યારે ઓગણીસમાં સર્ગમા કુમારપાલ આન્ન (અર્ણોરાજ)ની પુત્રી જહૃણાને પાટણમાં પરણે છે અને તેનો બ્રાહ્મણ સેનાપતિ કાક––શ્રી મુનશીની નવલકથાઓમાં અમર બનેલો મંજરીપતિ કાક-અવન્તિના બલ્લાલ ૫ર વિજય પ્રાપ્ત કરે છે. સ્વાભાવિક રીતે જ ઉભયપક્ષસ્થ બીજા અનેક રાજાઓનો ઉલ્લેખ અહીં મળે છે. આજે પણ ગુજરાત ઉપર જેની અસર છે તે કુમારપાલની પ્રખ્યાત મનોરિઘોષળાનું વિશમાં સર્ગમાં વિસ્તૃત વર્ણન આપેલું છે. આમલકૈકાદશી(ફાલ્ગન શુક્લ ૧૧)ના વૈષ્ણવ પર્વના દિવસે ત્રણ–ચાર દીન પશુઓને ખાટકીને ત્યાં વેચવા ખેંચી જતા એક માણસને જોઈ દયાર્દ બનેલા તે મહારાજાએ મૃષાભિભાષણ, પરદારગમન, જÇવધ, માંસભક્ષણ અને મદ્યપાનનો નિષેધ ફરમાવ્યો તેટલું જ નહિ, પણ તેથી જેને નકસાન થાય તેમ હતું તેવા બધાને ત્રણ ત્રણ વર્ષ ચાલે તેટલું ધાન્ય આપ્યું જેથી પોતાની આજ્ઞાનો કડક અમલ થાય. તદુપરાન્ત, એક મધ્યરાત્રે કોઈ સુન્દરીનું કરુણ રુદન સાંભળી રાજા તે તરફ ગયો તો એક વૃક્ષ સાથે પાશ બાંધી તે આત્મહત્યાની તૈયારી કરતી હતી. પૃછા કરતાં જણાયું કે તે યુવતીના પુત્ર તેમ જ પતિ ગુજરી જવાથી નિયમ મુજબ તેનું સઘળું ધન રાજાને જશે અને તેથી તે સાવ નિરાધાર થઈ જતાં આત્મહત્યા એ જ તેના માટે એકમાત્ર માર્ગ હતો. કૃપાળુ રાજાએ તેને આશ્વાસન આપ્યું કે “રાના તેડર્થ ન રહતા હતા”-–“આ રાજ તારું ધન નહીં લઈ લે, નહીં લઈ લે”—અને વિનાવિલંબે અપુત્રમૃતધન પરનો રાજયનો હક ઉઠાવી લીધો. આ રીતે મધ્યયુગમાં સમાજસુધારણાનો નવો ચીલો પાડનાર અને કેદારપ્રસાદ તથા સોમનાથમન્દિરનો જીર્ણોદ્ધાર કરાવી સ્વપ્નાદેશાનુસાર ગૂર્જરપુર-પાટણમાં કુમારપાલેશ્વરની સ્થાપના કરનાર જ પાર્શ્વનાથનાં ચયો બંધાવનાર લોકપ્રિય રાજા કુમારપાલને આ પ્રમાણે આશીર્વાદ આપી સંસ્કૃત દ્વયાશ્રય કાવ્ય પૂરું થાય છે. आयुष्मान् भव भूपता ३ इ अजय ३ () शान्त्या ३ सुबुद्धा ३ वृषी (३) ञ् जिष्णा ३ वूर्ज तदै ४ न्दवे जय चिरं चौलुक्यचूडामणे । क्ष्मानृण्यीकरणात्प्रवर्तय निज संवत्सरं चेत्यृषि वाघोषत्सु सदा नृपः पदविधिर्यद्वत्समर्थोभवत् ॥१०॥ અર્થાત- “હે રાજા ! તું આયુષ્માન થા. હે સુબુદ્ધિ! શાતિમાં તું ઋષિઓથી પણ ચઢી જા. હે જિગુ! તું બલિઇ બન. હે ચન્દ્રવંશી ! હે ચૌલુક્યચૂડામણિ! ચિરકાલપર્યન્ત વિજયી થા ! અને પૃથ્વીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7