Book Title: Gujarat nu Pratham Itihas Kavya
Author(s): Jayant P Thaker
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 3
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આઠમા સર્ગમાં દુર્લભરાજના નાનાભાઈનાગરાજના પુત્ર ભીમદેવ કે ભીમરાજ (વિ. સં. ૧૦૭૮૧૧૨૦)ના યશસ્વી અને નીતિમય શાસનનું તેમ જ પરાક્રમી સિન્ધરાજ હમ્મુકને તેણે કન્વયુદ્ધ કરી હરાવેલો તેનું સુન્દર આલેખન મળે છે. - સિધુવિજય પછી નવમા સર્ગમાં ભીમદેવ ચેદિ (મધ્યપ્રદેશ) તરફ વળ્યો, પરંતુ તેના દૂત દામોદર દ્વારા (કર્ણાટક, ગુજરાત અને ચેદિ ત્રણેએ સાથે હુમલો કરી હરાવેલા) માલવપતિ ભોજની સુવર્ણમણપિકા અને બીજાં નજરાણું મોકલી ચેદિરાજે સન્ધિ કરી લીધી. પરાક્રમી ભીમ પછી તેના એક પુત્ર ક્ષેમરાજે રાજ્ય ન રવીકારતાં નાના કરાજ(વિ. સં. ૧૧૨૦ – ૧૧૫૦)ને ગાદી મળે છે. કર્ણ અને દક્ષિણમાં આવેલા ચન્દ્રપુરના જયકેશીની પુત્રી મયણલ્લાદેવી(મીનળદેવી)ના ચિત્રદર્શનથી ઉદ્ભવેલા પ્રેમલગ્નનું અતિસુન્દર ચિત્રણ પણ આ જ સર્ગમાં આવે છે. દશમા સર્ગમાં કર્ણરાજના તપથી પ્રસન્ન થઈ શ્રીલક્ષ્મી પ્રતાપ તેમ જ પુત્ર માટે વરદાન બક્ષે છે, અને ૧૧મામાં “ગુજરાતનો નાથ” જયસિંહ (વિ. સં. ૧૧૫૦–૧૧૯૮) શાસક બને છે. બારમા સર્ગમાં શ્રીસ્થળ(સિદ્ધપુર)ને બ્રાહ્મણોને પરેશાન કરનાર રાક્ષસરાજ (ખરી રીતે ભિલરાજ) બર્બરક સાથે કન્વયુદ્ધ કરી જયસિંહ તેને પોતાનો દાસ બનાવે છે અને તેને શ્રીસ્થળનો જ રક્ષક સ્થાપે છે. “બાબરા ભૂત” તરીકે લોકપ્રવાદમાં ખ્યાતિ પામેલા એ જિલરાજના ચમત્કારોનો પણ કવિ અહીં પરિચય કરાવે છે. તેરમા સર્ગમાં બીજો એક રસિક પ્રસંગ વર્ણવેલો છે. મહારાજા જયસિંહ રાત્રે વિક્રમની માફક, વેષ પરિવર્તન કરીને પ્રજાનાં સુખદુઃખ તથા વિચારો જાણવા નીકળી પડતો. એક રાત્રે કોઈ સ્ત્રીના કરણ શબ્દો તેને કાને પડતાં તે તે બાજુ ગયો અને પૃછા કરતાં આ પ્રમાણે જાણવા મળ્યું : - પાતાલમાં નાગલોકની ભોગવતી નામની નગરીમાં વાસુકિને માનીતો નાગરાજ રત્નચૂક રહેતો હતો. તેના પુત્ર કનકચૂડ નાગે એક વખત પોતાના સહાધ્યાયી દમન સાથેના વાદવિવાદમાં પત્નીને હોડમાં મૂકી. અહીં તેણે ભૂલ કરેલી અને સ્વાભાવિક રીતે જ દમન લવલીની વેલીને હેમન્તતુમાં પુષ્પો આવે છે તેવું પ્રત્યક્ષ બતાવી હતી ગયો. છતાં કનકચૂડ પાસે પત્નીની મુક્તિનો એક ઉપાય હતો. ઘણું સમય પહેલાં વરુણના વરદાનને પ્રતાપે હુલ્લડ નામના ફણીએ પાતાલલોકને જલમાં ડુબાડવાનો વિચાર કરેલો, જેથી ગભરાયેલા નાગો તેને શરણે ગયેલા અને હુલ્લડે શાસન ફરમાવેલું કે પ્રતિવર્ષ ઉત્તરાયણે એક એક નાગે કાશ્મીરમાં કાયમ રહેતા પોતાની સ્તુતિપૂજા કરવા આવવું. તે બાદ હિમથી દુર્ગમ તેવા કાશ્મીર દેશમાં હુલ્લડ ચાલ્યો ગયો અને પૂર્વે સમગ્ર પૃથ્વીને પણ ઉખેડી નાખીએ” એવાં બણગાં ફૂંકનારા સ હુલ્લડના કોપના ભયથી દર વર્ષે વારા પ્રમાણે નિયમિત રીતે તેની પૂજા અર્થે જવા લાગ્યા. આ વર્ષે દમનનો વારો આવ્યો હતો, એટલે હિમના દાહથી બચવા તેણે કનકચૂડ પાસે શરત મૂકી કે જે તે તેને હિમશ્ન ઊષ લાવી આપે તો પોતે તેની પત્નીને પણમાંથી મુક્ત કરે. આથી છેલો દાવ અજમાવવા કનકચૂડ પાટણ આવેલો અને એક ઊંડા કૂવામાંથી ઊષ લાવવા તે તેમાં પડવા જતો હતો, પરંતુ તે અંધારો કૂવો વમુખી મક્ષિકાઓથી વ્યાપ્ત હોવાથી તેમાંથી જીવતા પાછા આવવાની આશા રખાય તેમ ન હતું, તેથી તેની પત્ની પણ સહગમન કરવા તત્પર થઈ હતી અને પોતાને ન વારવા પતિને વિનવતી હતી. - આ વૃત્તાન્ત સાંભળી આશ્વાસન આપી બાહોશ રાજ જયસિંહદેવે કાંઠા પરના વેતસવૃક્ષને વેગપૂર્વક મારવા માંડયું. તેના અવાજથી કુવામાંથી માખીઓ એકદમ ઊડી ઉપર આવતી રહી. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7