Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય
પ્રા૦ જયન્ત કે. ઠાકર, એમ્. એ., કોવિદ્
આપણા દેશમાં પ્રાચીન કાળમાં આજના જેવી ઇતિહાસદૃષ્ટિ ખીલેલી ન હતી તે દોષ આપણી સામે વારંવાર ધરવામાં આવે છે. પ્રાચીનોની ઇતિહાસની વ્યાખ્યા બહુ વ્યાપક હોવાથી તેમાં પ્રચલિત આખ્યાયિકાઓ તથા પૌરાણિક કથાઓ પણ સમાઈ જતી. આ જ કારણે રામાયણ અને મહાભારત બહુ દળદાર બનેલાં છે. તે વખતે ચરિત્રગ્રન્થો પણ જવલ્લે જ લખાતા, કારણ કે ધર્મને બહુ પ્રાધાન્ય મળવાથી ચમત્કારિક જીવનનું જ ચરિત્રચિત્રણ કરવાનું યોગ્ય લેખાતું. પાંચમી શતાબ્દીના મહાયંસો પછી છેક સાતમી સદીના બાણુના દૂષત્વરિતમાં કાંઇક ઐતિહાસિક તત્ત્વ મળે છે તેમ કહી શકાય. આ વ્રેરિતના ચતુર્થ ઉચ્છ્વાસમાં ‘ દૂર્નર ' શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ જોવા મળે છે. ત્યાં સમ્રાટ્ હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને ‘જૂનપ્રજ્ઞા : 'ગુજરાતને જાગરણ કરાવનાર—કહ્યો છે.
મુસલમાનોના સમ્પર્ક બાદ, વિક્રમના દશમા શતક પછી આપણે ત્યાં ઐતિહાસિક સામગ્રી અર્પનારા પ્રબન્ધો રચાવા લાગ્યા. વેરવિખેર ઐતિહાસિક સામગ્રીવાળા આવા સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશમાં લખાયેલા ગ્રન્થોમાં ખારમા શકતમાં રચાયેલી કાશ્મીરી કવિ કલ્હણકૃત રાતક્ત્તિળી ખાસ નોંધપાત્ર છે; કેમ કે તે બીજાની માફક કેવળ સ્તુતિથી નહિ અટકતાં રાજાનાં દૂષણો પણ આલેખે છે. અગિયારમી સદીમાં થઇ ગયેલા, વિમાવપતિના રચયિતા, કાશ્મીરના કવિ બિહણના પૂર્ણમુન્દ્રી નાનો નાયક ગુજરાતનો રાજા અને પ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહનો પિતા કર્ણદેવ સોલંકી છે અને તેના કવિકલ્પિત વસ્તુમાં ઐતિહાસિક તત્ત્વો ખીજરૂપે મળે છે.
ગુજરાતને માટે એ એક ગૌરવનો વિષય છે કે ભારતના બીજા કોઈ પણ રાજવંશ કરતાં ગુજરાતનાં ૩૦૦ વર્ષ જેટલા લાંબા શાસનકાળવાળા ચૌલુક્યવંશના ઋતિહાસની સામગ્રી અતિવિપુલ પ્રમાણમાં મળી શકી છે તેવું ડૉ. બ્યૂલર જેવાએ પણ કબૂલ કર્યું છે. [જુઓ ‘ યિન ઍન્ટિકવરી,’ ગ્રન્થ ૬, પૃ. ૧૮૦]
ગુજરાતના ઇતિહાસના આલેખનના વિષયમાં વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં તથા ૧૩માના પૂર્વાર્ધમાં થઈ ગયેલા, ગુજરાતના એ મહાન રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમકાલીન અને કલિકાલસર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરનારા મહાન્ જૈન આચાર્ય શ્રીહેમચન્દ્રસૂરિનું સ્થાન મોખરે છે. તેમણે ‘ ગુજરાતના નાથ ’ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી સિદ્ધહેમરાન્દ્રાનુરાસન નામક નૂતન સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ રચ્યું છે, જેના આઠે અધ્યાય છે અને દરેક અધ્યાય ચાર ચાર પાદમાં વહેંચાયેલો છે. આ બત્રીસે પાદને અન્તે પ્રશસ્તિનો એક-એક શ્લોક મૂકી તેમાં ગુજરાતમાં ચૌલુક્યવંશના સ્થાપક મૂળરાજથી માંડીને પોતાના સમકાલીન અને શિષ્ય કુમારપાલ સુધીના આડે રાજાઓની ક્રમબદ્ધ નામાવલિ આપેલી છે. આ વ્યાકરણના નિયમોનાં તે જ ક્રમમાં ઉદાહરણો આપવા અર્થે ગુજરાતના આ મહાન સાહિત્યાચાર્યે સંસ્કૃત-પ્રાકૃત યાશ્રયકાવ્યની રચના કરી છે, જેમાં ઉપરિનિર્દિષ્ટ ૩૨ શ્લોકોને વિસ્તારીને મૂલરાજ (વિ. સં. ૯૯૮થી ૧૦૫૩)થી કુમારપાલ (વિ. સં. ૧૧૯૯થી ૧૨૨૯) પર્યન્તનો ઇતિહાસ વણી લેવાનો પ્રશસ્ય પ્રયત્ન કરેલો છે. આમાં વલભીપુરના પ્રખ્યાત કવિ ભટ્ટિ(આશરે ઈ. સ. ૫૦૦ – ૬૫૦)ના વ્યાકરણકાવ્ય રાવળવા અથવા મદૃિાયની સરસાઈ કરવાનો પ્રયાસ હોવાનો સંભવ છે. તે ગમે તે હોય,
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય
પરંતુ ગુજરાતનો ૨૩૦ વર્ષને ક્રમબદ્ધ ઈતિહાસ નિદર્શતો આ પ્રથમ જ ગ્રન્થ છે, અને તે દૃષ્ટિએ તેનું મૂલ્ય ઘણું છે.
બીજી રીતે પણ આ કાવ્યનું મહત્ત્વ ઘણું છે. મૂલરાજ જ્યારે પાટણનો અધિપતિ થયો ત્યારે તે પ્રદેશ તો “સારસ્વતમvસ્ટ તરીકે જ ઓળખાતો હતો. (મૂળરાજના પોતાના વિ. સં. ૧૮૪૩ના દાનપત્રમાં પણ આ જ નામ આપેલું છે.) મૂલરાજ જયાંથી આવ્યો તે રાજપૂતાનામાંના શ્રીમાલભિન્નમાલની આસપાસનો પ્રદેશ ત્યારે “ગુર્જરત્ર – ગુઝરા - ગુર્જરઘેરા ” ગણાતો. ગુર્જરેશ્વર મૂલરાજ સારસ્વતમાલનો રાજા બન્યો તે પછી ગુર્જરેશનો પ્રદેશ તે “ગુરમugઢ–પુનરા–રાત્ર–ગુરતા' ગુજરાત કહેવાયો. આમ આપણા પ્રદેશને “ગુજરાત” નામ પણ મૂળરાજના સમયમાં જ મળ્યું. (‘ગુજરાત વિષે વિશે ચર્ચા માટે જુઓ ડૉ. ભોગીલાલ સાંડેસરાકૃત ઇતિહાસની કેડી' પૃ. ૧૭૧-૧૫૨). તદુપરાન્ત, આ પ્રદેશ સમૃદ્ધિની ઉચ્ચતમ કોટિએ પણ આ સોલંકીયુગમાં જ – સિદ્ધરાજ અને કુમારપાલના શાસનસમયમાં – પહોંચેલો. આ રીતે પુરાણકથાનુસાર જેનો મૂળપુરુષ બ્રહ્માના ચુલુક એટલે ખોબામાંથી ઉત્પન્ન થયેલો મનાય છે તે ચૌલુક્ય કે સોલંકીવંશનો યુગ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે મહત્ત્વનો યુગ ગણાય, અને દયાશ્રયમહાકાવ્ય પણ આ જ યુગનો ઈતિહાસ આપતું હોવાથી ગુજરાતના ઇતિહાસની દૃષ્ટિએ તેનું મહત્ત્વ અદ્વિતીય છે.
ઇતિહાસ અને વ્યાકરણ એ બે આલમ્બનોને કારણે આ અઠ્ઠાવીસ સર્ગના મહાકાવ્યને “ટૂથાશ્રય” નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વીસ સર્ગના સંસ્કૃત દયાશ્રયકાવ્યમાં મૂળરાજ સોલંકીની કારકિર્દીથી તે કુમારપાલના શાસનકાલ સુધીનો ઇતિહાસ આલેખી આઠ સર્ગના પ્રાકૃત દ્વયાશ્રયકાવ્યમાં કુમારપાલની અધરી કથાની પૂર્તિ કરવામાં આવી છે. આથી પ્રથમ વિભાગને “વૈદુર્યવરોલ્લીર્તન” તથા દ્વિતીય વિભાગને “કુમારપારિત” પણ કહેવામાં આવે છે.
હવે આપણે આ કાવ્યનું સંક્ષિપ્ત વસ્તુનિરીક્ષણ કરી લઈએ.
પહેલા સર્ગમાં અણહિલપાટક – પાટણ, રાજા મૂળરાજ, પ્રજાની સુખસમૃદ્ધિ તથા રાજા પ્રજાપ્રીતિનું સુંદર વર્ણન આપી પછીના ચાર સર્ગમાં સૌરાષ્ટ્રના પ્રજાપીડક ગ્રાહરિપુ ઉપરનો મૂલરાજનો વિજય વર્ણવ્યો છે. આ નિમિત્તે બન્ને પક્ષે ઉપસ્થિત અનેક રાજાઓનાં નામ આપવામાં આવ્યાં છે. ગ્રાહરિને તેની સ્ત્રીઓની આજીજીથી આંગળી કાપી છોડી મૂક્યો, જ્યારે તેનો મિત્ર કચ્છનો લક્ષરાજ–લોકકથાઓનો લાખો ફુલાણ–યુદ્ધમાં હણાયો.
છઠ્ઠા સર્ગમાં અંગ, વિધ્ય, પાડુ, સિધુ, વનવાસ (ઉત્તર કાનડા), શરજાચલ (દેવગિરિ), કોલાપુર, કમીર (તેના રાજા માટે “વીર” શબ્દ વાપયોં છે, શ્લોક ૨૩), કુર અને પાંચાલ (હિમાલયની તળેટીથી ચબલ નદી સુધીનો પ્રદેશ, જેની રાજધાની કામ્પીલ્યનગરમાં હતી) જેવા દૂર-દૂરના દેશોના રાજાઓ તરફથી મૂલરાજને ચરણે આવેલી વિશિષ્ટ ભેટોનું વર્ણન છે, જે પછી લાટના દ્વારપે મોકલેલ નિષિદ્ધ લક્ષણોવાળા ગજરાજને નિમિત્ત બનાવી તેના ઉપર યુવરાજ ચામુડરાજે મેળવેલો વિજય આલેખેલો છે.
સાતમાં સર્ગમાં કાશી તરફ જતા ચામુકરાજ(વિ. સં. ૧૯૫૩થી ૧૦૬)ને માલવાના રાજાએ લુંટતાં તેનો પુત્ર વલ્લભરાજ (વિ. સં. ૧૦૬૬) તેની આજ્ઞાથી માલવા પ્રતિ પ્રયાણ કરે છે, પરંતુ માર્ગમાં જ શીતળાના અસાધ્ય વ્યાધિથી તેનું મૃત્યુ થાય છે અને એ વાત છુપાવી સૈન્ય પાછું ફરે છે.
વલ્લભરાજ પછી રાજ્યારૂઢ થયેલા તેના ભાઈ દુર્લભરાજ (વિ. સં. ૧૦૬૬-૧૦૭૮) સાથેના મારવાડ (નર) ના રાજા મહેન્દ્રની બહેન દુર્લભદેવીના સ્વયંવરલગ્નનું તથા તે નિમિત્ત દુર્લભરાજના બીજા ઘણા રાજાઓ સાથેના યશઃપ્રદ યુદ્ધનું વર્ણન પણ આ જ સર્ગમાં આવે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આઠમા સર્ગમાં દુર્લભરાજના નાનાભાઈનાગરાજના પુત્ર ભીમદેવ કે ભીમરાજ (વિ. સં. ૧૦૭૮૧૧૨૦)ના યશસ્વી અને નીતિમય શાસનનું તેમ જ પરાક્રમી સિન્ધરાજ હમ્મુકને તેણે કન્વયુદ્ધ કરી હરાવેલો તેનું સુન્દર આલેખન મળે છે.
- સિધુવિજય પછી નવમા સર્ગમાં ભીમદેવ ચેદિ (મધ્યપ્રદેશ) તરફ વળ્યો, પરંતુ તેના દૂત દામોદર દ્વારા (કર્ણાટક, ગુજરાત અને ચેદિ ત્રણેએ સાથે હુમલો કરી હરાવેલા) માલવપતિ ભોજની સુવર્ણમણપિકા અને બીજાં નજરાણું મોકલી ચેદિરાજે સન્ધિ કરી લીધી.
પરાક્રમી ભીમ પછી તેના એક પુત્ર ક્ષેમરાજે રાજ્ય ન રવીકારતાં નાના કરાજ(વિ. સં. ૧૧૨૦ – ૧૧૫૦)ને ગાદી મળે છે. કર્ણ અને દક્ષિણમાં આવેલા ચન્દ્રપુરના જયકેશીની પુત્રી મયણલ્લાદેવી(મીનળદેવી)ના ચિત્રદર્શનથી ઉદ્ભવેલા પ્રેમલગ્નનું અતિસુન્દર ચિત્રણ પણ આ જ સર્ગમાં આવે છે.
દશમા સર્ગમાં કર્ણરાજના તપથી પ્રસન્ન થઈ શ્રીલક્ષ્મી પ્રતાપ તેમ જ પુત્ર માટે વરદાન બક્ષે છે, અને ૧૧મામાં “ગુજરાતનો નાથ” જયસિંહ (વિ. સં. ૧૧૫૦–૧૧૯૮) શાસક બને છે.
બારમા સર્ગમાં શ્રીસ્થળ(સિદ્ધપુર)ને બ્રાહ્મણોને પરેશાન કરનાર રાક્ષસરાજ (ખરી રીતે ભિલરાજ) બર્બરક સાથે કન્વયુદ્ધ કરી જયસિંહ તેને પોતાનો દાસ બનાવે છે અને તેને શ્રીસ્થળનો જ રક્ષક સ્થાપે છે. “બાબરા ભૂત” તરીકે લોકપ્રવાદમાં ખ્યાતિ પામેલા એ જિલરાજના ચમત્કારોનો પણ કવિ અહીં પરિચય કરાવે છે.
તેરમા સર્ગમાં બીજો એક રસિક પ્રસંગ વર્ણવેલો છે. મહારાજા જયસિંહ રાત્રે વિક્રમની માફક, વેષ પરિવર્તન કરીને પ્રજાનાં સુખદુઃખ તથા વિચારો જાણવા નીકળી પડતો. એક રાત્રે કોઈ સ્ત્રીના કરણ શબ્દો તેને કાને પડતાં તે તે બાજુ ગયો અને પૃછા કરતાં આ પ્રમાણે જાણવા મળ્યું :
- પાતાલમાં નાગલોકની ભોગવતી નામની નગરીમાં વાસુકિને માનીતો નાગરાજ રત્નચૂક રહેતો હતો. તેના પુત્ર કનકચૂડ નાગે એક વખત પોતાના સહાધ્યાયી દમન સાથેના વાદવિવાદમાં પત્નીને હોડમાં મૂકી. અહીં તેણે ભૂલ કરેલી અને સ્વાભાવિક રીતે જ દમન લવલીની વેલીને હેમન્તતુમાં પુષ્પો આવે છે તેવું પ્રત્યક્ષ બતાવી હતી ગયો. છતાં કનકચૂડ પાસે પત્નીની મુક્તિનો એક ઉપાય હતો.
ઘણું સમય પહેલાં વરુણના વરદાનને પ્રતાપે હુલ્લડ નામના ફણીએ પાતાલલોકને જલમાં ડુબાડવાનો વિચાર કરેલો, જેથી ગભરાયેલા નાગો તેને શરણે ગયેલા અને હુલ્લડે શાસન ફરમાવેલું કે પ્રતિવર્ષ ઉત્તરાયણે એક એક નાગે કાશ્મીરમાં કાયમ રહેતા પોતાની સ્તુતિપૂજા કરવા આવવું. તે બાદ હિમથી દુર્ગમ તેવા કાશ્મીર દેશમાં હુલ્લડ ચાલ્યો ગયો અને પૂર્વે સમગ્ર પૃથ્વીને પણ ઉખેડી નાખીએ” એવાં બણગાં ફૂંકનારા સ હુલ્લડના કોપના ભયથી દર વર્ષે વારા પ્રમાણે નિયમિત રીતે તેની પૂજા અર્થે જવા લાગ્યા. આ વર્ષે દમનનો વારો આવ્યો હતો, એટલે હિમના દાહથી બચવા તેણે કનકચૂડ પાસે શરત મૂકી કે જે તે તેને હિમશ્ન ઊષ લાવી આપે તો પોતે તેની પત્નીને પણમાંથી મુક્ત કરે. આથી છેલો દાવ અજમાવવા કનકચૂડ પાટણ આવેલો અને એક ઊંડા કૂવામાંથી ઊષ લાવવા તે તેમાં પડવા જતો હતો, પરંતુ તે અંધારો કૂવો વમુખી મક્ષિકાઓથી વ્યાપ્ત હોવાથી તેમાંથી જીવતા પાછા આવવાની આશા રખાય તેમ ન હતું, તેથી તેની પત્ની પણ સહગમન કરવા તત્પર થઈ હતી અને પોતાને ન વારવા પતિને વિનવતી હતી. - આ વૃત્તાન્ત સાંભળી આશ્વાસન આપી બાહોશ રાજ જયસિંહદેવે કાંઠા પરના વેતસવૃક્ષને વેગપૂર્વક મારવા માંડયું. તેના અવાજથી કુવામાંથી માખીઓ એકદમ ઊડી ઉપર આવતી રહી. પછી
Page #4
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય
૭
નિર્મક્ષિક બનેલા કૂવામાં રાજાએ વિનાવિલંબે ઝંપલાવ્યું અને ઊષનો ઘડો (વટી) ભરીને તત્કાળ બહાર કૂદી આવ્યો, અને ઊથ સાથે તે નાગદમ્પતીને બર્બરકાદિના રક્ષણ નીચે પાતાલમાં મોકલી દીધું. (કક્ન અને વિનતાની પૌરાણિક કથા અહીં સરખાવવા યોગ્ય છે. નાગ લોકો સાથેનો ગુજરાતનો ઐતિહાસિક સંબંધ પૌરાણિક જેવા લાગતા આ કથાનક દ્વારા વર્ણવાયો છે એમ સમજવું )
ચૌદમા સર્ગમાં પણ ચમત્કારકથા આવે છે. યોગિનીઓના ચમત્કારને ન ગણકારતાં પોતાની પ્રતિમા બનાવી કામણપૂર્વક તેને બાળી નાખવાને પ્રવૃત્ત થયેલી બહુરૂપી યોગિની કાલિકાને હરાવી કર્મવીર જયસિંહે માળવાના વિદ્યાપ્રેમી રાજા યશોવર્મા ઉપર ચિરસ્મરણીય વિજય પ્રાપ્ત કર્યો અને અને પંદરમાં સર્ગમાં તે ભગવાન સોમનાથની કૃપાથી સુવર્ણસિદ્ધિ મેળવી “સિદ્ધરા” બન્યો. કેદારનાથના માર્ગને તેણે દુરસ્ત કરાવેલો, શ્રીસ્થળમાં રૂદ્રમહાલય તથા જૈન ચેલે બંધાવેલાં, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને જૈન તથા જૈનેતર મન્દિરો બંધાવેલાં, સૌરાષ્ટ્રમાં સિંહપુર(શિહોર)ની સ્થાપના કરેલી–આ બધી વિગત પણ આ સર્ગમાં મળે છે.
સોળમા સર્ગથી કુમારપાલની કથા શરૂ થાય છે અને ત્રણ સર્ગમાં સપાદલક્ષ (અજમેર)ન, આનરાજે તેના હાથે ખાધેલી હારનું મનોહર વર્ણન આપેલું છે; જ્યારે ઓગણીસમાં સર્ગમા કુમારપાલ આન્ન (અર્ણોરાજ)ની પુત્રી જહૃણાને પાટણમાં પરણે છે અને તેનો બ્રાહ્મણ સેનાપતિ કાક––શ્રી મુનશીની નવલકથાઓમાં અમર બનેલો મંજરીપતિ કાક-અવન્તિના બલ્લાલ ૫ર વિજય પ્રાપ્ત કરે છે. સ્વાભાવિક રીતે જ ઉભયપક્ષસ્થ બીજા અનેક રાજાઓનો ઉલ્લેખ અહીં મળે છે.
આજે પણ ગુજરાત ઉપર જેની અસર છે તે કુમારપાલની પ્રખ્યાત મનોરિઘોષળાનું વિશમાં સર્ગમાં વિસ્તૃત વર્ણન આપેલું છે. આમલકૈકાદશી(ફાલ્ગન શુક્લ ૧૧)ના વૈષ્ણવ પર્વના દિવસે ત્રણ–ચાર દીન પશુઓને ખાટકીને ત્યાં વેચવા ખેંચી જતા એક માણસને જોઈ દયાર્દ બનેલા તે મહારાજાએ મૃષાભિભાષણ, પરદારગમન, જÇવધ, માંસભક્ષણ અને મદ્યપાનનો નિષેધ ફરમાવ્યો તેટલું જ નહિ, પણ તેથી જેને નકસાન થાય તેમ હતું તેવા બધાને ત્રણ ત્રણ વર્ષ ચાલે તેટલું ધાન્ય આપ્યું જેથી પોતાની આજ્ઞાનો કડક અમલ થાય. તદુપરાન્ત, એક મધ્યરાત્રે કોઈ સુન્દરીનું કરુણ રુદન સાંભળી રાજા તે તરફ ગયો તો એક વૃક્ષ સાથે પાશ બાંધી તે આત્મહત્યાની તૈયારી કરતી હતી. પૃછા કરતાં જણાયું કે તે યુવતીના પુત્ર તેમ જ પતિ ગુજરી જવાથી નિયમ મુજબ તેનું સઘળું ધન રાજાને જશે અને તેથી તે સાવ નિરાધાર થઈ જતાં આત્મહત્યા એ જ તેના માટે એકમાત્ર માર્ગ હતો. કૃપાળુ રાજાએ તેને આશ્વાસન આપ્યું કે “રાના તેડર્થ ન રહતા હતા”-–“આ રાજ તારું ધન નહીં લઈ લે, નહીં લઈ લે”—અને વિનાવિલંબે અપુત્રમૃતધન પરનો રાજયનો હક ઉઠાવી લીધો.
આ રીતે મધ્યયુગમાં સમાજસુધારણાનો નવો ચીલો પાડનાર અને કેદારપ્રસાદ તથા સોમનાથમન્દિરનો જીર્ણોદ્ધાર કરાવી સ્વપ્નાદેશાનુસાર ગૂર્જરપુર-પાટણમાં કુમારપાલેશ્વરની સ્થાપના કરનાર
જ પાર્શ્વનાથનાં ચયો બંધાવનાર લોકપ્રિય રાજા કુમારપાલને આ પ્રમાણે આશીર્વાદ આપી સંસ્કૃત દ્વયાશ્રય કાવ્ય પૂરું થાય છે.
आयुष्मान् भव भूपता ३ इ अजय ३ () शान्त्या ३ सुबुद्धा ३ वृषी (३) ञ् जिष्णा ३ वूर्ज तदै ४ न्दवे जय चिरं चौलुक्यचूडामणे । क्ष्मानृण्यीकरणात्प्रवर्तय निज संवत्सरं चेत्यृषि
वाघोषत्सु सदा नृपः पदविधिर्यद्वत्समर्थोभवत् ॥१०॥ અર્થાત- “હે રાજા ! તું આયુષ્માન થા. હે સુબુદ્ધિ! શાતિમાં તું ઋષિઓથી પણ ચઢી જા. હે જિગુ! તું બલિઇ બન. હે ચન્દ્રવંશી ! હે ચૌલુક્યચૂડામણિ! ચિરકાલપર્યન્ત વિજયી થા ! અને પૃથ્વીને
Page #5
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ રણમુક્ત બનાવીને પોતાનો સંવત્સર પ્રવર્તાવ”—આ પ્રમાણે ઋષિઓ જ્યારે ઘોષણા કરતા (આશીર્વચન ઉચ્ચારતા) હતા ત્યારે રાજા (કુમારપાલ), જેમ કોઈ પણ પદ હમેશાં સમ-અર્થ-અર્થ સાથે જ યોજાય છે તેમ, સમર્થ-શક્તિસંપત્તિવાળો–થયો.
પ્રાકૃત દ્વયાશ્રયકાવ્ય કુમારપાલની આ અધૂરી કથા પૂરી કરે છે. પ્રથમ પાંચ તથા છઠ્ઠા સર્ગના પૂર્વાધેમાં પાટણનું, રાજા તથા પ્રજાની સમૃદ્ધિનું, મન્દિરો તથા સવારીની જાહોજલાલીનું અને રાજાની ઉદારતા તેમ જ ભકિત ઇત્યાદિનું વર્ણન મળે છે. છઠ્ઠા સર્ગના ઉત્તરાર્ધમાં કોંકણને મલિલકાર્જુન ઉપરના કુમારપાલના વિજય ઉપરાન્ત મથુરા, ચેદિક દશાર્ણ, કાન્યકુન્જ, મગધ, ગડ, સિન્ધ, શ્રીનગર, તિલિંગ, કાંચી વગેરે ઉપરની તેની સત્તા આલેખેલી છે.
છઠ્ઠા સર્ગમાં જંગલ(જગલ)ના રાજાએ કરેલી સ્તુતિ સુણી સૂતેલો કુમારપાલ સાતમામાં જાગ્રત થઈ કર્તવ્યચિન્તન કરે છે અને અને આઠમા સર્ગમાં, તેની વિનતિથી, શ્રીદેવી સરસ્વતી ધર્મોપદેશ આપે છે.
ઉપરના અવલોકન પરથી ગુજરાતની આણ કેટલા દૂર-દૂરના પ્રદેશોમાં વર્તતી હતી તેનો ખ્યાલ આવે છે. હેમચંદ્રાચાર્યની બીજી અતિબહદુ કતિ ત્રિષષ્ઠિરાત્રિાપુરુષરતમાત્રના દશમા પર્વના ચોથા સર્ગનો બાવનમો શ્લોક કુમારપાલના ગુજરાતની શાસનસીમાં આ પ્રમાણે જણાવે છે :
"स कौबेरीमातुरुष्कमैन्द्रीमात्रिदशापगाम् ।
याम्यामाविन्ध्यमावार्धि पश्चिमां साधयिष्यति ॥" અર્થાત્ – “તે (કુમારપાલ) ઉત્તર દિશાને તુર્કસીમા સુધી, પૂર્વને ગંગાપર્યન્ત, દક્ષિણને વિધ્યાચળ સુધી અને પશ્ચિમ દિશાને સમુદ્ર સુધી સાધશે-જીતશે.” અહીં “સાધષ્યિતિ' એ ભવિષ્યકાળ વાપરેલો છે તેનું કારણ એ છે કે આ શ્લોક ભગવાન મહાવીરના મુખમાં ભવિષ્યવાણના રૂપમાં મૂકેલો છે.
આ સંક્ષિપ્ત અવલોકન પરથી જણાય છે કે એવા કેટલાક પ્રસંગો છે જે અન્ય પ્રબન્ધો તેમ જ ઉત્કીર્ણ લેખો દ્વારા સિદ્ધ થઈ ચૂકેલા છે અને છતાં યાશ્રય જેવા સમકાલીન ગ્રન્થમાં નિર્દેશ પણ પામતા નથી. તે જ પ્રમાણે બીજા પણ એવા પ્રસંગો દ્વયાશ્રયમાં મળે છે–વિશેષતઃ ચમત્કારયુક્ત–જેને ઇતિહાસ સાથે બહુ સંબધ ન હોઈ શકે.
મૂળરાજનો ચાવડાઓ સાથેનો સંબંધ, તેનો શાકભરી(અજમેર)ના વિગ્રહરાજને હાથે થયેલો. પરાભવ, માળવાના ભોજે ભીમને આપેલી હાર, નાલ(નાડોલ)ના અણહીલ–અહિલને હાથે ભીમદેવનો પરાજય, ભીમના જ સમયમાં થયેલું મહમૂદ ગઝનવીનું સુપ્રસિદ્ધ સોમનાથ-આક્રમણ, માળવા અને શાકસ્મરીના રાજાઓએ કરેલો કર્ણનો પરાજય, અને સિદ્ધરાજના શાસનકાળ દરમ્યાન કુમારપાળની વર્ષોની રખડપટ્ટી – જેવા પ્રસંગોનો નિર્દેશ પણ આ કાવ્યમાં મળતો નથી. જે વંશનું પોતે ઉકીર્તન કરે છે તથા જે કુલના રાજાના પ્રોત્સાહનથી ગ્રન્થ રચાય છે, તેને કલંકરૂપ લાગતા પ્રસંગોનો સમાવેશ પોતાની કૃતિમાં ન કરવાનો કવિનો હેતુ આ મૌનના મૂળમાં હોઈ શકે.
સંસ્કૃત દ્વયાશ્રયકાવ્યનો ગુજરાતી અનુવાદ ઈ. સ. ૧૮૯૩માં પ્રકટ થયેલો. અનુવાદક શ્રી મણિલાલ નભુભાઈ ત્રિવેદી એવો તર્ક કરે છે કે મહમૂદના સોમનાથ આક્રમણની વાત મુસલમાનોએ ઉપજાવી કાઢી પણ હોઈ શકે. “ભારતમેં અંગ્રેજી રાજ”ના પ્રખ્યાત લેખક પં. સુન્દરલાલજીએ પણ એવું અનુમાન કરેલું છે. પરંતુ એવી શંકા લાવવાનું કોઈ કારણ નથી. વિ. સં. ૧૨૨૫માં કુમારપાલે સોમનાથના પાશુપતાચાર્ય ભાવબહસ્પતિની દેખરેખ નીચે સોમનાથના મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવેલો.
Page #6
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય
te
તે નિમિત્તે આલેખાયેલી સોમનાથની ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં ભીમદેવે પથ્થરનું મન્દિર બંધાવ્યાનું સ્પષ્ટ કથન છે. પહેલાંનું લાકડાનું મન્દિર મહમૂદ્દે તોડ્યા પછી આ પથ્થરનું બંધાવ્યું હોય તેમ કેમ ન અને ? મહમૂદના સમકાલીન અલ્બેરુની ઉપરાન્ત ૧૪મા શતકના પ્રારંભમાં થઈ ગયેલા શ્રીજિનપ્રભસૂરિ પણ તેમના વિવિધતીર્થqમાં સોમનાથખંડનનો ઉલ્લેખ કરે છે. આ વિષયમાં માળવાના પ્રખ્યાત કવિ ધનપાલનો પણ ટેકો મળે છે એવું મુનિશ્રી જિનવિજયજીએ “ જૈનસાહિત્યસંશોધક ”ના ત્રીજા ગ્રન્થમાં સિદ્ધ કર્યું છે. તે જ દિવસોમાં ( ૧૧મી સદીના અન્ત અને ૧૨મીના પ્રારંભમાં) થઈ ગયેલા આ કવિએ સ્વરચિત સત્યપુરમન્હનના શ્રીમહાવીર–ગુસ્સામાં મહમૂદના પરાક્રમની નોંધ કરી છે, જે સોમનાથ-આક્રમણને કલ્પિત માનનારને સચોટ જવાબરૂપ થઈ પડશે : જુઓ તેનો ત્રીજો જ શ્લોક :
भविणु सिरिमाल देसु अनु अणहिलवाडउं चड्डावलि सोरहु भग्गु पुणु देउलवाडउं ।
सोमेसरु सो तेहि भग्गु जणयणआणंदणु
भग्गु न सिरि सच्चरि वीरु सिद्धत्थह नंदणु ||
અહીં સ્પષ્ટ રીતે કહ્યું છે કે સિરિમાલ–શ્રીમાલ–ભિન્નમાલ, અણુહિલવાડ (પાટણ), ચડ્ડાવલિ – ચન્દ્રાવતી (આયુની તળેટીમાં આવેલું), સોરઠ, દેલવાડા અને સોમેસરુ–સોમેશ્વરશ્રીસોમનાથ ભાંગ્યાં; ન ભાંગ્યું એક સિરિ સચ્ચરિ—શ્રીસત્યપુરી—સાચોર. હેમચન્દ્રાચાર્ય જેવા સમર્થ લેખકે આવા મોટા બનાવનો નિર્દેશ પણ કર્યો નથી તે માટે ઉપર કારણ આપ્યું છે. દિલ્હીના રાજા વજદેવે ભીમ અને ખીજા રાજાઓનો સહકાર મેળવી, નાસતા મહમૂદના પાછલા લશ્કરને હરાવેલું અને થાણેશ્વર વગેરે કબજે કરી લીધેલા. દુયાશ્રયના આઠમા સર્ગના શ્લોક ૪૦થી ૧૨૫ સુધી ભીમે સિન્ધુરાજ હમુકને હરાવેલો તેનું વિસ્તૃત વર્ણન આપેલું છે. જદેવના સહાયક અન્ય રાજાઓના તુરુવિજયનું કથન ઉત્કીર્ણે લેખોમાં મળે છે. આથી અનુમાન થાય છે કે યાશ્રયનું આ વર્ણન તે ઉપરના સમૂહવિજયનું હશે.
રાણકદેવી તથા જસમાના પ્રચલિત પ્રસંગો પણ ઉપર દર્શાવેલા કારણે જ નહીં આપ્યા હોય. છતાં માલવાવિજયનું વર્ણન તો છે જ, જેને ઉત્કીર્ણલેખોમાંના “અર્વાન્તિનાથ” બિરુદથી ટેકો મળે છે અને સિદ્ધરાજતા જ વિ. સં. ૧૧૯૬ના દોહદના લેખના સ્પષ્ટ શબ્દો છે કે :
ર श्री जयसिंहदेवोऽस्ति भूपो गूर्जरमण्डले ।
येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रमालवेश्वरौ ॥”
અર્થાત્– ગૂર્જરમણ્ડલમાં શ્રીજયસિંહદેવ રાજા છે જેણે સુરાષ્ટ્ર (સારાષ્ટ્ર) તથા માલવાના રાજાઓને કારાગૃહમાં નાખ્યા છે.’
વળી ધાશ્રયના ૧૫મા સર્ગનો ૭મો શ્લોક કહે છે કે સૌરાષ્ટ્રમાં શત્રુંજય પર્વત પાસે તેણે સિંહપુર (શિહોર) વસાવ્યું ઃ
“ सोऽत्र सौपन्थ्य-सांकाश्य- सौतङ्गमि पुरोपमम । स्थानं सिंहपुरं चक्रे द्विजानां मौनिचित्तिजित् ॥ "
અર્થાત્ “ તે મૌનિચિત્તિજિત (રાજા)એ અહીં (શત્રુંજય પાસે) સૌપથ્ય, સાંકાશ્ય તથા સૌતંગમિ નગરો જેવા (સમૃદ્ધ) સિંહપુરની સ્થાપના કરી.”
આ જ સમયે તેણે સિંહસંવત્સર પ્રવર્તાવ્યો હશે.
Page #7
--------------------------------------------------------------------------
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ઠયા. 15. પભાં ભગવાન સોમનાથનું પાવચન છે કેઃ ___ "क्ष्माण्यायाधुना स्वर्णसिद्धया त्वं भव सिद्धिराट् // " અર્થાત-“હવે પૃથ્વીને અનૃણી કરવા માટે (મદ્દત્ત) સુવર્ણસિદ્ધિ વડે તું (સંવત્સર પ્રવર્તાવનાર) સિદ્ધિરાજ થા.” તે જ પ્રમાણે વડનગરપ્રાકારપ્રશસ્તિ (વિ. સં. 1208) ૧૧મી શ્લોક પણ કહે છે કે: ___“सद्यः सिद्धरसानृणीकृतजगद्गीतोपमानस्थिति र्जज्ञे श्रीजयसिंहदेवनृपतिः श्रीसिद्धराजस्ततः // " અર્થાત–“તત્કાળ સિદ્ધરસ વડે ઋણમુક્ત કરાયેલું જગત જેની ઉપમાનસ્થિતિ ગાય છે (પ્રશંસે છે) તેવો શ્રીજયસિંહદેવ રાજા પછી શ્રીસિદ્ધરાજ બન્યો.” આજે વધારે પ્રચલિત થયેલા તેના “સિદ્ધરાજ” નામ પાછળ આ રહસ્ય છે. સૈરાષ્ટ્રમાંના માંગરોળનો વિ. સં. ૧૨૦૨નો ઉત્કીર્ણ લેખ સિંહસંવત 32 આપે છે. ભીમદેવ બીજાનું વિ. સં. ૧૨૬૪નું તામ્રપત્ર સિંહ સં. 93 આપે છે. આ ગણતરી મુજબ વિ. સં. ૧૧૭૦થી સિંહસંવત્સર શરૂ થયો ગણાય. ઇતિહાસવિદોનું માનવું છે કે આ સંવતનું પ્રવર્તન સિદ્ધરાજના સૌરાષ્ટ્ર-વિજ્યની સ્મૃતિમાં થયું હશે. સોમેશ્વર (ઈ. સ. ૧૧૭૯-૧૨૬૨)ની હતી તેમ જ સમકાલીન વિજયસેનસૂરિના રેવન્તજિરિરાજુમાં પણ સિદ્ધરાજના ખેંગાર પરના વિજયનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આશાપલ્લી ગામના આશાભીલને છતી કર્ણદેવે કોછરબ દેવીનું મન્દિર, કર્ણસાગર તળાવ અને કણેશ્વર મહાદેવનું મંદિર બંધાવી કર્ણાવતી શહેર વસાવેલું તે હકીકત પણ દયાશ્રયમાં જડતી નથી. આ કર્ણાવતીમાંથી આજનું અમદાવાદ વિસ્તર્યું. (વિશેષ ચર્ચા માટે જુઓઃ સ્વ. રત્નમણિરાવનું “ગુજરાતનું પાટનગર અમદાવાદ”). - શાકશ્મરી (અજમેર)ના આજ (અણુંરાજ) પરની જયસિંહની જીત વિષેના હેમચન્દ્રના મન માટે એવી ભૂલો બચાવ કરી શકાય કે પાછળથી તેને સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવી લમમાં આપેલી. બીજા વિજયોની માફક શાકભરી વિજયનું સૂચક બિરુદ પોતે ધારણ કર્યું નથી તેથી સ્વ. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે આ મોટો વિજય નહીં હોય પણ મંત્રી સ્થાપના હશે. છતાં મૂળરાજે આબુના પરમાર ધરણીવરાહને પરાસ્ત કરેલો તેના અનુલેખ માટે કોઈ કારણ જડતું નથી. અને આ એક મહત્ત્વની બનાવ ગણાય, કેમકે ત્યારથી આબુપ્રદેશ ગુજરાતના શાસન નીચે આવ્યો. વળી વંશાવલિ બરાબર આપી હોવા છતાં કાલક્રમ તે કોઈ સ્થળે આપેલો નથી. ઈતિહાસની દષ્ટિએ આ મોટાં દૂષણ લેખાય. પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે હેમચન્દ્રાચાર્યનો હેતુ કેવળ ઇતિહાસ આલેખવાનો નથી; પણ મહાકાવ્યનાં લક્ષણો લક્ષમાં રાખી, તે પ્રમાણેનાં આવશ્યક વર્ણનો વગેરે મૂકી, પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો આપતું મહાકાવ્ય રચવાનો અને તેમાં શક્ય તેટલા ઐતિહાસિક પ્રસંગોને સાંકળી લેવાનો જ છે. એ પણ નોંધવું જોઈએ કે બહુ લાગવગવાળા, પ્રત્યક્ષ જોનાર તથા રાજ્ય-દફતરો વગેરે દ્વારા પૂર્વની હકીકત મેળવવા શક્તિમાન એવા હેમચન્દ્રાચાર્ય રજૂ કરેલી વિગતો અતિવિશ્વસનીય છે. ચમત્કારો અને અલંકારો તો કાવ્યમાં હોય જ. વિક્રમનું અનુકરણ કરનારો મહત્ત્વાકાંક્ષી સિદ્ધરાજ જાતે પણ પોતાના વિષે યોગિનીઓ ઈત્યાદિની અદભુતરસભરપૂર આખ્યાયિકાઓ પ્રચલિત કરે તે પણ સમજી શકાય તેવી વાત છે. યાશ્રયમાં જેને
Page #8
--------------------------------------------------------------------------
________________ ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય રાક્ષસ કહ્યો છે તે ભિલ્લરાજ બર્બરક તે પછી એક જ સૈકામાં “બાબરો ભૂત” બની જાય છે તે સોમેશ્વર (ઈ. સ. ૧૧૭૯-૧૨૬૨)ની કીર્તિકૌમુદીમાંના નીચેના ઉદ્ધરણ પરથી સ્પષ્ટ થશેઃ "श्मशाने यातुधानेन्द्रं बवा बर्बरकाभिधम् / સિદ્ધરાતિ રાખ્યું છે રાગરારિપુ !" 228. અર્થાત - “બર્બરક નામના સ્મશાનમાંના મોટા ભૂતને બાંધીને તે રાજચન્દ્ર રાજાઓની પંક્તિઓમાં સિદ્ધરાજ' બન્યો.” તામ્રપત્રોમાં સિદ્ધરાજને વર્તનનુ એવું વિશેષણ લગાડાયેલું હોવાથી આ પ્રસંગ બહુ મોટો ગણાતો હોવો જોઈએ. પોતાના વિ. સં. ૧૨૫૬ના ભાદ્રપદ અમાસ વાર મંગળના પાટણના તામ્રપત્રમાં ભીમદેવ બીજે પોતાને “મમિનવસિદ્ધાન” કહેવરાવે છે. આ પછીનાં પણ કેટલાંક તામ્રપત્રોમાં આ બિરુદ મળે છે. આથી સમજાય છે કે માત્ર 50 જ વર્ષમાં જયસિંહ સિદ્ધરાજ ચૌલુક્યવંશનો અનુકરણીય આદર્શ રાજા ગણાવા લાગેલો. આ કાવ્યમાં વર્ણવેલા મૂળરાજના સૈરાષ્ટ્રવિજય તથા તેના જ શાસનકાળ દરમ્યાન ચામુંડરાજના લાટવિજ્યને સ્વદુર્ગાશંકર શાસ્ત્રી કલ્પિત માને છે; પરંતુ સ્વરા ચુ. મોદીએ આનો સચોટ ઉત્તર આપેલો છે. મૂળરાજ પછી ભીમદેવ સુધી કોઈએ સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યાનું કદ મળતું નથી; જ્યારે સોમનાથની ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં પણ ભીમદેવે સોમનાથનું પથ્થરનું મન્દિર બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, તે આપણે આગળ જોઈ ગયા. તે જ રીતે ચામુંડરાજથી કર્ણદેવ સુધીના કોઈ ગુર્જરેશ્વરે લાટ છત્યાનું સૂચન ક્યાંય મળતું નથી, જ્યારે કર્ણનું વિ. સં. ૧૧૩૧નું નવસારીનું તામ્રપત્ર તેની લાટ પરની સત્તાનું સૂચક છે. આથી આ પ્રસંગોને સત્ય માનવા પડે છે. ઉપર ઉતારેલા સંસ્કૃત દ્વયાશ્રયના છેલ્લા શ્લોકમાં ઋષિઓ ચૌલુક્યચૂડામણિ રાજા કુમારપાલને પૃથ્વીને અનૃણી કરી સ્વકીય સંવત્સર-પ્રવર્તન માટે આદેશ - આશીર્વાદ આપે છે. ત્રિદિશાાવપુષરિતના ૧૦મા પર્વના ૧૨મા સર્ગના ૭૭મા શ્લોકમાં શ્રી મહાવીરસ્વામીના મુખમાં મૂકેલી ભવિષ્યવાણી પણ કહે છે કે: “दायं दायं द्रविणानि विरचय्याऽनृणं जगत् / अङ्कयिष्यति मेदिन्यां स संवत्सरमात्मनः // " અર્થાત –“તે (કુમારપાલ) દ્રવ્ય આપી આપીને જગતને ઋણમુક્ત કરીને પૃથ્વી ઉપર નિજ સંવત્સર આંકશે - પ્રવર્તાવશે.” શ્રી જૈન સત્યપ્રકાશ”ના ૯મા અંકમાં મુનિશ્રી પુણ્યવિજ્યજીએ શત્રુંજયની ચોમુખજીની દૂકના મૂળ મન્દિરના દરવાજાની ડાબી બાજુની એક ધાતુપ્રતિમા ઉપરનો લેખ પ્રકાશિત કરેલો, જેમાં “શ્રી સિદ્ધહેમદાર સં : " આપેલી છે. હેમચન્દ્રાચાર્યના પોતાના “મનજિત્તાનળિ” કોશમાં એક સ્થળે (6. 171) “સંવત્ નો અર્થ સમજાવતાં કહ્યું છે કે ___" यथा विक्रमसंवत् सिद्धहेमकुमारसंवत् " આથી વિશેષ પ્રકાશ આ વિષય પર અદ્યપર્યન્ત પડ્યો નથી, પરંતુ કુમારપાલની નૂતન સંવત્સર પ્રવર્તાવવાની તીવ્ર ઇરછા ફલીભૂત થઈ હશે, જેને પરિણામે સિદ્ધરાજ, હેમચન્દ્રાચાર્ય અને કુમારપાલ એ ત્રણે વિભૂતિઓનાં નામથી અંકિત આ સંવત્સર શરૂ થયો હશે.
Page #9
--------------------------------------------------------------------------
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - ટૂંકમાં, દ્વયાશ્રયમાં આવેલો કોઈ ઐતિહાસિક પ્રસંગ ઉપજાવી કાઢેલો - કલ્પિત નથી. ઊલટું, અન્ય પ્રબન્ધો ઉપરાન્ત પુષ્કળ ઉત્કીર્ણ લેખો અને તામ્રપત્રોએ હેમચન્દ્ર આપેલી હકીકતને પુષ્ટિ આપેલી છે. ચૌલુક્યોની યાશ્રયમાંની વંશાવલિ પણ આ લેખોમાં તે જ ક્રમમાં જોવા મળે છે. અને ઐતિહાસિક પ્રસંગોનો નિર્દેશ યાશ્રયકાવ્યમાં નથી કરાયો, તેમાંના કેટલાક માટે કદાચ મૌખિક આખ્યાયિકાઓ ઉપરાન્ત વિશેષ સબળ પુરાવા મળ્યા ન પણ હોય. જો તેમ જ હોય, તો તે કવિની સજાગવૃત્તિ જ સૂચવે છે. સ્વર૦ ચુમોદી કહે છે તેમ, શ્રી હેમાચાર્ય આ કાવ્યમાં પુરાવા વિનાની વિગતો ત્યજીને તથા કેવળ આખ્યાયિકાઓને વિના સંશોધને નહિ સ્વીકારતાં, એક સાચા ઈતિહાસકારને શોભે તેમ, યોગ્ય તુલનાપૂર્વક ઐતિહાસિક પ્રસંગોને સંગ્રહ્યા છે. દા. ત. માળવા પર ચઢેલા વલ્લભરાજને માર્ગમાં જ મૃત્યુ પામેલો ન વર્ણવતાં માળવા પર વિજય મેળવી પાછો આવતો ચીતરી કવિ કાવ્યને ઓપ પણ આપી શકત, પરંતુ હકીકતને ફેરવવાનું આ સંયમી આચાર્યને રુચ્યું નથી. જયારે જયસિંહસૂરિ(ઈ. સ. 136 ૬)એ તો પોતાના કુમારપક્વરિતમાં ચામુણ્યરાજના હાથે માલવપતિ સિધુરાજને હણાવ્યો છે ! આવી ઝીણી બાબતો પણ થાશયમાંચનું મહત્વ વધારે છે. તત્કાલીન ગુજરાતની સમાજસ્થિતિ તથા સંસ્કૃતિ ઉપર પણ આ કાવ્ય ઘણો પ્રકાશ પાડે છે, જે એક સ્વતંત્ર નિબન્ધ માગી લે છે. આ સર્વતોમુખી અવલોકનથી પ્રતીતિ થાય છે કે ભારતના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસના સાહિત્યમાં આ કાવ્યનું સ્થાન બહુ ઊંચું રહેશે. ખરેખર, ગુજરાતના બે સૌથી વધારે પ્રભાવશાળી મહારાજાધિરાજે ઉપર પરમ પ્રભાવ પાડનાર આચાર્ય શ્રી હેમચન્દ્રને ગુજરાતના પ્રથમ ઇતિહાસકાર ગણવામાં અને પ્રયાશ્રયમહાકાવ્યને ગુજરાતના પ્રથમ ઇતિહાસકાવ્ય તરીકે નવાજવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. પ | | | Hક * * અને . . 0 2