________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ રણમુક્ત બનાવીને પોતાનો સંવત્સર પ્રવર્તાવ”—આ પ્રમાણે ઋષિઓ જ્યારે ઘોષણા કરતા (આશીર્વચન ઉચ્ચારતા) હતા ત્યારે રાજા (કુમારપાલ), જેમ કોઈ પણ પદ હમેશાં સમ-અર્થ-અર્થ સાથે જ યોજાય છે તેમ, સમર્થ-શક્તિસંપત્તિવાળો–થયો.
પ્રાકૃત દ્વયાશ્રયકાવ્ય કુમારપાલની આ અધૂરી કથા પૂરી કરે છે. પ્રથમ પાંચ તથા છઠ્ઠા સર્ગના પૂર્વાધેમાં પાટણનું, રાજા તથા પ્રજાની સમૃદ્ધિનું, મન્દિરો તથા સવારીની જાહોજલાલીનું અને રાજાની ઉદારતા તેમ જ ભકિત ઇત્યાદિનું વર્ણન મળે છે. છઠ્ઠા સર્ગના ઉત્તરાર્ધમાં કોંકણને મલિલકાર્જુન ઉપરના કુમારપાલના વિજય ઉપરાન્ત મથુરા, ચેદિક દશાર્ણ, કાન્યકુન્જ, મગધ, ગડ, સિન્ધ, શ્રીનગર, તિલિંગ, કાંચી વગેરે ઉપરની તેની સત્તા આલેખેલી છે.
છઠ્ઠા સર્ગમાં જંગલ(જગલ)ના રાજાએ કરેલી સ્તુતિ સુણી સૂતેલો કુમારપાલ સાતમામાં જાગ્રત થઈ કર્તવ્યચિન્તન કરે છે અને અને આઠમા સર્ગમાં, તેની વિનતિથી, શ્રીદેવી સરસ્વતી ધર્મોપદેશ આપે છે.
ઉપરના અવલોકન પરથી ગુજરાતની આણ કેટલા દૂર-દૂરના પ્રદેશોમાં વર્તતી હતી તેનો ખ્યાલ આવે છે. હેમચંદ્રાચાર્યની બીજી અતિબહદુ કતિ ત્રિષષ્ઠિરાત્રિાપુરુષરતમાત્રના દશમા પર્વના ચોથા સર્ગનો બાવનમો શ્લોક કુમારપાલના ગુજરાતની શાસનસીમાં આ પ્રમાણે જણાવે છે :
"स कौबेरीमातुरुष्कमैन्द्रीमात्रिदशापगाम् ।
याम्यामाविन्ध्यमावार्धि पश्चिमां साधयिष्यति ॥" અર્થાત્ – “તે (કુમારપાલ) ઉત્તર દિશાને તુર્કસીમા સુધી, પૂર્વને ગંગાપર્યન્ત, દક્ષિણને વિધ્યાચળ સુધી અને પશ્ચિમ દિશાને સમુદ્ર સુધી સાધશે-જીતશે.” અહીં “સાધષ્યિતિ' એ ભવિષ્યકાળ વાપરેલો છે તેનું કારણ એ છે કે આ શ્લોક ભગવાન મહાવીરના મુખમાં ભવિષ્યવાણના રૂપમાં મૂકેલો છે.
આ સંક્ષિપ્ત અવલોકન પરથી જણાય છે કે એવા કેટલાક પ્રસંગો છે જે અન્ય પ્રબન્ધો તેમ જ ઉત્કીર્ણ લેખો દ્વારા સિદ્ધ થઈ ચૂકેલા છે અને છતાં યાશ્રય જેવા સમકાલીન ગ્રન્થમાં નિર્દેશ પણ પામતા નથી. તે જ પ્રમાણે બીજા પણ એવા પ્રસંગો દ્વયાશ્રયમાં મળે છે–વિશેષતઃ ચમત્કારયુક્ત–જેને ઇતિહાસ સાથે બહુ સંબધ ન હોઈ શકે.
મૂળરાજનો ચાવડાઓ સાથેનો સંબંધ, તેનો શાકભરી(અજમેર)ના વિગ્રહરાજને હાથે થયેલો. પરાભવ, માળવાના ભોજે ભીમને આપેલી હાર, નાલ(નાડોલ)ના અણહીલ–અહિલને હાથે ભીમદેવનો પરાજય, ભીમના જ સમયમાં થયેલું મહમૂદ ગઝનવીનું સુપ્રસિદ્ધ સોમનાથ-આક્રમણ, માળવા અને શાકસ્મરીના રાજાઓએ કરેલો કર્ણનો પરાજય, અને સિદ્ધરાજના શાસનકાળ દરમ્યાન કુમારપાળની વર્ષોની રખડપટ્ટી – જેવા પ્રસંગોનો નિર્દેશ પણ આ કાવ્યમાં મળતો નથી. જે વંશનું પોતે ઉકીર્તન કરે છે તથા જે કુલના રાજાના પ્રોત્સાહનથી ગ્રન્થ રચાય છે, તેને કલંકરૂપ લાગતા પ્રસંગોનો સમાવેશ પોતાની કૃતિમાં ન કરવાનો કવિનો હેતુ આ મૌનના મૂળમાં હોઈ શકે.
સંસ્કૃત દ્વયાશ્રયકાવ્યનો ગુજરાતી અનુવાદ ઈ. સ. ૧૮૯૩માં પ્રકટ થયેલો. અનુવાદક શ્રી મણિલાલ નભુભાઈ ત્રિવેદી એવો તર્ક કરે છે કે મહમૂદના સોમનાથ આક્રમણની વાત મુસલમાનોએ ઉપજાવી કાઢી પણ હોઈ શકે. “ભારતમેં અંગ્રેજી રાજ”ના પ્રખ્યાત લેખક પં. સુન્દરલાલજીએ પણ એવું અનુમાન કરેલું છે. પરંતુ એવી શંકા લાવવાનું કોઈ કારણ નથી. વિ. સં. ૧૨૨૫માં કુમારપાલે સોમનાથના પાશુપતાચાર્ય ભાવબહસ્પતિની દેખરેખ નીચે સોમનાથના મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવેલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org