________________
ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય
te
તે નિમિત્તે આલેખાયેલી સોમનાથની ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં ભીમદેવે પથ્થરનું મન્દિર બંધાવ્યાનું સ્પષ્ટ કથન છે. પહેલાંનું લાકડાનું મન્દિર મહમૂદ્દે તોડ્યા પછી આ પથ્થરનું બંધાવ્યું હોય તેમ કેમ ન અને ? મહમૂદના સમકાલીન અલ્બેરુની ઉપરાન્ત ૧૪મા શતકના પ્રારંભમાં થઈ ગયેલા શ્રીજિનપ્રભસૂરિ પણ તેમના વિવિધતીર્થqમાં સોમનાથખંડનનો ઉલ્લેખ કરે છે. આ વિષયમાં માળવાના પ્રખ્યાત કવિ ધનપાલનો પણ ટેકો મળે છે એવું મુનિશ્રી જિનવિજયજીએ “ જૈનસાહિત્યસંશોધક ”ના ત્રીજા ગ્રન્થમાં સિદ્ધ કર્યું છે. તે જ દિવસોમાં ( ૧૧મી સદીના અન્ત અને ૧૨મીના પ્રારંભમાં) થઈ ગયેલા આ કવિએ સ્વરચિત સત્યપુરમન્હનના શ્રીમહાવીર–ગુસ્સામાં મહમૂદના પરાક્રમની નોંધ કરી છે, જે સોમનાથ-આક્રમણને કલ્પિત માનનારને સચોટ જવાબરૂપ થઈ પડશે : જુઓ તેનો ત્રીજો જ શ્લોક :
भविणु सिरिमाल देसु अनु अणहिलवाडउं चड्डावलि सोरहु भग्गु पुणु देउलवाडउं ।
सोमेसरु सो तेहि भग्गु जणयणआणंदणु
भग्गु न सिरि सच्चरि वीरु सिद्धत्थह नंदणु ||
અહીં સ્પષ્ટ રીતે કહ્યું છે કે સિરિમાલ–શ્રીમાલ–ભિન્નમાલ, અણુહિલવાડ (પાટણ), ચડ્ડાવલિ – ચન્દ્રાવતી (આયુની તળેટીમાં આવેલું), સોરઠ, દેલવાડા અને સોમેસરુ–સોમેશ્વરશ્રીસોમનાથ ભાંગ્યાં; ન ભાંગ્યું એક સિરિ સચ્ચરિ—શ્રીસત્યપુરી—સાચોર. હેમચન્દ્રાચાર્ય જેવા સમર્થ લેખકે આવા મોટા બનાવનો નિર્દેશ પણ કર્યો નથી તે માટે ઉપર કારણ આપ્યું છે. દિલ્હીના રાજા વજદેવે ભીમ અને ખીજા રાજાઓનો સહકાર મેળવી, નાસતા મહમૂદના પાછલા લશ્કરને હરાવેલું અને થાણેશ્વર વગેરે કબજે કરી લીધેલા. દુયાશ્રયના આઠમા સર્ગના શ્લોક ૪૦થી ૧૨૫ સુધી ભીમે સિન્ધુરાજ હમુકને હરાવેલો તેનું વિસ્તૃત વર્ણન આપેલું છે. જદેવના સહાયક અન્ય રાજાઓના તુરુવિજયનું કથન ઉત્કીર્ણે લેખોમાં મળે છે. આથી અનુમાન થાય છે કે યાશ્રયનું આ વર્ણન તે ઉપરના સમૂહવિજયનું હશે.
રાણકદેવી તથા જસમાના પ્રચલિત પ્રસંગો પણ ઉપર દર્શાવેલા કારણે જ નહીં આપ્યા હોય. છતાં માલવાવિજયનું વર્ણન તો છે જ, જેને ઉત્કીર્ણલેખોમાંના “અર્વાન્તિનાથ” બિરુદથી ટેકો મળે છે અને સિદ્ધરાજતા જ વિ. સં. ૧૧૯૬ના દોહદના લેખના સ્પષ્ટ શબ્દો છે કે :
ર श्री जयसिंहदेवोऽस्ति भूपो गूर्जरमण्डले ।
येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रमालवेश्वरौ ॥”
અર્થાત્– ગૂર્જરમણ્ડલમાં શ્રીજયસિંહદેવ રાજા છે જેણે સુરાષ્ટ્ર (સારાષ્ટ્ર) તથા માલવાના રાજાઓને કારાગૃહમાં નાખ્યા છે.’
વળી ધાશ્રયના ૧૫મા સર્ગનો ૭મો શ્લોક કહે છે કે સૌરાષ્ટ્રમાં શત્રુંજય પર્વત પાસે તેણે સિંહપુર (શિહોર) વસાવ્યું ઃ
Jain Education International
“ सोऽत्र सौपन्थ्य-सांकाश्य- सौतङ्गमि पुरोपमम । स्थानं सिंहपुरं चक्रे द्विजानां मौनिचित्तिजित् ॥ "
અર્થાત્ “ તે મૌનિચિત્તિજિત (રાજા)એ અહીં (શત્રુંજય પાસે) સૌપથ્ય, સાંકાશ્ય તથા સૌતંગમિ નગરો જેવા (સમૃદ્ધ) સિંહપુરની સ્થાપના કરી.”
આ જ સમયે તેણે સિંહસંવત્સર પ્રવર્તાવ્યો હશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org