________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ઠયા. 15. પભાં ભગવાન સોમનાથનું પાવચન છે કેઃ ___ "क्ष्माण्यायाधुना स्वर्णसिद्धया त्वं भव सिद्धिराट् // " અર્થાત-“હવે પૃથ્વીને અનૃણી કરવા માટે (મદ્દત્ત) સુવર્ણસિદ્ધિ વડે તું (સંવત્સર પ્રવર્તાવનાર) સિદ્ધિરાજ થા.” તે જ પ્રમાણે વડનગરપ્રાકારપ્રશસ્તિ (વિ. સં. 1208) ૧૧મી શ્લોક પણ કહે છે કે: ___“सद्यः सिद्धरसानृणीकृतजगद्गीतोपमानस्थिति र्जज्ञे श्रीजयसिंहदेवनृपतिः श्रीसिद्धराजस्ततः // " અર્થાત–“તત્કાળ સિદ્ધરસ વડે ઋણમુક્ત કરાયેલું જગત જેની ઉપમાનસ્થિતિ ગાય છે (પ્રશંસે છે) તેવો શ્રીજયસિંહદેવ રાજા પછી શ્રીસિદ્ધરાજ બન્યો.” આજે વધારે પ્રચલિત થયેલા તેના “સિદ્ધરાજ” નામ પાછળ આ રહસ્ય છે. સૈરાષ્ટ્રમાંના માંગરોળનો વિ. સં. ૧૨૦૨નો ઉત્કીર્ણ લેખ સિંહસંવત 32 આપે છે. ભીમદેવ બીજાનું વિ. સં. ૧૨૬૪નું તામ્રપત્ર સિંહ સં. 93 આપે છે. આ ગણતરી મુજબ વિ. સં. ૧૧૭૦થી સિંહસંવત્સર શરૂ થયો ગણાય. ઇતિહાસવિદોનું માનવું છે કે આ સંવતનું પ્રવર્તન સિદ્ધરાજના સૌરાષ્ટ્ર-વિજ્યની સ્મૃતિમાં થયું હશે. સોમેશ્વર (ઈ. સ. ૧૧૭૯-૧૨૬૨)ની હતી તેમ જ સમકાલીન વિજયસેનસૂરિના રેવન્તજિરિરાજુમાં પણ સિદ્ધરાજના ખેંગાર પરના વિજયનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આશાપલ્લી ગામના આશાભીલને છતી કર્ણદેવે કોછરબ દેવીનું મન્દિર, કર્ણસાગર તળાવ અને કણેશ્વર મહાદેવનું મંદિર બંધાવી કર્ણાવતી શહેર વસાવેલું તે હકીકત પણ દયાશ્રયમાં જડતી નથી. આ કર્ણાવતીમાંથી આજનું અમદાવાદ વિસ્તર્યું. (વિશેષ ચર્ચા માટે જુઓઃ સ્વ. રત્નમણિરાવનું “ગુજરાતનું પાટનગર અમદાવાદ”). - શાકશ્મરી (અજમેર)ના આજ (અણુંરાજ) પરની જયસિંહની જીત વિષેના હેમચન્દ્રના મન માટે એવી ભૂલો બચાવ કરી શકાય કે પાછળથી તેને સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવી લમમાં આપેલી. બીજા વિજયોની માફક શાકભરી વિજયનું સૂચક બિરુદ પોતે ધારણ કર્યું નથી તેથી સ્વ. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે આ મોટો વિજય નહીં હોય પણ મંત્રી સ્થાપના હશે. છતાં મૂળરાજે આબુના પરમાર ધરણીવરાહને પરાસ્ત કરેલો તેના અનુલેખ માટે કોઈ કારણ જડતું નથી. અને આ એક મહત્ત્વની બનાવ ગણાય, કેમકે ત્યારથી આબુપ્રદેશ ગુજરાતના શાસન નીચે આવ્યો. વળી વંશાવલિ બરાબર આપી હોવા છતાં કાલક્રમ તે કોઈ સ્થળે આપેલો નથી. ઈતિહાસની દષ્ટિએ આ મોટાં દૂષણ લેખાય. પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે હેમચન્દ્રાચાર્યનો હેતુ કેવળ ઇતિહાસ આલેખવાનો નથી; પણ મહાકાવ્યનાં લક્ષણો લક્ષમાં રાખી, તે પ્રમાણેનાં આવશ્યક વર્ણનો વગેરે મૂકી, પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો આપતું મહાકાવ્ય રચવાનો અને તેમાં શક્ય તેટલા ઐતિહાસિક પ્રસંગોને સાંકળી લેવાનો જ છે. એ પણ નોંધવું જોઈએ કે બહુ લાગવગવાળા, પ્રત્યક્ષ જોનાર તથા રાજ્ય-દફતરો વગેરે દ્વારા પૂર્વની હકીકત મેળવવા શક્તિમાન એવા હેમચન્દ્રાચાર્ય રજૂ કરેલી વિગતો અતિવિશ્વસનીય છે. ચમત્કારો અને અલંકારો તો કાવ્યમાં હોય જ. વિક્રમનું અનુકરણ કરનારો મહત્ત્વાકાંક્ષી સિદ્ધરાજ જાતે પણ પોતાના વિષે યોગિનીઓ ઈત્યાદિની અદભુતરસભરપૂર આખ્યાયિકાઓ પ્રચલિત કરે તે પણ સમજી શકાય તેવી વાત છે. યાશ્રયમાં જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org