Book Title: Gujarat nu Pratham Itihas Kavya
Author(s): Jayant P Thaker
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય પ્રા૦ જયન્ત કે. ઠાકર, એમ્. એ., કોવિદ્ આપણા દેશમાં પ્રાચીન કાળમાં આજના જેવી ઇતિહાસદૃષ્ટિ ખીલેલી ન હતી તે દોષ આપણી સામે વારંવાર ધરવામાં આવે છે. પ્રાચીનોની ઇતિહાસની વ્યાખ્યા બહુ વ્યાપક હોવાથી તેમાં પ્રચલિત આખ્યાયિકાઓ તથા પૌરાણિક કથાઓ પણ સમાઈ જતી. આ જ કારણે રામાયણ અને મહાભારત બહુ દળદાર બનેલાં છે. તે વખતે ચરિત્રગ્રન્થો પણ જવલ્લે જ લખાતા, કારણ કે ધર્મને બહુ પ્રાધાન્ય મળવાથી ચમત્કારિક જીવનનું જ ચરિત્રચિત્રણ કરવાનું યોગ્ય લેખાતું. પાંચમી શતાબ્દીના મહાયંસો પછી છેક સાતમી સદીના બાણુના દૂષત્વરિતમાં કાંઇક ઐતિહાસિક તત્ત્વ મળે છે તેમ કહી શકાય. આ વ્રેરિતના ચતુર્થ ઉચ્છ્વાસમાં ‘ દૂર્નર ' શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ જોવા મળે છે. ત્યાં સમ્રાટ્ હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને ‘જૂનપ્રજ્ઞા : 'ગુજરાતને જાગરણ કરાવનાર—કહ્યો છે. મુસલમાનોના સમ્પર્ક બાદ, વિક્રમના દશમા શતક પછી આપણે ત્યાં ઐતિહાસિક સામગ્રી અર્પનારા પ્રબન્ધો રચાવા લાગ્યા. વેરવિખેર ઐતિહાસિક સામગ્રીવાળા આવા સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશમાં લખાયેલા ગ્રન્થોમાં ખારમા શકતમાં રચાયેલી કાશ્મીરી કવિ કલ્હણકૃત રાતક્ત્તિળી ખાસ નોંધપાત્ર છે; કેમ કે તે બીજાની માફક કેવળ સ્તુતિથી નહિ અટકતાં રાજાનાં દૂષણો પણ આલેખે છે. અગિયારમી સદીમાં થઇ ગયેલા, વિમાવપતિના રચયિતા, કાશ્મીરના કવિ બિહણના પૂર્ણમુન્દ્રી નાનો નાયક ગુજરાતનો રાજા અને પ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહનો પિતા કર્ણદેવ સોલંકી છે અને તેના કવિકલ્પિત વસ્તુમાં ઐતિહાસિક તત્ત્વો ખીજરૂપે મળે છે. ગુજરાતને માટે એ એક ગૌરવનો વિષય છે કે ભારતના બીજા કોઈ પણ રાજવંશ કરતાં ગુજરાતનાં ૩૦૦ વર્ષ જેટલા લાંબા શાસનકાળવાળા ચૌલુક્યવંશના ઋતિહાસની સામગ્રી અતિવિપુલ પ્રમાણમાં મળી શકી છે તેવું ડૉ. બ્યૂલર જેવાએ પણ કબૂલ કર્યું છે. [જુઓ ‘ યિન ઍન્ટિકવરી,’ ગ્રન્થ ૬, પૃ. ૧૮૦] ગુજરાતના ઇતિહાસના આલેખનના વિષયમાં વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં તથા ૧૩માના પૂર્વાર્ધમાં થઈ ગયેલા, ગુજરાતના એ મહાન રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમકાલીન અને કલિકાલસર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરનારા મહાન્ જૈન આચાર્ય શ્રીહેમચન્દ્રસૂરિનું સ્થાન મોખરે છે. તેમણે ‘ ગુજરાતના નાથ ’ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી સિદ્ધહેમરાન્દ્રાનુરાસન નામક નૂતન સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ રચ્યું છે, જેના આઠે અધ્યાય છે અને દરેક અધ્યાય ચાર ચાર પાદમાં વહેંચાયેલો છે. આ બત્રીસે પાદને અન્તે પ્રશસ્તિનો એક-એક શ્લોક મૂકી તેમાં ગુજરાતમાં ચૌલુક્યવંશના સ્થાપક મૂળરાજથી માંડીને પોતાના સમકાલીન અને શિષ્ય કુમારપાલ સુધીના આડે રાજાઓની ક્રમબદ્ધ નામાવલિ આપેલી છે. આ વ્યાકરણના નિયમોનાં તે જ ક્રમમાં ઉદાહરણો આપવા અર્થે ગુજરાતના આ મહાન સાહિત્યાચાર્યે સંસ્કૃત-પ્રાકૃત યાશ્રયકાવ્યની રચના કરી છે, જેમાં ઉપરિનિર્દિષ્ટ ૩૨ શ્લોકોને વિસ્તારીને મૂલરાજ (વિ. સં. ૯૯૮થી ૧૦૫૩)થી કુમારપાલ (વિ. સં. ૧૧૯૯થી ૧૨૨૯) પર્યન્તનો ઇતિહાસ વણી લેવાનો પ્રશસ્ય પ્રયત્ન કરેલો છે. આમાં વલભીપુરના પ્રખ્યાત કવિ ભટ્ટિ(આશરે ઈ. સ. ૫૦૦ – ૬૫૦)ના વ્યાકરણકાવ્ય રાવળવા અથવા મદૃિાયની સરસાઈ કરવાનો પ્રયાસ હોવાનો સંભવ છે. તે ગમે તે હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7