Book Title: Ghasilalji Maharaj ka Jivan Charitra
Author(s): Rupendra Kumar
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 469
________________ ४३८ પુજ્ય ગુરૂદેવ આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તા. ૩-૧-૭૩ ના રોજ સંથારો કરીને મોક્ષ ગતીએ પ્રયાણ કરેલ છે. પુજ્ય મહારાજ શ્રી આપણા સમાજમાં સર્વોપકારી શ્રેષ્ઠ સાધુઓમાંના એક પ્રખર વિદ્વાન જ્ઞાની ધર્મનિષ્ઠ વક્તા હતા, તેમજ તેમના ઉમદા સ્વભાવથી સમાજમાં અનેકને આશીર્વાદરૂપ હતા તેઓ શ્રી મૃત્યુ ઉપર વિજય મેળવી એક્ષપદને પામ્યા છે. આવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આરાધક ગુરૂદેવની આપણા સમાજને ઘણી મોટી ખોટ આવી પડી છે. આ દુઃખદ સમાચાર જાણીને અમો મંડળના દરેક સભ્ય એ (ભાઈ તથા બહેનેએ) એક એક સામાયિક કરીને શોક ઠરાવ કરેલ છે. તેની નેધ આપને મોકલીયે છીએ. એજ પ્રમુખ રમણીકલાભ ઠાકરશી વેરાવલ પૂજ્ય ગુણાનુરાગી વંદનીય મહારાજ સાહેબ શ્રી પં. રન મુનિશ્રી કહેયાલાલજી મહારાજ સ્વ. અમારા સરુના આપના ચરણોમાં વંદન સ્વીકારશે. પરમ પૂજ્ય, પરમ ઉપકારી, શાસનોધ્યારક ગુરૂવર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબનું નિવણ સાંભવી અમારા સહુના દિલને સખત આઘાત લાગ્યો છે. પૂજ્ય પદ્માબાઈ સ્વામીએ રાજકેટથી તત્કાલિક ખબર સંથારાના આપ્યા ત્યાં તે સવારે જ સંથારો સીઝવાના ખબર પડથા. તે એના ગુણગ્રામ તે મારા જેવી નાની છોકરી તો ક્યાંથી જ કરી શકે? જીવ દયા ના પ્રખર હિમાયતી શાસ્ત્રોદ્ધારક અને શાસન દિવાકરની શાસનને મહાન ખેટ પડી છે. પૂજય મહારાજશ્રી ના કાળધમેં તો પંચમકાળે મહાન સંત ઓલિયા ગુમાવ્યા છે. વીરના શાસનની જ્યોત જલાવી રાખનાર આજીવન પુરૂષાથી. વીર મહાવીરના પંથે ચાલી અને મહાવીર જ બની જશે. અથવા બની ગયા હશે તેમાં કોઈ શંકા નથી. વીરના શાસનનો પ્રકાસિત દી બુઝાઈ ગયો છે. છાસઠ વર્ષના સંયમના ગાળામાં જરા પણ આળસ વિના પરમાત્માની વાણીને વિવિધ ભાષામાં ગુંથી અને અનેક લોકોને સુલભ બનાવી છે. અનેક જીવોના માર્ગ દર્શક બન્યા છે. આજે જૈન શાસનનું છત્ર ઉડી ગયું છે. તેમ આયના માથેનું શિરછત્ર પણ ઉડી ગયું છે. પરંતુ આપ તો જ્ઞાની છે આપને મારા જેવી શું લખે, પરમ પુજ્ય કાકાના ઉપર પણ તેઓની પુષ્કળ લાગણી હતી જ્યારે આપણે આવ્યા હોય ત્યારે કે કાકા માટે તે એક જ શબ્દ વાપરે, જીવ દયાને રાજા, પરંતુ આજે તો છવદ્યાના રાજા ને પણ સ્વધામ પહઆ ને નવ નવ મહિનાને ગાળો વીતી ગયે તેઓ પણ જે આસમયે હયાત હેત તે આ સમાચારે તેમ ને પણ ખૂબ આઘાત પહોંચાડયા હેત, પણ આ તે રાજા ના પણ રાજા (ચક્રવતી) રાજા, સંસારની સમગ્ર પીડાથી પર બની ને મહામાનવમાંથી પરમાત્મા બની ગયા. પ્રભૂ પાસે એટલી જ પ્રાર્થના કરવાની હિંમત કેળવું છું કે હે પ્રભુ! તેઓ જ્યાં હોય ત્યાંથી અમને જૈન ધર્મના સંસ્કારો પીરસતા રહે પ્રભુશ્રી મહાવીરના માર્ગમાં ચાવવા માટે અમારા માર્ગ દક ઉપકારી બની રહે, માર્ગ ભૂલેલા અનેક મનુષ્યોના દિપક બની રહે એજ આપની શિક્ષા રમીલ્યાબેન અશ્વિનભાઈ તથા મંછા બેનના વંદન સ્વિકારશે. ભાણવડ તા. ૧૧-૧-૭૩ ધર્મ સ્નેહી ગુણાનુરાગી ભાઈ શ્રી ભેગીલાલ ભાઈ. સરસપુર વિ અને મધુર વ્યા. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા ૨ જામનગર ચાતુર્માસ બાદ પધાર્યા અને અમે શ્રી સંઘને ધર્મલાલ આપેલ છે. તેઓ શ્રી એ ત્યાં પં. ન મુનિશ્રી કનૈયાલાલજી મ. સા. ને યથા યે... વંદન કરી સુખશાતા પુછાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480