Book Title: Ghasilalji Maharaj ka Jivan Charitra
Author(s): Rupendra Kumar
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 472
________________ ४४१ કર્યો. જૈન ધર્મના આ જ્ઞાની સંતની વિદાય ન પૂરી શકાય તેવી ખોટ સ્થાનક્વાસી જૈન સમાજ ને પડી છે. જેણે જીવન ઝંકારની સેનેરી સાધનાથી અને અદ્દભૂત અરાધનાથી વિશ્વના સારાયે સમાજમાં ખૂબ જ પ્રસિદ્ધિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, મોહરૂપી નિદ્રામાં પોઢેલા કઈક જીવોને ઢંઢોળ્યા. ત્યાગ માર્ગમાં જ્ઞાન. દર્શન. ચારિત્ર, તપની અનુપમ આરાધના કરી હતી. પરમ પુરુષાર્થી પૂરા સિદ્ધાંત નિષ્ણાત પૂઃ આચાર્ય ગુરૂદેવ ગેબીનાદ જગાવનાર. પ્રભૂની પદ્મપરાગ ને પ્રસરાવવા માં દાયિક ભેદ રાખ્યા વિના સારા સમાજને અને વિરતી છંદને પોતાની ક્ષયપશમની સિતારથી સંતોષનું સુરીલું સંગીત સુણાવતા. અને અણુઉકેલના અરણ્યમાં અટવાયેલા આત્માઓનાં પ્રશ્નો નો ઉકેલ આણી તેઓ શ્રી બધાને આન ધના ઉપવનમાં લાવતાં ને સર્વસના સવર્ણ સંદેશને ફેલાવતા અને ભેદ જ્ઞાનની ભેરી વગાડી સૂતેલા સાધકોને જગાડતા હતાં. અને આચાર્યના ઉપવનમાં ખીલતા સંત સતીરુપ પુષ્પોના માળીરૂપ બની વીરવાણીનું વારિ સીંચી સર્વજ્ઞના સાત્વિક રસનું સીચન કરતા હતાં. અહો ? આજે જીવન ઉપવનના માળી જતાં જ્ઞાન બગીઓ કરમાઓ, જાગૃતિનું ઝરણું ઝુંટવાયું. અને શિષ્ય સમાજ છત્ર વિહેણો બન્યો. સાધનાની સિતારમાંથી તાર તુટયો પૂગુરૂદેવના આત્માને શાંતિ મળે એજ પ્રભુ પાસે પ્રાર્થના આપ સાતામાં બીરાજતા કશો. લી વિજયા લક્ષ્મી હીરાભાઈ શાહના જયજિનેન્દ્ર વાંચશે ઘાટકોપર મુંબઈ ૧૩–૧-૭૩ સ્વધર્મ પ્રેમી સુશ્રાવક શ્રી ભોગીલાલ છગનલાલભાઈ વિશેષ તમારે ત્યાં બીરાજતા પૂ. પંડિત મુનિ શ્રી કહૈયાલાલજી મહારાજ આદીઠણાઓ તથા પૂ. મહાસતીજી આદી જે બીરાજતા હોય તેમને અમારાવતી સુખસાતા પુછી બહુમાન પુર્વક વંદણું કરશોજી. પરમ પુજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રી ના કાળધર્મ પામ્યાનાં સમાચાર સાંભળી ઘણું જ દુઃખ થયેલ છે તેઓ શ્રી ઘણું લાંબુ આયુષ્ય ભગવ્યું નાની ઉમરમાં દીક્ષા લીધી. આચાર્ય શ્રી ઘણું વરસ દીક્ષા પર્યાય પાળી અને તે દરમ્યાનમાં શાસ્ત્રોનું ઘણું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે સૌ કોઈને જાણવામાં છે. પૂ.આચાર્ય શ્રી કરાંચીમાં હતાં, ત્યારે ઉપાશદશાંગસૂત્રનું ભાષાન્તર બહાર પાડયું હતું. તે પુસ્તક દામનગર વાળા શેઠ દામોદરદાસ ભાઈના જાણવામાં આવ્યું તેથી તેઓ પ્રભાવિત થયા. બીજા સૂત્રને ભાષાંતર કરવાનો વિચાર થતા તેઓ શ્રી એ પૂ. મહારાજ શ્રી ને વિનંતી કરી તેને માન આપી પૂજ્ય મહારાજ શ્રી આજ થી ત્રીસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં પધાર્યા હતા. રાજકોટ, વેરાવળ, ઘોરાજી જેતપુર પોરબંદર આદિ દરેક ઠેકાણે વિચરી ધર્મોપકાર કર્યા. ત્યાર બાદ અમદાવાદ સંઘની આગ્રહભરી વિનંતીથી પરસપુર ઉપાશ્રયમાં રહી શાસ્ત્ર લખવાનું કામ આગળ વધાર્યું દિન પ્રતિદિન તેમાં સારો સહકાર મળ્યો અને બત્રીસેયસૂત્રનું ભાષાન્તર પૂરું થયું ક૯પસૂત્ર વગેરે છપાઈને બહાર પડી ગયા છે. ફક્ત ત્રણ કે ચાર સૂત્ર જ છપાવવાને બાકી છે. આ બધો સહકાર તમારા હૃદયમાં પૂજ્ય શ્રી પ્રત્યેના અનન્ય ભક્તિ ભાવનું પરિણામ છે. પૂ. મહારાજશ્રીની ગેર હાજરીમાં તેમનું અધૂરું રહેલું કામ પૂરું કરવાની આપણી સૌની ફરજ છે. પ૦ મહારાજ શ્રી બે દિવસને સં થા કરી દેવગત થયા છે તે જાણી ઘણે જ સંતોષ થયો છે. પૂ૦ કનૈયાલાલજી મહારાજ આદિ ઠાણાઓને પૂ મહારાજ શ્રી ની ગેરહાજરીને લીધે ઘણું દુઃખ થાય તે સ્વભાવીક છે. પરંતુ સમભાવે સહન કરવાનું અમારા વતી આશ્વાસન આપશે. શ્રીયુત નરભેરામભાઈ ઝાટકીયાએ પૂ મહારાજ શ્રી ના કાળધર્મ પામવાથી દીલગીરી વ્યક્ત કરેલ છે પૂ૦ પ્રિય વક્તા વિનયમુનીજી મહારાજ, બહુસૂત્રી પૂ. સમરથમલજી મહારાજ તથા પૂવ આચાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480