Book Title: Ghasilalji Maharaj ka Jivan Charitra
Author(s): Rupendra Kumar
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 477
________________ જે તે સંધાએ સૂત્રો, ટીકાઓ તત્સંબંધી સાહિત્ય શ્રમણ શ્રમણીઓ માટે સંગ્રહમાં જરૂર રાખવું જોઈએ. પણ તે થઈ શકતું નથી કારણ કે સંઘપતિઓ પોતે જ હકીકત જે યથાર્થ રૂપે સમજતા હોતા નથી મૂર્તિપૂજક સમાજમાં તે પ્રસ્તુત સાહિત્યનો સંગ્રહ કરવામાં આવે છે અને સાધુ સાધ્વીઓ ના શિક્ષણ માટે પંડિતોને રોકવામાં આવે છે. અમારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજે આ માટે સારૂં દાંત પુરૂ પાડયું છે. મહારાજ શ્રી ઘણુજ સરળ સ્વભાવના હતા. ઉંચે ગુણસ્થાનકે પહોંચ્યા હતા. હું કલ્પના કરૂં છું. મહારાજ સરસપુરના ઉપાશ્રયે બેઠા બેઠા પંડિતોને સૂચના આપી રહયાં છે. પોતે ધન્ય જીવીત જીવી ગયા. મહારાજ શ્રી ને આત્મા ઉચ્ચ ગુણસ્થાન કે પહોંચો કઈ સમાધિ સેવ હશે. એ નિર્વિવાદ છે. (છીપાળ ઉપાશ્રયમાં અપાયેલી શ્રધ્ધાંજલી) છીપાપોળ ૨૧-૧-૭૩ પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. કાળધર્મ પામ્યા તે નિમિતે અમદાવાદના સમસ્ત સ્થા. જૈનેની એક શોકસભા તા ૧૧-૧-૭૩ ગુરૂવારે સવારે ૯-૩૦ કલાકે છીપાપોળના ઉપાશ્રયમાં મળી હતી. આ પ્રસંગે પૂજ્ય મુનિવરો મહાસતીજી અને શ્રાવક શ્રાવિકાઓની ઘણા જ સારા પ્રમાણમાં હાજરી હતી. પ્રારંભમાં પૂ. શ્રી શાંતિલાલજી મ. તથા પૂ૫. મુનિ કન્વેયાલાલજી મહારાજે પૂ. આચાર્ય શ્રીની આગમ સંપાદનના કાર્યની પ્રશંશા કરી તેમના વિશુદ્ધ ચારિત્રશીલ દીર્ધ સંયમ ર્યાય. સરલતા જ્ઞાનની ઉત્કૃષ્ટતા વિદ્વતા અને તમય જીવન વિષે બયાન કર્યું હતું. ત્યારબાદ પૂ. અરૂણાબાઈ મહાસતીજીએ (બેટાદ સં.) આ મહિનામાં (૧) પૂ. સમર્થમલજી મ. (૨) પૂ. વિચંદ્રજી મ. (૩) પૂ. આચાર્ય શ્રીવાસીલાલજી ભ૦ જેવા સમર્થ મહાપુરૂષોની સ્થા. સંઘને પડેલી ખોટ પર ખેદ વ્યક્ત કરી તેઓને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યાર બાદ પૂ. મહાસતીજી ઓએ વિરહ ગીણ ગાયું હતું ત્યાર બાદ શેઠ કપુરચંદજી બોથરા દિહીવાળા, વકીલ, શ્રી અમૃતલાલ મ. ગાંધીશ્રી જીવણલાલ છ સંઘવી. શ્રી પુંજાભાઈ શકરાભાઈ શાહ, વિગેરેએ પૂ. શ્રી ના તેજસ્વી અને ઉપકારક જીવન પર પ્રકાશ પાડી શ્રદ્ધાંજલી આપી હતી. છીપાપોળ સંઘના પ્રમુખ શેઠ શ્રી શાન્તિલાલ મંગળદાસ શાહે શ્રદ્ધાંજલી પત્રિકા વાંચી હતી અને શોક ઠરાવ પસાર કર્યો હતે. જૈનધર્મદીવાકર શાસ્ત્રોદ્ધારક પંડિત રન આચાર્ય દેવ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબની શ્રદ્ધાંજલી-પત્રિકા આપણે ત્યાં બિરાજતા પંડિત રન જૈનધર્મદિવાકર શાસ્ત્રોદ્ધારક પ્રખરતેજવી મહા તપસ્વિ આચાર્ય સમ્રાટ શ્રી ૧૦૦૮ પરમ પૂજ૫ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ તા. ૨-૧-૭૩ ના રોજ આત્મ કલ્યાણાર્થે પિતાની અંતિમ અવસ્થાની જાણ થવાથી સંથારો (આજીવન અનશન વ્રત) અંગીકાર કર્યો હતો અને ઉદયમાં આવેલા અથમતા કર્મો ને સમભાવે વેદતા તા. ૩–૧–૭૩ ને ગુરૂવારની રાત્રીએ ૯-૨૭ મીનીટે પરમ આત્મ કલ્યાણ સાધી આ મૃત્યુલોકમાંથી આપણી વચ્ચેથી ચીર વિદાય લઈ દેવલોકમાં પધાર્યા. તેઓ શ્રીને જન્મ મેવાડના જશવ તગઢમાં એક વૈરાગી ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. આ હણહાર બાળક ના સદનસીબે સુપ્રસિધ્ધ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જવાહરલાલજી મ.સાબેબનો ભેટો થયો. આચાર્ય શ્રી યુગ દષ્ટા પુરૂષ હતાં, તેઓ શ્રી એ પહેલી જ નજરે આ બાળકના તેજસ્વી અંત્માને પીછા બાળકને તેઓશ્રીએ ૧૯૫૮ ના મહાસુદ ૧૩ ને ગુરૂવારના રોજ ભાગવતી દીક્ષા અંગીકાર કરાવી નવકાર મંત્ર કંઠસ્થ કરતાં ૧૮ દિવસ થયાં. જ્ઞાન તેઓ શ્રી ને કંઠસ્થ થતું જ ન હતું. પરંતુ જ્ઞાની ગુરૂદેવની અનહદ કૃપાથી શાસ્ત્રોની આરાધના સંપૂર્ણ શ્રદ્ધાથી અને અડગધેયથી કરીને જૈન સિદ્ધાંતોનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480