Book Title: Gandhijie Varsama Apel Ahimsano Jivant Vyavahar
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો વ્યવહાર * 197 પરંપરાની હો, જે પરાપૂર્વથી માથા પરની જવાબદારી છોડવાની વાત કરતી આવેલ છે અને જગતને એ જ જાતનો ઉપદેશ દેતી આવેલ છે તે કોઈ રીતે બરાબર નથી. એમ કરવાથી તો એ જમાત પોતાનો બધો જ બોજો બાકીના લોકો ઉપર નાંખે છે અને એ રીતે ગૃહસ્થાશ્રમી જનતા ઉપર બમણો-ત્રમણો બોજો પડે છે. અને પરિણામે સંઘર્ષ કે હિંસાવૃત્તિ રોકવાને બદલે વધતાં રહે છે. શાસ્ત્રને પ્રમાણ માનનારા તેમાં લખેલી હકીકતોને તોળીને આજની દષ્ટિએ વિચાર કરે. વિજ્ઞાનનો પ્રકાશ મદદ કરી શકે એમ છે. એટલે શાસ્ત્રના અક્ષરને વળગવા કરતાં વર્તમાનકાળને સામે રાખી માણસજાતના હિતનું જે આચરણ વાસ્તવમાં સૂઝે તેને આચરવા પ્રયત્ન કરે. અમુક આચરણ માણસના હિતનું છે અને અમુક હિતનું નથી એનો ખ્યાલ દરેકને એની મેળે જ આવી જાય છે. માત્ર એ ખ્યાલને અનુસરવાનું બળ પ્રાપ્ત કરવું જોઈએ. જો આમ થાય તો માણસજાત જરૂર સુખી થવાની અને એની પાછળ પશુપક્ષીઓ તથા જે પ્રાણીઓ અવ્યક્ત ચેતનાવાળાં છે તેમને પણ સુખશાંતિ જરૂર ઊપજવાની. ભગવાન મહાવીરે કહેલ છે કે, તમામ વ્યવહાર-નાનો કે મોટો યતનાપૂર્વક કરો, અને આ જ વાત આજના મહાવીર પૂ. ગાંધીજીએ પોકારી પોકારીને આપણને સમજાવેલ છે. તા. ક. જેને વિશેષ સંશોધન કરવું હોય અને ઊંડા ઊતરીને કોઈ નવી શોધો કરી માનવહિતકર કામ કરવું હોય તે ભલે ફકીર કે ભિક્ષુ યા શ્રમણ થઈ પોતાની શોધ ચલાવે, પણ આજકાલ જેમ છાશવારે શ્રમણ કે ભિક્ષુઓ થતા છાપામાં દેખા દે છે તે તો કોઈ રીતે જુગતું નથી, અને દેશના આગેવાનોએ તથા વિચારક વર્ગે તેમને ચેતવવા જોઈએ. - નિકેતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4