Book Title: Gandhijie Varsama Apel Ahimsano Jivant Vyavahar
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૯૬ સંગીતિ જીવન અને તમામ વ્યવહાર ગોઠવેલો અને આજ સુધી જે અહિંસાનો વિચાર કિતાબોમાં હતો ત્યાં વનસ્પતિ, ભાજી, માછલાં વગેરે સુધી જ પહોંચાડી શકાયેલો તેને માણસજાતની વચ્ચે, માણસજાતના હિતની દષ્ટિએ વ્યાપક રીતે વહેતો કર્યો. બધા ધર્મવાળા “અહિંસા પરમો ધર્મ' એવું કહ્યા કરતા, ગોખ્યા કરતા અને સંભળાવ્યા કરતા, છતાંય અંદર-અંદર અવિશ્વાસ, એકબીજાની ઊંચતા અને અધમતા, આત્મીયતાનો અભાવ તથા બીજાં છળપ્રપંચ, અનીતિ વગેરે ચાલ્યા કરતું. આ બધું હિંસાની કોટિનું; છતાંય “અહિંસા પરમો ધર્મ માનનારાના ખ્યાલમાં આવ્યું નહીં અને હજુ પણ પૂરું આવ્યું જણાતું નથી. ઘણા તો હજી પણ એમ કહેતા સંભળાય છે કે એ અહિંસા મંદિરમાં, મઠમાં, હવેલીમાં કે સ્થાનક યા ઉપાશ્રયમાં ચાલી શકે, પણ બજારમાં, દેશના કામકાજમાં, મોટા મોટા ધંધાઓમાં કે બીજી દુન્યવી પ્રવૃત્તિઓમાં નહીં ચાલી શકે. પણ મહાત્માજીએ આ વાત ખોટી ઠરાવેલ છે, અને માણસના તમામ વ્યવહારમાં એટલે ખાવા, પીવા, પહેરવાથી માંડીને આખા દેશનું રાજય ચલાવવા સુધી અહિંસા-સત્યને પહોંચાડી દીધેલ છે. આપણે જો આ વારસો સાચવવો હોય અને ગાંધીજીને વફાદાર રહી તેમનાં સંતાનની કોટિમાં ગણાવું હોય યા જીવનનું ઉચ્ચ ધોરણ એટલે સાદાઈ, ઉડાઉપણાની વૃત્તિનો અભાવ, વ્યસનોનો અભાવ, એકબીજા તરફ અદંભીપણું, સહકાર અને પ્રેમ, એકબીજાનાં સુખદુઃખમાં આપણી પોતાની લાગણી અને ધર્મને નામે ચાલતાં અનર્થકારી કર્મકાંડોનો ત્યાગ તથા ધર્મને નામે, કોમને નામે યા દેશને નામે ચાલતા ગતાનુગતિક ખોટા પ્રવાહોમાં નહીં વહેવાનું–આ બધું ધીરે ધીરે જીવનમાં ઉતારતાં શીખી લેવું જોઈએ. એક ઝપાટે આ બધું આપણે નહીં આચરી શકીએ, પણ એક એક ડગલું વિચારી વિચારીને ભરતાં શીખીએ તો જરૂર એવો વખત આવશે કે આપણે મહાત્માજીના થોડે ઘણે અંશે વારસદાર બનવાના અને એમ થયા પછી ખરા અર્થમાં પૂરા વારસદાર પણ થઈ શકવાના. ઘણી વાર તો ઘર્ષણનાં કારણો જ નાંખી દેવા જેવાં હોય છે. વિચાર્યા પછી આપણને એ કારણો જોઈને હસવું આવી જાય છે અને આવું કેમ થઈ ગયું એવી વિમાસણ પણ થઈ જાય છે. સંઘર્ષ ટાળવા સંન્યાસી, ભિક્ષુ કે ઘર બદલી નાસી જવાની જરૂર નથી, પણ મનને, સંકલ્પને, વાસનાને, સ્વચ્છંદ વૃત્તિને બદલવાની જરૂર છે અને માથા પરની તમામ જવાબદારીઓ અદા કરવા તત્પર થવાની જરૂર છે. હિંદુસ્તાનની ત્યાગી જમાત પછી તે જૈન, બૌદ્ધ કે વૈદિક યા ઇસ્લામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4