Book Title: Gandhijie Varsama Apel Ahimsano Jivant Vyavahar Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૨૩. પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો જીવંત વ્યવહાર કોઈ પણ પ્રાણીના સ્વાર્થની હાનિ થતાં તરત જ સંઘર્ષની પ્રક્રિયા શરૂ થઈ જાય છે; તેમાંય માણસ-માણસ વચ્ચે એકબીજાના સ્વાર્થની હાનિ થતાં જે સંઘર્ષની પ્રક્રિયા શરૂ થાય છે તે અતિશય ભયંકર હોય છે, કે જેમાં સમગ્ર વિશ્વ પણ સંહારની નિકટ પહોંચી જશે કે શું એવી પરિસ્થિતિ આવી જવાનો ઘણી વાર ભાસ થઈ જાય છે. જીવવું તો સૌ કોઈને છે, એટલે એ ભાસ વાસ્તવમાં પરિણમી શકતો નથી. સ્વાર્થની હાનિ એટલે કંઈ એકલી ધનની, શરીરની, ધંધારોજગારની, વસવાટની, સ્થાનની વા વૈભવ-વિલાસની હાનિ જ નહીં, પણ પોતે કલ્પેલી યોજનાની, પોતાના સંકલ્પની કે પોતાની વાસનાઓની યા અહંકારની અથવા પોતે કલ્પેલી પોતાની માનેલ પ્રજાની કે પોતે કલ્પેલ દેશની કે દેશની સીમાની યા પોતે કલ્પેલી સંસ્કૃતિ વગેરેની હાનિ સમજવાની છે. ખરી રીતે આ આખુંય વિશ્વ એક છે અને તેની નિયામક, ચાલક, સંરક્ષક કે સંહારક શક્તિ જે અવિક્ષિત છે તે પણ કોઈ એક હોવાનો ભાસ થાય છે. આ જોતાં વિશ્વમાં વસતા તમામ મનુષ્યોનો સમાન અધિકાર હોવો ઘટે. કોઈ વિશેષ કારણથી, એટલે રંગ, ભાષા, ધર્મ કે વૈભવ વગેરે કારણથી અમુક જાતિ વિશેષ ઉચ્ચ પ્રકારની છે અને કોઈ અમુક જાતિ વિશેષ અધમ પ્રકારની છે એ કલ્પના માણસે પોતે જ પોતાની અંગત સુખસગવડ માટે ઊભી કરેલ છે, અને આવી કલ્પનાને લીધે કલ્પના કરનાર અને બીજા બધા લોકો દુ:ખી દુ:ખી થતા રહે છે. રશિયા કે અમેરિકા કરોડોની રકમ શસ્ત્રો બનાવવામાં ખર્ચે છે, અને એમ ક્યાં લગી ખર્ચશે તેની કોઈ મર્યાદા નથી. બન્ને દેશમાં વસતી પ્રજા બધી જ સુખી છે અને માનવને જરૂરી સગવડ તેમને પૂરતી મળી રહે છે તેમ નથી જ, છતાં એ દેશના નેતાઓ આમ શસ્ત્રોની દોડમાં હજી સુધી થાક્યા દેખાતા નથી અને તે દેશોની સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4