Book Title: Ek Navin Natakni Uplabdhi Author(s): Ambalal Premchand Shah Publisher: Ambalal Premchand Shah View full book textPage 4
________________ એક નવીન નાટકની ઉપલબ્ધિ ] ૩૩૧ શ્રી નેમિનાથની પ્રકૃતિ જન્મથી જ વૈરાગ્યશીલ હતી. તેઓ યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે તેમના પિતા સમુદ્રવિજય અને માતા શિવાદેવીએ નેમિનાથને વિવાહ કરવાને વિચાર કર્યો ત્યારે નેમિનાથે ના પાડી દીધી. એક પ્રસંગે શ્રી કૃષ્ણ પાસે મથુરાથી એક ગોપાળ કન્યા આવી. શ્રી. કૃષ્ણ તેને વેશ અને રીતભાત જોઈને રુકિમણી વગેરે અંતઃપુરની સ્ત્રીઓ તેને ઉપહાસ કરશે એમ માની કંઈક સંકોચ અનુભવવા લાગ્યા ત્યારે શ્રી નેમિનાથને આ કન્યાનું સ્વાભાવિક વર્તન ખૂબ રુચ્યું. આ ઉપરથી નેમિનાથને માટે એગ્ય કન્યા શોધી કાઢવા માટે સમુદ્રવિજય, શ્રી કૃષ્ણ વગેરે વિચાર કરવા લાગ્યા ત્યારે સત્યભામાએ ઉગ્રસેનની પુત્રી રામતી એગ્ય છેવા વિશે પ્રસ્તાવ મૂકો. કન્યા જોવા માટે વિચક્ષણ પુરુષને મેકલવામાં આવ્યા. બલભદ્ર રામતીનાં રૂપલાવણ્ય, યૌવન અને વય વિશે શ્રી નેમિનાથ સમક્ષ મુક્તકંઠે પ્રશંસા કરી. શ્રી. કૃષ્ણ પણ અનુમતિ આપી. નેમિનાથે એ વાત નછૂટકે સ્વીકારી. નેમિનાથ ઉગ્રસેનને ત્યાં જાન લઈને માંડવે આવ્યા ત્યારે નેમિનાથને પશુઓનાં કરુણ આક્રંદ સંભળાયાં. વાડામાં પૂરેલાં પશુઓને નેમિકુમારે જોયાં ને પૂછયું: “આ શું છે?” જવાબ મળ્યો કે, “તમારા જાનૈયાઓના આતિથ્ય (ભજન) માટે આ પશુઓ છે.” શ્રી નેમિનાથે તરત એ વાડામાંથી બધાં પશુઓને છોડી મૂક્યાં અને લગ્ન કરવાની ના પાડી. ' નેમિનાથને તેમના વડેરાઓ સમુદ્રવિજય, વસુદેવ, શ્રી. કૃષ્ણ, બલભદ્ર, શિવાદેવી વગેરે ઠપકો આપવા લાગ્યાં. ઉગ્રસેન, ધારિણી વગેરેને ભારે પશ્ચાત્તાપ થયે. છેવટે રાજીમતી વિષાદભર્યા મુખે શ્રી નેમિનાથને મળવા આવી. શ્રી નેમિનાથે પિતાને નિર્ણય જાહેર કરી રાજીમતીને વૈરાગ્યમય ઉપદેશ આપ્યો. અંતે રાજીમતીએ ખુશ થઈને શ્રી. નેમિનાથને તીર્થને ઉદ્યોત કરવા વિનંતિ કરી. બંનેએ ગિરનારમાં સાધના કરી આત્મકલ્યાણ કર્યું. નાટકની રચના ઉચ્ચ કોટિની વિઠા અને કલા માગી લે છે. કવિની બંને કૃતિઓમાંથી તેમની વૈદર્ભીરીતિયુક્ત રચનાનું જ્ઞાન થાય છે. વિવિધ પ્રસંગોમાંથી નવે રસને આસ્વાદ માણી શકાય છે. તેઓ વ્યાકરણ, સાહિત્ય, છંદ, કેશ, તિષ, ચૂડામણિશાસ્ત્ર વિષયના અજોડ અભ્યાસી માલૂમ પડે છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ જાણુ શકાય છે. જેના આચાર અને સિદ્ધાંત વિષયનું તેઓ ડું જ્ઞાન ધરાવતા હોવાનું પણ જણાય છે. સાચે જ કવિ યશશ્ચદ્રને તેમનાં બંને નાટકે સારી કીર્તિ અપાવે એવાં છે એમાં શંકાને લેશ અવકાશ નથી. १ सूत्रधारः-गृह्यता कस्यापि फलस्यामिधानम् । नटी-करुणम् । ..... सूत्रधारः-दग्धान्तःस्वरोऽयं प्रश्नः । आर्ये । न दृश्यते प्रारब्धकार्यसिद्धिः ।Page Navigation
1 2 3 4 5