Book Title: Ek Navin Natakni Uplabdhi
Author(s): Ambalal Premchand Shah
Publisher: Ambalal Premchand Shah
Catalog link: https://jainqq.org/explore/249683/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એક નવીન નાટકની ઉપલબ્ધિ જૈન ગ્રન્થભડારામાંથી હયે કેટલાક અજ્ઞાત ગ્રન્થા લાગેલી ‘રાજીમતી પ્રાધ’૨ નામની સ ંસ્કૃત નાટકકૃતિ વિશેની આગળ રજૂ કરવી ચેાગ્ય ધારું છું. અહીં હું એ નાટકના કર્તા અને તેમની કૃતિઓ વિશે ઉપલક દષ્ટિએ પરિચય કરાવું. “ રાજીમતી પ્રોાધનાટક 'ના કર્તાનું નામ છે યશશ્ચન્દ્ર. તે ૧૨મી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમણે ‘મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ' નામે રચેલા અને શ્રી. યશોવિજય જૈન પાઠશાળા, કાશીથી વીર સ’. ૨૪૩૨માં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક નાટકથી વિદ્યાના પરિચિત છે. તેમનું આ ખીજુ` નાટક ભ॰ નેમિનાથ અને રાજીમતીના ઘટનાપ્રસગનું ચિત્ર રજૂ કરે છે. આ બે નાની નાટ્યકૃતિથી પણ યશશ્ચન્દ્ર એક વિશિષ્ટ મહાકવિ તરીકે આપણી સામે તરી આવે છે. તેએ એમના સમયના શ્રતધર આચાયૅ વાદી શ્રી દેવસૂરિના પરમભક્ત અને પરમ જૈન હતા. મહારાજ સિદ્ધરાજ જયસિંહની વિદ્વત્સભાના પ્રમુખ પ્રજ્ઞાચક્ષુ મહાકવિ શ્રીપાલના ધનિષ્ઠ સબંધમાં હતા, જેમના તેએ માનભેર ઉલ્લેખ કરે છે, પણ વિદ્વત્સભામાંના પોતાના અધિકાર વિશે કશા ઉલ્લેખ કરતા નથી. અખાલાલ પ્રેમચંદ્ન શાહ મળી આવે છે તે પૈકી મને હાથ હકીકતા આજે સાહિત્યરસના તેઓ ધટવ'શીય (ધટવેરાવારિધિસુધારોનિઃ) વિદ્વાન્ ધનદેવના પુત્ર મહાકવિ પદ્મચંદ્રના પુત્ર હતા. એ એક રામાંચક વાત છે કે, કવિ યશશ્ચન્દ્રનું કવિત્વ તેમના પિતા અને દાદાથી વારસાગત ઊતરી આવ્યાનું કથન ‘મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ ' પૃ. ૨માં કવિ પોતે પરિપાાધક અને સૂત્રધારના મુખથી (પૂર્વપુરુષપરમ્પરાન્તઃ સુવિતાન્તિઃ) જણાવે છે. [ ૨ ] ‘મુદ્રિતકુમુદચન્દ્રનાટક ’થી જણાય છે કે, મહાકવિ યશશ્ચન્દ્રના દાદા ધનદેવ એક વિદ્વાન હોવા છતાં શાકંભરીના રાજાના મુખ્ય અધિકારી વર્ગમાં હતા.૪ કદાચ તેમના મહામાત્ય ૧ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન, દિલ્હી, ૧૯૬૭માં વહેંચાયેલા નિખ`ધ. ૨ આ ગ્રન્થનું સંપાદન હું કરી રહ્યો છું. 3 જૈન પ્રબંધા અને ખીન્ન ગ્રન્થામાં શ્રીપાલને વિરાજ, ભાષાચક્રવર્તી, સિધ્ધરાજપ્રતિપન્નબન્ધુ તરીકે ઓળખાવેલા છે. તેમણે વૈરાચનપરાજય' નામના મહાપ્રબન્ધ રચેલા તે આજે મળતા નથી. શ્રીપાલે પોતે જ પેાતાને માટે ‘એક દિવસમાં મહાપ્રબન્ધ રચ્યા ' (Th નિષ્પન્નમહાત્રનમ્બ ) એવે ઉલ્લેખ કર્યા છે. તેમની કેટલીક નાની કૃતિએ, સૂક્તિપદ્યો વગેરે મળી આવે છે. ४ यस्याराधनबुद्धयुपागत महासामन्तचक्रोल्लसद्बाहूलीकाश्वमुखान्तरालविगलल्लालाजलैः पङ्किला | वेश्मद्वावसुन्धरा प्रतिदिनं तावद् बभूवाद्भुतं तत् कर्णेजपमन्दिरेषु कमला भ्रष्टा स्खलन्ती पुनः ॥ Page #2 -------------------------------------------------------------------------- ________________ એક નવીન તાતકની ઉપલબ્ધિ ] હતા; કેમકે તેમણે શાકંભરીના રાજાની બાલ્યાવસ્થાથી જ રાજ્યવિષયક ઉન્નતિ કરવામાં મુખ્ય ભાગ ભજવ્યું હતું અને એ ધનદેવને મળવા માટે તેમના આંગણે અનેક મહાસામંતની મંડળીની ભીડ સદા જામેલી રહેતી. તેમની વિદ્વત્તાને પરિચય આપનારી કોઈ કૃતિ વિશે જાણવા મળતું નથી. આ ધનદેવના પુત્ર અને મહાકવિ યશશ્ચન્દ્રના પિતા પદ્મચંદ્ર કોઈ રાજ્યના અધિકારમાં સંકળાયેલા હોય એ ઉલ્લેખ યદ્યપિ કવિ યશશ્ચન્ટે કર્યો નથી છતાં તેઓ તેમના પિતા ધનદેવની સાથે કોઈ અધિકારપદે હેય એવું અનુમાન કરી શકાય. કદાચ તેઓ શાકંભરીના રાજાની વિસભાના મુખ્ય અધિકારી પણ હોય; પરંતુ તેઓ એક મહાવિદ્વાન કવિ હતા, જેમની રસિક સૂક્તિઓ વિદ્વાને ખૂબ ધ્યાનથી સાંભળતા. (તા. સુતો મંગિતો વિદ્ભક્કનૈર્ચાવિતુ:) તેમની કોઈ કૃતિ વિશે જાણવા મળતું નથી. અને આપણું કવિ યશશ્ચન્દ્ર પિતાને પરિચય “મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ', પૃ. રમાં આપ્યો છે, તેને સાર એ છે કે, કવિ યશશ્ચન્ટે અનેક પ્રબધગ્ર રચ્યા હતા. (જોધાનામ્) અને તેમની કવિતા સાંભળવા માટે વિદ્વાને સદા ઉત્કંઠિત રહેતા. (ચક્રૂ થવખrતિર્ષિ વિરવચન - વિશ્વો મનસ્વી બનઃ) - મહાકવિ યશશ્ચન્દ્ર બે મહાકાવ્યો અને ચાર નાટકો રચ્યાં હતાં એવો ઉલ્લેખ પણ પિતે કરે છે. તે પૈકી “મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ પ્રગટ થયાનું અગાઉ જણાવ્યું છે, અને આ રાજીમતીપ્રબોધ' નામના બીજા નાટક વિશે નવી હકીકત પ્રગટ થાય છે. બાકીનાં બે નાટકો અને બે મહાકાવ્ય હજી પ્રાપ્ત થયાં નથી. એ સિવાયના બીજા ગ્રંથો રચ્યા હોય તે તે વિશે જાણવા મળ્યું નથી. આ બંને નાટકો ઉપરથી મહાકવિ યશશ્ચન્દ્ર અને તેમના પૂર્વજોએ વિદ્યા તેમ જ રાજકારણમાં આપેલા ફાળાને નિર્દેશ મળે છે. કવિ યશશ્ચન્દ્રના સમકાલીન મહાકવિ શ્રીપાલ, તેમના પુત્ર મહાકવિ અને મંત્રી સિદ્ધપાલ જેમને કવિઓ અને દાનીઓમાં મુખ્ય (વીના વાતૃor g) - એવો ઉલ્લેખ મળે છે, તેમણે તેમજ તેમના પુત્ર “દ્રૌપદી સ્વયંવરનાટક'ના કર્તા મહાકવિ વિજયપાલે પણ વિદ્યા તેમજ રાજકારણમાં કરેલા અર્પણની સમાંતર તુલના કરી શકાય એમ છે. * સ્પષ્ટ છે કે, મહાકવિ શ્રીપાલ અને એમના સમકાલીન કવિ યશશ્ચંદ્ર કરતાં લગભગ પોણી સદી અગાઉ ધનદેવ અને પદ્મચંદ્ર જેવી ગૃહસ્થ જૈન વિદ્યાવિભૂતિઓની પરંપરા ઠેઠ વિજયપાલ સુધી જોવા મળે છે. એટલે લગભગ ૨૦૦-૨૫૦ વર્ષના એ ગાળામાં (ધનદેવ, પાચંદ્ર, યશશ્ચંદ્ર –શ્રીપાલ, સિદ્ધપાલ અને વિજયપાલ) આ છે જૈન ગૃહસ્થ વિદ્વાને થયાનું ચિત્ર આપણી સામે જાણે પ્રત્યક્ષ થાય છે. અને કવિ યશશ્ચંદ્ર જે સમયમાં વિદ્યમાન હતા તે સમયના સાહિત્યાકાશમાં એક તરફ વાદી શ્રી દેવસૂરિ જેવા પ્રૌઢ દાર્શનિક, બીજી તરફ આ. હેમચંદ્રસૂરિ જેવા વ્યાકરણ આદિ વિવિધ १ महाकाव्यद्वन्द्वोज्ज्वलमसणशृङ्गातिमती क्षरतकाव्यक्षीरामृतभरचतुर्नाटककुचा। समुन्मीलद्वाक्यामृतललितलाललतिका यदीया दत्ते गौरहह । कृतिनः कस्य न मुदम् ॥ Page #3 -------------------------------------------------------------------------- ________________ [અબાલાલ પ્રેમચંદ શાહ વિષયના વિદ્યાવિશારદ, રામચંદ્રસૂરિ અને ગુણચંદ્રસૂરિ જેવા સ્વતંત્ર મિજાજના નાટ્યકાર, દેવચંદ્રસૂરિ જેવા પ્રતિભાસંપન્ન કવિ, રત્નપ્રભસૂરિ અને ભદ્રેશ્વર સૂરિ જેવા સૂક્ષમદર્શી દાર્શનિક કવિઓ, માણિજ્યચંદ્રસૂરિ જેવા તીખા પ્રૌઢ વિદ્વાન, સૂરાચાર્ય જેવા ઉદ્ભટ વાદી અને અભયદેવસૂરિ જેવા ગંભીર આગમિક વિદ્વાનોની કૃતિઓ જોઈએ છીએ ત્યારે એ સમય શતર નમસ્તરામુ–સે સો ચંદ્રોના પ્રકાશથી જાજ્વલ્યમાન હોય એવું વરતાય છે. કઈ કઈનાથી, ઊતરતા વિદ્વાન નથી ત્યારે યુવાન અને ગૃહસ્થ એવા યશશ્ચંદ્ર જાણે એકાદ ખૂણામાં ચમકતા ધ્રુવ તારલા જેવાનો કઈ બે શબ્દોમાંય પરિચય આપતા નથી. આ સ્વમાની કવિ પિતાની કક્ષા જેવી મધુર કૃતિઓને રસથાળ લેકસમક્ષ મૂકીને અન્નહિત થઈ જાય છે. • [૩] " મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણમાં ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં, જેન તાંબરાચાર્યશિરોમણિ વાદી શ્રી દેવસૂરિ અને જૈન દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્ર વચ્ચે વિ. સં. ૧૧૮૧માં થયેલા ઐતિહાસિક વાદપ્રસંગને પરિચય મળે છે. આ સાંપ્રદાયિક વાદવિવાદમાં શ્વેતાંબર પક્ષને વિજ્ય અને દિગંબર પક્ષને પરાજય થયો એ ઘટનાની આમાં રજૂઆત છે. નાટકનાં પાત્રોના મુખથી કેટલાંક તત્કાલીન સૂચને પણ આપણને જાણવા મળે છે.. મહારાજા સિદ્ધરાજ જયસિંહની રાજસભાનું વાસ્તવિક ચિત્ર, પ્રજ્ઞાચક્ષુ પહ્માષાકવિચક્રવર્તી શ્રીપાલનું પ્રભાવક વ્યક્તિત્વ, વાદી શ્રી દેવસૂરિની અપ્રતિમ વિદ્વત્તા, કવિત્વ અને દાર્શનિક પ્રતિભા, શ્રી દેવસરિના શિષ્ય પૈકી શ્રી માણિજ્યચંદ્ર, શ્રી વિજયસેન અને શ્રી અશચંદ્રની વાક્પટુતા, શ્રી કુમુદચંદ્રસૂરિની અસહિષ્ણુતા, ગૂર્જરમંત્રી ગાંગિલની કૂટપ્રજ્ઞા, રાજવીની ન્યાયપ્રિયતા અને પિતાના રાષ્ટ્રવિજ્યની ઉત્કંઠા વિશે ઘણી જાણવાયોગ્ય માહિતી મળે છે. આમાંનાં લગભગ બધાં પાત્રો ઐતિહાસિક છે. એટલે તત્કાલીન એતિહાસિક હકીકતેને રજૂ કરતું આ નાટક બીજાં નાટકોથી અલગ તરી આવે છે. આ હકીકત ઉપરથી કવિ યશશ્ચંદ્ર વિ. સં. ૧૧૮૧ અને તે પછીના સમયમાં વિદ્યમાન હતા એટલું નક્કી છે. [૪] ત્યારે રાજમતીપ્રબંધનાટક' એક પૌરાણિક કવિશ્રુત પ્રસંગને આધાર લઈને રચેલું પંચાંકી નાટક છે. કરુણ પ્રસંગમાંથી સંસારત્યાગ માટે “પ્રબોધ થવો” અને એ દ્વારા રાજીમતીને “પ્રબંધ કરવો” એ આ નાટકની વસ્તુ છે. એટલે આમાંથી કોઈ ઐતિહાસિક વિગત જાણવા ન મળે એ સ્વાભાવિક છે. ' , ' આ નાટકમાં જે પૌરાણિક પ્રસંગને આધાર લેવામાં આવ્યો છે તે આ પ્રકારે છે – શ્રી. કૃષ્ણ અને શ્રી નેમિનાથને જન્મ યાદવકુળમાં થયો હતો. આ યાદવકુળને વિસ્તાર મથુરાની આસપાસ હતા. મથુરામાં શ્રી કૃષ્ણ ઉપર આફત આવતાં તેઓ બધા દ્વારિકામાં આવ્યા. શ્રી. કૃષ્ણના પિતા વસુદેવ અને શ્રી નેમિનાથના પિતા સમુદ્રવિજય બંને સગા ભાઈઓ હતા. Page #4 -------------------------------------------------------------------------- ________________ એક નવીન નાટકની ઉપલબ્ધિ ] ૩૩૧ શ્રી નેમિનાથની પ્રકૃતિ જન્મથી જ વૈરાગ્યશીલ હતી. તેઓ યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે તેમના પિતા સમુદ્રવિજય અને માતા શિવાદેવીએ નેમિનાથને વિવાહ કરવાને વિચાર કર્યો ત્યારે નેમિનાથે ના પાડી દીધી. એક પ્રસંગે શ્રી કૃષ્ણ પાસે મથુરાથી એક ગોપાળ કન્યા આવી. શ્રી. કૃષ્ણ તેને વેશ અને રીતભાત જોઈને રુકિમણી વગેરે અંતઃપુરની સ્ત્રીઓ તેને ઉપહાસ કરશે એમ માની કંઈક સંકોચ અનુભવવા લાગ્યા ત્યારે શ્રી નેમિનાથને આ કન્યાનું સ્વાભાવિક વર્તન ખૂબ રુચ્યું. આ ઉપરથી નેમિનાથને માટે એગ્ય કન્યા શોધી કાઢવા માટે સમુદ્રવિજય, શ્રી કૃષ્ણ વગેરે વિચાર કરવા લાગ્યા ત્યારે સત્યભામાએ ઉગ્રસેનની પુત્રી રામતી એગ્ય છેવા વિશે પ્રસ્તાવ મૂકો. કન્યા જોવા માટે વિચક્ષણ પુરુષને મેકલવામાં આવ્યા. બલભદ્ર રામતીનાં રૂપલાવણ્ય, યૌવન અને વય વિશે શ્રી નેમિનાથ સમક્ષ મુક્તકંઠે પ્રશંસા કરી. શ્રી. કૃષ્ણ પણ અનુમતિ આપી. નેમિનાથે એ વાત નછૂટકે સ્વીકારી. નેમિનાથ ઉગ્રસેનને ત્યાં જાન લઈને માંડવે આવ્યા ત્યારે નેમિનાથને પશુઓનાં કરુણ આક્રંદ સંભળાયાં. વાડામાં પૂરેલાં પશુઓને નેમિકુમારે જોયાં ને પૂછયું: “આ શું છે?” જવાબ મળ્યો કે, “તમારા જાનૈયાઓના આતિથ્ય (ભજન) માટે આ પશુઓ છે.” શ્રી નેમિનાથે તરત એ વાડામાંથી બધાં પશુઓને છોડી મૂક્યાં અને લગ્ન કરવાની ના પાડી. ' નેમિનાથને તેમના વડેરાઓ સમુદ્રવિજય, વસુદેવ, શ્રી. કૃષ્ણ, બલભદ્ર, શિવાદેવી વગેરે ઠપકો આપવા લાગ્યાં. ઉગ્રસેન, ધારિણી વગેરેને ભારે પશ્ચાત્તાપ થયે. છેવટે રાજીમતી વિષાદભર્યા મુખે શ્રી નેમિનાથને મળવા આવી. શ્રી નેમિનાથે પિતાને નિર્ણય જાહેર કરી રાજીમતીને વૈરાગ્યમય ઉપદેશ આપ્યો. અંતે રાજીમતીએ ખુશ થઈને શ્રી. નેમિનાથને તીર્થને ઉદ્યોત કરવા વિનંતિ કરી. બંનેએ ગિરનારમાં સાધના કરી આત્મકલ્યાણ કર્યું. નાટકની રચના ઉચ્ચ કોટિની વિઠા અને કલા માગી લે છે. કવિની બંને કૃતિઓમાંથી તેમની વૈદર્ભીરીતિયુક્ત રચનાનું જ્ઞાન થાય છે. વિવિધ પ્રસંગોમાંથી નવે રસને આસ્વાદ માણી શકાય છે. તેઓ વ્યાકરણ, સાહિત્ય, છંદ, કેશ, તિષ, ચૂડામણિશાસ્ત્ર વિષયના અજોડ અભ્યાસી માલૂમ પડે છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ જાણુ શકાય છે. જેના આચાર અને સિદ્ધાંત વિષયનું તેઓ ડું જ્ઞાન ધરાવતા હોવાનું પણ જણાય છે. સાચે જ કવિ યશશ્ચદ્રને તેમનાં બંને નાટકે સારી કીર્તિ અપાવે એવાં છે એમાં શંકાને લેશ અવકાશ નથી. १ सूत्रधारः-गृह्यता कस्यापि फलस्यामिधानम् । नटी-करुणम् । ..... सूत्रधारः-दग्धान्तःस्वरोऽयं प्रश्नः । आर्ये । न दृश्यते प्रारब्धकार्यसिद्धिः । Page #5 -------------------------------------------------------------------------- ________________ [ અબાલ મય સહs રાજીમતીબેધનાટક'માં તેમણે એક સ્થળે મહારાષ્ટ્રીય પ્રાકૃત ભાષામાં ચિત્રાત્મક પરિચય આપતા ફકર આપે છે તે આપણને ૧૨મી સદી જૂના પ્રાકૃત-અપભ્રંશને ખ્યાલ કરાવે છે. નીચે આપેલે ફકરો ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વ છે. "नेमिः-(महाराष्ट्रिकमुखमीक्षते राजा) देव / चतुरांगुलाची जीहा मी काई सांघओ, गोमटी मुह फाफटि, निलाइ चापटु, आखंडयालि ताहीची वीणी काली, न छोटी न मोटी, वानि चापाहूली नाही काइं ताहि तूली, नाहि उडी जाणउं सुखकरी कुंडी, बोलती महुर वाणि, चालती सुजाणि, राउल ! खरी रुडी अमृतकरी, इसी कूयडी न, प्रभुदं रुपे, जाणामि / ' આ નાટકમાંથી આપણને ૧૨મી સદી જૂની અપભ્રંશ ભાષાને નમૂને પણ જોવા મળે છે– આ “Tગીમતી-વિમ વારસોડુ ઘણુદું જાડુ ત્રાટું વડું सामिय ! हुंतु कु दोसु तिम्ह अम्हाहु उवरिजइ // राजी०- निठुर नेमिकुमार परिणिउ कलहि बहत्तरिहिं / एव अम्हारी वार तुहु उजलगिरि चालियउ॥ सोहसि सामल धीर तुह नन्नेहु न जयतिलय / / wતર કદવા [? ન ચરિન] પુનવિનચદં ." મહાકવિ યશશ્ચંદ્ર કઈ રાજ્યમાં અધિકારપદે હશે કે શું? તેમણે બીજાં સુકૃત કયાં કર્યા? કવિ શ્રીપાલ અને કવિ યશશ્ચંદ્ર વચ્ચે કેઈ સગાઈસંબંધ હતો કે કેમ એ જાણવા માટે કે સૂચન હજી મળ્યું નથી. એમનાં બે મહાકાવ્ય આપણને પ્રાપ્ત થયાં હતા તે સંભવ છે કે, આ બધી હકીકતોના ખુલાસા જાણી શકાત. અલબત્ત, કવિ યશશ્ચંદ્ર પાટણથી ખૂબ પરિચિત છે. મહારાજા સિદ્ધરાજ સિંહ અને કવિ શ્રીપાલ સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહેતા હેવાનાં સૂચને “મુદ્રિતકુમુદચંદ્રનાટકમાંથી મળે છે. તેઓ વાદી શ્રી દેવસૂરિની વિદ્યાપ્રતિભાના પરમ ઉપાસક હેવાનું પણ તેમની રચનાઓમાંથી ફલિત થાય છે. ઉપર્યુક્ત ખુલાસાને હકીકતેની સામગ્રી આપણને પ્રાપ્ત થાય એવી આશા રાખીએ. * યશશ્ચન્દ્રકત “રાજીમતી પ્રબોધ' નાટકને સર્વપ્રથમ સંક્ષિપ્ત નિર્દેશ શ્રી ચિમનલાલ દલાલે વસંત', 5. 14 (સંવત ૧૯૭૧-૭૨માં પ્રગટ થયેલા ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય” એ લેખમાં કરેલો છે. –સંપાદક