________________ [ અબાલ મય સહs રાજીમતીબેધનાટક'માં તેમણે એક સ્થળે મહારાષ્ટ્રીય પ્રાકૃત ભાષામાં ચિત્રાત્મક પરિચય આપતા ફકર આપે છે તે આપણને ૧૨મી સદી જૂના પ્રાકૃત-અપભ્રંશને ખ્યાલ કરાવે છે. નીચે આપેલે ફકરો ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વ છે. "नेमिः-(महाराष्ट्रिकमुखमीक्षते राजा) देव / चतुरांगुलाची जीहा मी काई सांघओ, गोमटी मुह फाफटि, निलाइ चापटु, आखंडयालि ताहीची वीणी काली, न छोटी न मोटी, वानि चापाहूली नाही काइं ताहि तूली, नाहि उडी जाणउं सुखकरी कुंडी, बोलती महुर वाणि, चालती सुजाणि, राउल ! खरी रुडी अमृतकरी, इसी कूयडी न, प्रभुदं रुपे, जाणामि / ' આ નાટકમાંથી આપણને ૧૨મી સદી જૂની અપભ્રંશ ભાષાને નમૂને પણ જોવા મળે છે– આ “Tગીમતી-વિમ વારસોડુ ઘણુદું જાડુ ત્રાટું વડું सामिय ! हुंतु कु दोसु तिम्ह अम्हाहु उवरिजइ // राजी०- निठुर नेमिकुमार परिणिउ कलहि बहत्तरिहिं / एव अम्हारी वार तुहु उजलगिरि चालियउ॥ सोहसि सामल धीर तुह नन्नेहु न जयतिलय / / wતર કદવા [? ન ચરિન] પુનવિનચદં ." મહાકવિ યશશ્ચંદ્ર કઈ રાજ્યમાં અધિકારપદે હશે કે શું? તેમણે બીજાં સુકૃત કયાં કર્યા? કવિ શ્રીપાલ અને કવિ યશશ્ચંદ્ર વચ્ચે કેઈ સગાઈસંબંધ હતો કે કેમ એ જાણવા માટે કે સૂચન હજી મળ્યું નથી. એમનાં બે મહાકાવ્ય આપણને પ્રાપ્ત થયાં હતા તે સંભવ છે કે, આ બધી હકીકતોના ખુલાસા જાણી શકાત. અલબત્ત, કવિ યશશ્ચંદ્ર પાટણથી ખૂબ પરિચિત છે. મહારાજા સિદ્ધરાજ સિંહ અને કવિ શ્રીપાલ સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહેતા હેવાનાં સૂચને “મુદ્રિતકુમુદચંદ્રનાટકમાંથી મળે છે. તેઓ વાદી શ્રી દેવસૂરિની વિદ્યાપ્રતિભાના પરમ ઉપાસક હેવાનું પણ તેમની રચનાઓમાંથી ફલિત થાય છે. ઉપર્યુક્ત ખુલાસાને હકીકતેની સામગ્રી આપણને પ્રાપ્ત થાય એવી આશા રાખીએ. * યશશ્ચન્દ્રકત “રાજીમતી પ્રબોધ' નાટકને સર્વપ્રથમ સંક્ષિપ્ત નિર્દેશ શ્રી ચિમનલાલ દલાલે વસંત', 5. 14 (સંવત ૧૯૭૧-૭૨માં પ્રગટ થયેલા ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય” એ લેખમાં કરેલો છે. –સંપાદક