________________
[અબાલાલ પ્રેમચંદ શાહ વિષયના વિદ્યાવિશારદ, રામચંદ્રસૂરિ અને ગુણચંદ્રસૂરિ જેવા સ્વતંત્ર મિજાજના નાટ્યકાર, દેવચંદ્રસૂરિ જેવા પ્રતિભાસંપન્ન કવિ, રત્નપ્રભસૂરિ અને ભદ્રેશ્વર સૂરિ જેવા સૂક્ષમદર્શી દાર્શનિક કવિઓ, માણિજ્યચંદ્રસૂરિ જેવા તીખા પ્રૌઢ વિદ્વાન, સૂરાચાર્ય જેવા ઉદ્ભટ વાદી અને અભયદેવસૂરિ જેવા ગંભીર આગમિક વિદ્વાનોની કૃતિઓ જોઈએ છીએ ત્યારે એ સમય શતર નમસ્તરામુ–સે સો ચંદ્રોના પ્રકાશથી જાજ્વલ્યમાન હોય એવું વરતાય છે. કઈ કઈનાથી, ઊતરતા વિદ્વાન નથી ત્યારે યુવાન અને ગૃહસ્થ એવા યશશ્ચંદ્ર જાણે એકાદ ખૂણામાં ચમકતા ધ્રુવ તારલા જેવાનો કઈ બે શબ્દોમાંય પરિચય આપતા નથી. આ સ્વમાની કવિ પિતાની કક્ષા જેવી મધુર કૃતિઓને રસથાળ લેકસમક્ષ મૂકીને અન્નહિત થઈ જાય છે. •
[૩]
"
મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણમાં ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં, જેન તાંબરાચાર્યશિરોમણિ વાદી શ્રી દેવસૂરિ અને જૈન દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્ર વચ્ચે વિ. સં. ૧૧૮૧માં થયેલા ઐતિહાસિક વાદપ્રસંગને પરિચય મળે છે. આ સાંપ્રદાયિક વાદવિવાદમાં શ્વેતાંબર પક્ષને વિજ્ય અને દિગંબર પક્ષને પરાજય થયો એ ઘટનાની આમાં રજૂઆત છે. નાટકનાં પાત્રોના મુખથી કેટલાંક તત્કાલીન સૂચને પણ આપણને જાણવા મળે છે..
મહારાજા સિદ્ધરાજ જયસિંહની રાજસભાનું વાસ્તવિક ચિત્ર, પ્રજ્ઞાચક્ષુ પહ્માષાકવિચક્રવર્તી શ્રીપાલનું પ્રભાવક વ્યક્તિત્વ, વાદી શ્રી દેવસૂરિની અપ્રતિમ વિદ્વત્તા, કવિત્વ અને દાર્શનિક પ્રતિભા, શ્રી દેવસરિના શિષ્ય પૈકી શ્રી માણિજ્યચંદ્ર, શ્રી વિજયસેન અને શ્રી અશચંદ્રની વાક્પટુતા, શ્રી કુમુદચંદ્રસૂરિની અસહિષ્ણુતા, ગૂર્જરમંત્રી ગાંગિલની કૂટપ્રજ્ઞા, રાજવીની ન્યાયપ્રિયતા અને પિતાના રાષ્ટ્રવિજ્યની ઉત્કંઠા વિશે ઘણી જાણવાયોગ્ય માહિતી મળે છે. આમાંનાં લગભગ બધાં પાત્રો ઐતિહાસિક છે. એટલે તત્કાલીન એતિહાસિક હકીકતેને રજૂ કરતું આ નાટક બીજાં નાટકોથી અલગ તરી આવે છે.
આ હકીકત ઉપરથી કવિ યશશ્ચંદ્ર વિ. સં. ૧૧૮૧ અને તે પછીના સમયમાં વિદ્યમાન હતા એટલું નક્કી છે.
[૪]
ત્યારે રાજમતીપ્રબંધનાટક' એક પૌરાણિક કવિશ્રુત પ્રસંગને આધાર લઈને રચેલું પંચાંકી નાટક છે. કરુણ પ્રસંગમાંથી સંસારત્યાગ માટે “પ્રબોધ થવો” અને એ દ્વારા રાજીમતીને “પ્રબંધ કરવો” એ આ નાટકની વસ્તુ છે. એટલે આમાંથી કોઈ ઐતિહાસિક વિગત જાણવા ન મળે એ સ્વાભાવિક છે. ' , '
આ નાટકમાં જે પૌરાણિક પ્રસંગને આધાર લેવામાં આવ્યો છે તે આ પ્રકારે છે –
શ્રી. કૃષ્ણ અને શ્રી નેમિનાથને જન્મ યાદવકુળમાં થયો હતો. આ યાદવકુળને વિસ્તાર મથુરાની આસપાસ હતા. મથુરામાં શ્રી કૃષ્ણ ઉપર આફત આવતાં તેઓ બધા દ્વારિકામાં આવ્યા. શ્રી. કૃષ્ણના પિતા વસુદેવ અને શ્રી નેમિનાથના પિતા સમુદ્રવિજય બંને સગા ભાઈઓ હતા.