Book Title: Ek Navin Natakni Uplabdhi Author(s): Ambalal Premchand Shah Publisher: Ambalal Premchand Shah View full book textPage 2
________________ એક નવીન તાતકની ઉપલબ્ધિ ] હતા; કેમકે તેમણે શાકંભરીના રાજાની બાલ્યાવસ્થાથી જ રાજ્યવિષયક ઉન્નતિ કરવામાં મુખ્ય ભાગ ભજવ્યું હતું અને એ ધનદેવને મળવા માટે તેમના આંગણે અનેક મહાસામંતની મંડળીની ભીડ સદા જામેલી રહેતી. તેમની વિદ્વત્તાને પરિચય આપનારી કોઈ કૃતિ વિશે જાણવા મળતું નથી. આ ધનદેવના પુત્ર અને મહાકવિ યશશ્ચન્દ્રના પિતા પદ્મચંદ્ર કોઈ રાજ્યના અધિકારમાં સંકળાયેલા હોય એ ઉલ્લેખ યદ્યપિ કવિ યશશ્ચન્ટે કર્યો નથી છતાં તેઓ તેમના પિતા ધનદેવની સાથે કોઈ અધિકારપદે હેય એવું અનુમાન કરી શકાય. કદાચ તેઓ શાકંભરીના રાજાની વિસભાના મુખ્ય અધિકારી પણ હોય; પરંતુ તેઓ એક મહાવિદ્વાન કવિ હતા, જેમની રસિક સૂક્તિઓ વિદ્વાને ખૂબ ધ્યાનથી સાંભળતા. (તા. સુતો મંગિતો વિદ્ભક્કનૈર્ચાવિતુ:) તેમની કોઈ કૃતિ વિશે જાણવા મળતું નથી. અને આપણું કવિ યશશ્ચન્દ્ર પિતાને પરિચય “મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ', પૃ. રમાં આપ્યો છે, તેને સાર એ છે કે, કવિ યશશ્ચન્ટે અનેક પ્રબધગ્ર રચ્યા હતા. (જોધાનામ્) અને તેમની કવિતા સાંભળવા માટે વિદ્વાને સદા ઉત્કંઠિત રહેતા. (ચક્રૂ થવખrતિર્ષિ વિરવચન - વિશ્વો મનસ્વી બનઃ) - મહાકવિ યશશ્ચન્દ્ર બે મહાકાવ્યો અને ચાર નાટકો રચ્યાં હતાં એવો ઉલ્લેખ પણ પિતે કરે છે. તે પૈકી “મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ પ્રગટ થયાનું અગાઉ જણાવ્યું છે, અને આ રાજીમતીપ્રબોધ' નામના બીજા નાટક વિશે નવી હકીકત પ્રગટ થાય છે. બાકીનાં બે નાટકો અને બે મહાકાવ્ય હજી પ્રાપ્ત થયાં નથી. એ સિવાયના બીજા ગ્રંથો રચ્યા હોય તે તે વિશે જાણવા મળ્યું નથી. આ બંને નાટકો ઉપરથી મહાકવિ યશશ્ચન્દ્ર અને તેમના પૂર્વજોએ વિદ્યા તેમ જ રાજકારણમાં આપેલા ફાળાને નિર્દેશ મળે છે. કવિ યશશ્ચન્દ્રના સમકાલીન મહાકવિ શ્રીપાલ, તેમના પુત્ર મહાકવિ અને મંત્રી સિદ્ધપાલ જેમને કવિઓ અને દાનીઓમાં મુખ્ય (વીના વાતૃor g) - એવો ઉલ્લેખ મળે છે, તેમણે તેમજ તેમના પુત્ર “દ્રૌપદી સ્વયંવરનાટક'ના કર્તા મહાકવિ વિજયપાલે પણ વિદ્યા તેમજ રાજકારણમાં કરેલા અર્પણની સમાંતર તુલના કરી શકાય એમ છે. * સ્પષ્ટ છે કે, મહાકવિ શ્રીપાલ અને એમના સમકાલીન કવિ યશશ્ચંદ્ર કરતાં લગભગ પોણી સદી અગાઉ ધનદેવ અને પદ્મચંદ્ર જેવી ગૃહસ્થ જૈન વિદ્યાવિભૂતિઓની પરંપરા ઠેઠ વિજયપાલ સુધી જોવા મળે છે. એટલે લગભગ ૨૦૦-૨૫૦ વર્ષના એ ગાળામાં (ધનદેવ, પાચંદ્ર, યશશ્ચંદ્ર –શ્રીપાલ, સિદ્ધપાલ અને વિજયપાલ) આ છે જૈન ગૃહસ્થ વિદ્વાને થયાનું ચિત્ર આપણી સામે જાણે પ્રત્યક્ષ થાય છે. અને કવિ યશશ્ચંદ્ર જે સમયમાં વિદ્યમાન હતા તે સમયના સાહિત્યાકાશમાં એક તરફ વાદી શ્રી દેવસૂરિ જેવા પ્રૌઢ દાર્શનિક, બીજી તરફ આ. હેમચંદ્રસૂરિ જેવા વ્યાકરણ આદિ વિવિધ १ महाकाव्यद्वन्द्वोज्ज्वलमसणशृङ्गातिमती क्षरतकाव्यक्षीरामृतभरचतुर्नाटककुचा। समुन्मीलद्वाक्यामृतललितलाललतिका यदीया दत्ते गौरहह । कृतिनः कस्य न मुदम् ॥Page Navigation
1 2 3 4 5