Book Title: Drawidiyan Sanskruti par Jain Dharmni Asar Author(s): Mohanlal D Chokshi Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 3
________________ eu-destivity test-1... -- -- -- s.sess-ses. is believessed stres sesses [ 1] તે કાળે, ધમધતાને જે વાયુ વાયો, તે દ્વારા જે વાતાવરણ સર્જાયું, તે ખરેખર ઈતિહાસને પાને કલંકરૂપ પ્રકરણ છે. એના ઉપર રાજ્યવંશમાં ચાલતાં પરસ્પરનાં ઈર્ષા અને લેભ એક તરફથી અંકુશરૂપ નીવડ્યાં અને બીજી બાજુએ મુસલમાન આક્રમણકારીઓનું આગમન થતાં સંગઠનની આવશ્યક્તા સામે ડોકિયાં કરી રહી. આ જાતની વિષમ સ્થિતિ ઊભી થવાથી ધાર્મિક અસહિષ્ણુતા ઓગળવા માંડી અને વધુ પ્રમાણમાં વણસી જતી સ્થિતિ સ્થગિત થઈ ગઈ આ રીતે, દક્ષિણના પ્રદેશમાં વર્તાતી દશાનું વધુ અવલેકન આગળ ઉપર રાખી, એ સંબંધી બોધપાઠ રૂપે તારવણી કરીએ, તે વિના અટક કહેવું પડશે કે, ભગવંત શ્રી મહાવીર દેવના ઉમદા અને ઉદાર વચનોનો અમલ કરવામાં તેને આમ જનસમૂહમાં વિસ્તારવામાં તે કાળના શ્રમણ તેમ જ શ્રાદ્ધ સંઘે પાછી પાની કરી નથી. જે આ નજર સામેનું સાચું ચિત્ર છે, તે આજે જ્યારે સર્વ પ્રકારની સાનુકૂળતા છે અને રાજકીય દષ્ટિએ કોઈ જાતનું જોખમ કે અગવડ નથી, ત્યારે આપણી શ્રી મહાવીર દેવના પુત્રની શી ફરજ હોઈ શકે ? એક તો, ત્યાં દષ્ટિગોચર થતા અને વિખરાયેલ મૂતિ- મંદિરરૂપી વાર એકત્રિત કરી, તેનો વહીવટ વ્યવસ્થિત કરવારૂપ ફરજ અને બીજી ફરજ, આપણે આત્મશ્રેયકારી સાહિત્યનું, તે તે ભાષાઓમાંથી વિદ્વાનોને હાથે ભાષાંતર કરાવી, વર્તમાનમાં બહુજન સમાજને લાભદાયી તેવી અંગ્રેજી તેમ જ હિંદીમાં અવતરણ કરવાની. વિશેષમાં, એ સાહિત્યની રજૂઆત સુંદર હોવી જોઈએ અને પ્રચારની નજરે એનું મૂલ્ય જેમ બને તેમ સસ્તુ હોવું ઘટે. અામકલ્યાણ અને ધર્મ પ્રભાવના માટે આ ધેરી માગ છે.' ससय खलुसे कुगई, जो मग्गे कुणई धर। जत्थेव गतुमिच्छेउजा तत्थ कुब्वेज आसय / / - શ્રી ઉત્તરાયન સૂત્ર જે પ્રધારાના માર્ગમાં ઘર બનાવે છે, તે ( બિચાર) સંદેહમાં પડે છે. ( કદાચિત ભારે અહીંથી જવું ન પડે !) ખરેખર તે ત્યાં જવું છે, ત્યાં જ પિતાનું આશ્રય સ્થાન કરવું જોઈએ. મીન ગ્રી આર્ય કયાણગોસ્મૃતિગ્રંથ, ગીરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3