Book Title: Drawidiyan Sanskruti par Jain Dharmni Asar Author(s): Mohanlal D Chokshi Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ [eo] - M deeds ... Mostles -sd-s...Most -2 feets-of-ses jest slot sexofwist... . ..] »ન. * તરીકે ગમે તે ધર્મ થવાનો હોય, છતાં દેશમાં પ્રસરેલા બીજા ધર્મો પ્રત્યે તેમની દષ્ટિ સમભાવપૂર્ણ રહેતી. પ્રજા પિતાને રુચે તે ધર્મ પાળવાને સ્વતંત્ર હતી. જુદા જુદા ધર્મોનો અભ્યાસ જિજ્ઞાસા વૃત્તિથી થતું. એમાં સાંપ્રદાયિક બંધનોની ગંધ સરખી જણાતી નહિ. ઈ. સ. ની બીજી સદીથી આરંભી લગભગ અગિયારમી સદી પર્યત આ પ્રદેશમાં જૈન ધર્મ પ્રચલિત હતે. એ વાતમાં જરા પણ શંકાને સ્થાન નથી. પરંતુ જેમ દરેક બાબતમાં ચડતી પડતીનો કાળ આવે છે, તેમ જૈન ધર્મના પ્રચારમાં પણ બનવા પામ્યું હોય, એ બાબત અસંભવિત ન ગણાય. તામિલ વાડમયમાં જે પાંચ મહાકાવ્ય સુપ્રસિદ્ધ મનાય છે, તેમાંના બીજા નંબરના નાલદિયારે ની રચના કલર્ભ રાજાના રાજ્યકાળમાં થયેલી છે. એ રાજવી તરફથી જૈન ધર્મને મોટો રાજ્યાશ્રય મળે હતે; કારણ કે કલ% રાજા વાડમયને મહાન ઉપાસક હતે. ઈ. સ. ના પાંચમા સૈકામાં દક્ષિણમાં જૈન ધર્મની પ્રબળતા જોવામાં આવતી હતી. અને જૈન ધર્મ પાંડ્ય દેશને તે રાષ્ટ્ર ધર્મ બનેલ હતું. ત્યારબાદ લગભગ ત્રણથી ચારસો વર્ષો સુધી જૈન ધમીઓએ ધર્મપ્રચાર અંગે પ્રબળ પ્રયત્ન કર્યાની નોંધ પ્રાપ્ત થાય છે. તે વેળા, દક્ષિણમાં જૈન ધર્મની વજા જોરથી ફરકતી હતી. જે લખાણ ઉપલબ્ધ થાય છે, એ જોતાં ઈ. સ. ની ૧૧ મી સદી સુધીમાં જૈન ધર્મ વિરુદ્ધ કોઈ ઈતર ધર્મ આગળ આવ્યું હોય એમ જણાતું નથી. આમ છતાં સત્યને ખાતર એ કહેવું જોઈએ કે, એનાં વિધી બીજે એ પૂર્વે દોઢસો બસે વર્ષોમાં વવાયાં શરૂ થયાં હતાં. राजमे हद्रीचा राजा राजनरेन याच्या कारकीदी त ( इ. स. १०२२ नंतर ) या द्वेषांकुरास जाराची पोलवी फुटत गेली व या पुढील ३०० वर्षात हजारे! जैनांचा बळी घेण्या इतका हा विषवृक्ष बाढला।' કર્ણાટક, તામિલ, અને તેલુગુ ભાષા જ્યાં પ્રચલિત હતી, એવા દક્ષિણના સર્વ પ્રદેશમાં તેમ જ મહારાષ્ટ્રમાં અને કંકણમાં અગિયારમા સૈકાથી માંડીને આશરે બસો વર્ષોને સમય * જૈન ધર્મ અને જેને માટે ઘણો વિષમ ગયે. એ વેળા જૈન સમાજને પિતાની દોલત અને માલ મિલ્કતને તે ભેગ આપવા પડે, પણ જૈન ધર્મ જેવા પિતાના પ્રાણ પ્યારા ધર્મની ટેકને સાચવવા સારુ પ્રાણની આહુતિ સુદ્ધાં આપવાનો સમય આવ્યો. જે એ કાળે જેનોએ સમભાવ અને વીરત્વ ન દાખવ્યાં હોત, તે જૈન ધર્મ એ પ્રદેશમાં અસ્ત થઈ થઈ ગયો હોત! પણ એ વેળા ધર્મને માટે પ્રાણ ન્યોછાવર કરવાનું દીર્ઘદશી સાહસ જેનોએ દાખવ્યું. અનુયાયીઓનું સંખ્યાબળ જે કે ઓછું થયું. છતાં એના સંસ્કાર કાયમ રહ્યા. તેમ જ અનુયાયી વર્ગ પણ નામશેષ ન થઈ ગયા. શ્રીકાર્ય કયા ગોસ્મૃતિગ્રંથ Sષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3