Book Title: Drawidiyan Sanskruti par Jain Dharmni Asar
Author(s): Mohanlal D Chokshi
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230143/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ || [sો દ્રાવિડિયન સંસ્કૃતિ પર જૈન ધર્મની અસર – શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી The Literary History of India (ભારતને સાહિત્ય વિષયક ઈતિહાસ) નામક મિ. કૅયરના ગ્રંથ ઉપરથી સહજ જાણી શકાય છે કે, તામિલ આદિ દક્ષિણની જે ભાષાઓ છે, એમાં ઉચ્ચ વિચાર અને ધ્યેયપ્રગભતાનાં જે દર્શન થાય છે, એ જૈન ધર્મના એ ભાષા પરના પ્રભાવને આભારી છે. શરૂઆતમાં પશુબલિ દેવામાં, દેવીને કે માતાને સંતુષ્ટ કરવા માટે જીવોનો ઘાત કરવામાં, અથવા તો પિશાચપૂજા જેવી કરણીમાં દ્રાવિડે ધર્મ માનતા હતા; પણ જૈન અને બૌદ્ધ ધર્મના ઉપદેશકેના સંસર્ગમાં આવ્યા પછી એ ઘર્મોના ઉદાર વિચારો અને ઉમદા તએ જનસમૂહમાં સુંદર છાપ બેસાડી. ઉત્તરોત્તર તેને વિસ્તાર વધતે ગયે અને અમુક કાળે જૈન ધર્મે રાષ્ટ્રધર્મનું અનોખું પદ પ્રાપ્ત કર્યું. સિલપદિકારમ” અને “મણિમેખલે” નામક બે પ્રસિદ્ધ ગ્રંથના આધારે વિના સંકોચથી કહી શકાય કે, ઈ. સ. ના બીજા સૈકાથી તામિલ દેશમાં જૈન અને બૌદ્ધ ધર્મ ઠીક ઠીક પાંગરવા માંડ્યા હતા. એ સંબંધી સંઘરાયેલા તેમાં સંખ્યાબંધ ઉલ્લેખે દૃષ્ટિગોચર થાય છે. લ” અને “પાંડ્ય” વંશના રાજાઓએ “જૈન ધમ” ને સારા પ્રમાણમાં આશ્રય આપેલ છે. “લ” રાજાઓની રાજધાની “કવિરિષ્પમપટ્ટિનમ” તથા “ઉરેપુર, “મદુરા આદિ નગરમાં જૈન મુનિસ્થાન અથવા ઉપાશ્રયે કે વસતીસ્થાન હતાં. વળી જૈન આર્યાઓ માટે જુદા આશ્રમો પણ હતા. જૈન મંદિરોમાં અરિહંત પ્રતિમાઓની પૂજા નિયમિત થતી. મણિમેખલે માં દર્શાવાયેલી ઉપરની બાબત ઉપરની તેમ જ મુનિઓ અને આયએ પણ અહીં વસતી પ્રજામાંથી જ વૈરાગ્ય પામી થયેલાં, એવી નેંધ ઉપલબ્ધ થતી હોવાથી, એ પણ સહજ કલ્પી શકાય છે કે, તામિલ દેશમાં વસતા નરનારી વર્ગમાં જૈન ધર્મના સંસ્કાર ઊંડાં જામેલા હતા અને એની જડ જામવામાં સંખ્યાબંધ વર્ષો વ્યતીત થયાં હતાં. એ કાળમાં રચાયેલા સાહિત્ય ઉપરથી પણ કહી શકાય છે કે, રાજાએ પરમત સહિષ્ણુ હતા. રાજધર્મ મ શ્રી આર્ય કયાાગો મસ્મૃતિગ્રંથો Page #2 -------------------------------------------------------------------------- ________________ [eo] - M deeds ... Mostles -sd-s...Most -2 feets-of-ses jest slot sexofwist... . ..] »ન. * તરીકે ગમે તે ધર્મ થવાનો હોય, છતાં દેશમાં પ્રસરેલા બીજા ધર્મો પ્રત્યે તેમની દષ્ટિ સમભાવપૂર્ણ રહેતી. પ્રજા પિતાને રુચે તે ધર્મ પાળવાને સ્વતંત્ર હતી. જુદા જુદા ધર્મોનો અભ્યાસ જિજ્ઞાસા વૃત્તિથી થતું. એમાં સાંપ્રદાયિક બંધનોની ગંધ સરખી જણાતી નહિ. ઈ. સ. ની બીજી સદીથી આરંભી લગભગ અગિયારમી સદી પર્યત આ પ્રદેશમાં જૈન ધર્મ પ્રચલિત હતે. એ વાતમાં જરા પણ શંકાને સ્થાન નથી. પરંતુ જેમ દરેક બાબતમાં ચડતી પડતીનો કાળ આવે છે, તેમ જૈન ધર્મના પ્રચારમાં પણ બનવા પામ્યું હોય, એ બાબત અસંભવિત ન ગણાય. તામિલ વાડમયમાં જે પાંચ મહાકાવ્ય સુપ્રસિદ્ધ મનાય છે, તેમાંના બીજા નંબરના નાલદિયારે ની રચના કલર્ભ રાજાના રાજ્યકાળમાં થયેલી છે. એ રાજવી તરફથી જૈન ધર્મને મોટો રાજ્યાશ્રય મળે હતે; કારણ કે કલ% રાજા વાડમયને મહાન ઉપાસક હતે. ઈ. સ. ના પાંચમા સૈકામાં દક્ષિણમાં જૈન ધર્મની પ્રબળતા જોવામાં આવતી હતી. અને જૈન ધર્મ પાંડ્ય દેશને તે રાષ્ટ્ર ધર્મ બનેલ હતું. ત્યારબાદ લગભગ ત્રણથી ચારસો વર્ષો સુધી જૈન ધમીઓએ ધર્મપ્રચાર અંગે પ્રબળ પ્રયત્ન કર્યાની નોંધ પ્રાપ્ત થાય છે. તે વેળા, દક્ષિણમાં જૈન ધર્મની વજા જોરથી ફરકતી હતી. જે લખાણ ઉપલબ્ધ થાય છે, એ જોતાં ઈ. સ. ની ૧૧ મી સદી સુધીમાં જૈન ધર્મ વિરુદ્ધ કોઈ ઈતર ધર્મ આગળ આવ્યું હોય એમ જણાતું નથી. આમ છતાં સત્યને ખાતર એ કહેવું જોઈએ કે, એનાં વિધી બીજે એ પૂર્વે દોઢસો બસે વર્ષોમાં વવાયાં શરૂ થયાં હતાં. राजमे हद्रीचा राजा राजनरेन याच्या कारकीदी त ( इ. स. १०२२ नंतर ) या द्वेषांकुरास जाराची पोलवी फुटत गेली व या पुढील ३०० वर्षात हजारे! जैनांचा बळी घेण्या इतका हा विषवृक्ष बाढला।' કર્ણાટક, તામિલ, અને તેલુગુ ભાષા જ્યાં પ્રચલિત હતી, એવા દક્ષિણના સર્વ પ્રદેશમાં તેમ જ મહારાષ્ટ્રમાં અને કંકણમાં અગિયારમા સૈકાથી માંડીને આશરે બસો વર્ષોને સમય * જૈન ધર્મ અને જેને માટે ઘણો વિષમ ગયે. એ વેળા જૈન સમાજને પિતાની દોલત અને માલ મિલ્કતને તે ભેગ આપવા પડે, પણ જૈન ધર્મ જેવા પિતાના પ્રાણ પ્યારા ધર્મની ટેકને સાચવવા સારુ પ્રાણની આહુતિ સુદ્ધાં આપવાનો સમય આવ્યો. જે એ કાળે જેનોએ સમભાવ અને વીરત્વ ન દાખવ્યાં હોત, તે જૈન ધર્મ એ પ્રદેશમાં અસ્ત થઈ થઈ ગયો હોત! પણ એ વેળા ધર્મને માટે પ્રાણ ન્યોછાવર કરવાનું દીર્ઘદશી સાહસ જેનોએ દાખવ્યું. અનુયાયીઓનું સંખ્યાબળ જે કે ઓછું થયું. છતાં એના સંસ્કાર કાયમ રહ્યા. તેમ જ અનુયાયી વર્ગ પણ નામશેષ ન થઈ ગયા. શ્રીકાર્ય કયા ગોસ્મૃતિગ્રંથ Sષયક Page #3 -------------------------------------------------------------------------- ________________ eu-destivity test-1... -- -- -- s.sess-ses. is believessed stres sesses [ 1] તે કાળે, ધમધતાને જે વાયુ વાયો, તે દ્વારા જે વાતાવરણ સર્જાયું, તે ખરેખર ઈતિહાસને પાને કલંકરૂપ પ્રકરણ છે. એના ઉપર રાજ્યવંશમાં ચાલતાં પરસ્પરનાં ઈર્ષા અને લેભ એક તરફથી અંકુશરૂપ નીવડ્યાં અને બીજી બાજુએ મુસલમાન આક્રમણકારીઓનું આગમન થતાં સંગઠનની આવશ્યક્તા સામે ડોકિયાં કરી રહી. આ જાતની વિષમ સ્થિતિ ઊભી થવાથી ધાર્મિક અસહિષ્ણુતા ઓગળવા માંડી અને વધુ પ્રમાણમાં વણસી જતી સ્થિતિ સ્થગિત થઈ ગઈ આ રીતે, દક્ષિણના પ્રદેશમાં વર્તાતી દશાનું વધુ અવલેકન આગળ ઉપર રાખી, એ સંબંધી બોધપાઠ રૂપે તારવણી કરીએ, તે વિના અટક કહેવું પડશે કે, ભગવંત શ્રી મહાવીર દેવના ઉમદા અને ઉદાર વચનોનો અમલ કરવામાં તેને આમ જનસમૂહમાં વિસ્તારવામાં તે કાળના શ્રમણ તેમ જ શ્રાદ્ધ સંઘે પાછી પાની કરી નથી. જે આ નજર સામેનું સાચું ચિત્ર છે, તે આજે જ્યારે સર્વ પ્રકારની સાનુકૂળતા છે અને રાજકીય દષ્ટિએ કોઈ જાતનું જોખમ કે અગવડ નથી, ત્યારે આપણી શ્રી મહાવીર દેવના પુત્રની શી ફરજ હોઈ શકે ? એક તો, ત્યાં દષ્ટિગોચર થતા અને વિખરાયેલ મૂતિ- મંદિરરૂપી વાર એકત્રિત કરી, તેનો વહીવટ વ્યવસ્થિત કરવારૂપ ફરજ અને બીજી ફરજ, આપણે આત્મશ્રેયકારી સાહિત્યનું, તે તે ભાષાઓમાંથી વિદ્વાનોને હાથે ભાષાંતર કરાવી, વર્તમાનમાં બહુજન સમાજને લાભદાયી તેવી અંગ્રેજી તેમ જ હિંદીમાં અવતરણ કરવાની. વિશેષમાં, એ સાહિત્યની રજૂઆત સુંદર હોવી જોઈએ અને પ્રચારની નજરે એનું મૂલ્ય જેમ બને તેમ સસ્તુ હોવું ઘટે. અામકલ્યાણ અને ધર્મ પ્રભાવના માટે આ ધેરી માગ છે.' ससय खलुसे कुगई, जो मग्गे कुणई धर। जत्थेव गतुमिच्छेउजा तत्थ कुब्वेज आसय / / - શ્રી ઉત્તરાયન સૂત્ર જે પ્રધારાના માર્ગમાં ઘર બનાવે છે, તે ( બિચાર) સંદેહમાં પડે છે. ( કદાચિત ભારે અહીંથી જવું ન પડે !) ખરેખર તે ત્યાં જવું છે, ત્યાં જ પિતાનું આશ્રય સ્થાન કરવું જોઈએ. મીન ગ્રી આર્ય કયાણગોસ્મૃતિગ્રંથ, ગીરી