Book Title: Dravyapraman Prakaranam Evam Kshetrasparshana Prakaranam
Author(s): Jagacchandrasuri
Publisher: Divyadarshan Trust
View full book text
________________
....
ગુરુસેવન મહામંત્ર પાયો; સવિ સિદ્ધિનો માન્યો ઉપાયો, ગુરુવચન કદી ન ઉથાપે; મુનિગણને આદર્શ આપે . ૧૧ સેવક બિરૂદ તે સાચું ધરતા; દ્રવ્ય-ભાવથી સેવા કરતા, સાધુ-સંઘના જીવન ધોરી; દીધી ગુરુએ હાથમાં દોરી..૧૨ ગુરુ મહિમા અહર્નિશ ગાવે; ગચ્છ ચિંતા કરે શુભભાવે, ગચ્છપતિની ઇચ્છા પૂરે; સાચી ભક્તિ હતી તસ રે...૧૩ વસ્ત્રપાત્રને પુસ્તક, પાટી; ઠવણી, કવલી, નવકારવાળી, સવિ સામગ્રીને પૂરનારા; ગણિવર સહુ ગણને પ્યારા...૧૪ સૂત્ર, અર્થ સ્વાધ્યાય કરાવે; ન્યાય-વ્યાકરણ સુગમ ભણાવે, બાલ-વૃદ્ધને તે બહુ ફાવે; નિત્ય પદ્મ ગુરુ ગુણ ગાવે...૧૫ સારણ-વારણને પડિચોયણ; કરતા દોષતણું સંશોધન, પંચસમિતિ ત્રિગુપ્તિ પળાવે; આતમ પરિણતિ શુદ્ધ બનાવે.૧૬ જિનભક્તિ તણા અતિ રસિયા; મનમંદિર જિનવર વસિયા, એકતાન થઈ ગુણ ગાવે, ભવિજનનાં દિલ ડોલાવે .૧૭ કરતાં કર્મ કઠિન ચકચૂરા; નિશદિન શુભધ્યાને શૂરા, આતમવીર્ય અનુપમ ધારે; જેનું શરણું સંસારથી તારે...૧૮ ઉપધાન-મહોત્સવ મંડાવ્યા; વળી સંઘોમાં સંપ કરાવ્યા, દીક્ષાદાન કરી જન તાર્યા; શિક્ષા આપીને ભવ નિસ્તાર્યા...૧૯ પ્રવચન જાહેરમાં દીધાં; કેઈ જીવોના ઉદ્ધાર જ કીધા, મહાગ્રંથો તણા કર્યા દોહન, ધન્યજીવન તારણ તરણ...૨૦ પુનાનગરે ગણિપ્રદાન દાન; પછી સોરઠ દેશ પ્રયાણ, સુરેન્દ્રનગરમાં પદ પંન્યાસ, નવ ગણિવર સાથે ઉલ્લાસ...૨૧
९७

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104