Book Title: Dravyapraman Prakaranam Evam Kshetrasparshana Prakaranam
Author(s): Jagacchandrasuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 98
________________ ગુરુ ગુણ સૌરભ ચોત્રીશી (અભિનંદન સ્વામિ હમારા. અથવા ચોપાઈ.) ભવિયા ! મનસરમેં તુમે ધારો; ગુરુ પવવિજય અણગારો, પઘો પણ તે ભાનુ વિકાસી; ભાનુ છે પ્રેમનો પ્યાસી...૧ પ્રેમ છે તે તો ગુણ ગણ ચંગો; અંગે અંગે જિન આણા રંગો, મોહતણો કાઢ્યો જેણે કંદો; બ્રહ્મતેજ દીપે જેમ ચંદો...૨ ચંદ્ર સમી જેની નિર્મલ કરતિ; પાવન દર્શન આપે વિરતિ, જ્ઞાન-ધ્યાનને જિનગુણ ગાન; ગ્લાન મુનિપર દૃષ્ટિ પ્રધાન...૩ તસ પરિચર્યા કદી ન ઉપેક્ષે; દિસે અહર્નિશ તહિ સમક્ષે, શિષ્ય-સમૂહ સોહે સુવિશાળ; મહાપથનો મહા રખવાળ...૪ એવા બહુવિધ ગુણનો દરિયો; ઉપશમ અમૃતરસ ભરિયો, ગુરુ પ્રેમસૂરીશ્વર રાયો; ભાનુવિજય શિષ્ય સવાયો...૫ જન પ્રતિબોધન શક્તિ વર્યો છે; ક્રિયા-જ્ઞાને પ્રમાદ હર્યો છે, આત્મપ્રકાશે સભર ભર્યો છે; શિષ્યગણને મુદિત કર્યો છે...૬ દિનકર દિનભર ઉપકારે; નિશિ આવે ન કારજ સારે, સોહે સૂર્ય-શશિથી સવાયો, નિશદિન પર-ઉપકારે ધાયો...૭ ભવ્ય, નિરીહ જ મુખડું દિસે; ભવિજનના મનકજ વિકસે, નવયુવક મન બહુ ભાવે; પદપા સેવન નિત આવે...૮ તસ અંતેવાસી ગુણની મૂર્તિ; ગાઈશ હરખે વિશ્વવિભૂતિ, . ભાનુ સહ સંયમરસિયા; ગુરુ પ્રેમ કને જઈ વસિયા...૯ સંયમ ગુણ બહુ વિકસાયા; નામ પદ્મવિજય ધરાયા, ગુરુગણમાં મૂલ્ય અંકાયા; તો પણ નહિ અભિમાનની છાયા...૧૦

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104