Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 5
________________ _ ઉપર શાસ્ત્રગર્ભિત અનુભવસિદ્ધ પ્રકાશ પાથરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી. વિજય પૂજ્યપાદશ્રીએ તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શાસ્ત્રોના મહાસાગરમાંથી વિણી વિણીને ધ્યાન અંગેની સામગ્રી એકઠી કરી ઉપરોક્ત સમસ્યાઓના કાયમી ઉકેલ સૂચવનાર વાચનાઓ શિબિરોમાં અને અન્ય સ્થળે આપવાનો મંગળ પ્રારંભ કર્યો. તે પ્રવચનો દિવ્યદર્શન સાપ્તાહિકમાં ૧૭ મા વર્ષના અંકોમાં ક્રમશઃ છપાઈ ગયા બાદ બે ભાગમાં પુસ્તકાકારે પણ છપાઈ ગયા. આ ગ્રન્થ પૂજ્યશ્રીના “ધ્યાન” અંગેના ચિંતન અને અનુભવોનો તથા શાસ્ત્રીય સત્યોનો અમૂલ્ય ખજાનો બની ગયો છે. ધ્યાન એ માત્ર પદ્માસન લગાવીને જ આરાધવાની વસ્તુ નથી. પરંતુ શાસ્ત્રવિહિત તમામ શુભક્રિયાઓમાં શુભ ધ્યાન કેટલું ઓતપ્રોત છે એ તથ્ય ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. લગભગ તમામ સંજ્ઞી જીવોને એક યા બીજા પ્રકારનું ધ્યાન ચાલુ જ હોય છે પરંતુ તેમાં “રૌદ્ર' અને “આ બે અશુભ ધ્યાનના પ્રકારની જ બોલબોલા હોય છે. રોજીંદા જીવનમાં માનવ ડગલે ને પગલે કેટલું બધું દુર્ગાન કરતો હોય છે એના નમૂના પૂજ્યશ્રીએ એવા સચોટ દર્શાવ્યા છે કે ધ્યાન-ધ્યાન કરનારાઓનો ઉન્માદ પીગળી જાય અને પોતાને સાચો ખ્યાલ આવી જાય કે ધ્યાનની ભૂમિ ઉપર પગ મૂકવાની વાત તો દૂર રહી, સૌથી પહેલાં તો દુર્ગાનના મગરમચ્છે જે આપણને પાકી પકડમાં લીધા છે એમાંથી જ છુટવાની ખાસ જરૂર છે અને એ માટે પ્રતિપક્ષી શુભ ધ્યાને ઉજાગર કરનારી શુભક્રિયાઓમાં સામેલ થવાની પ્રાથમિક આવશ્યકતા છે. પૂજ્યશ્રીએ દુર્બાનની ભીષા પકડ તથા તેમાંથી છૂટવા માટે ઉપયોગી ચિંતનશૈલીનું જે હૃદયંગમ વર્ણન કર્યું છે તે પ્રત્યેક ધ્યાનોપાસકને વિચાર કરતા કરી મૂકે તેવું છે. પોતાને ધ્યાનમાં આગળ વધી ગયેલા માની લેનારને પણ સિંહાવલોકનન્યાયે પોતાની યોગ્યતા અને પોતાની ભૂમિકાની ફરી એકવાર તપાસ કરી લેવા પ્રેરણા આપતો આ ગ્રન્થ સાચે જ ધ્યાનની પિપાસા રાખનારાઓ માટે ભોમીયાની ગરજ સારે એવો છે. પૂજ્યશ્રી જૈન શાસનના એક અણમોલ રત્ન હતા. તેમનું ધ્યાન અને ચિંતન એકબાજુ શાસ્ત્રીય સત્યોથી વણાયેલું છે તો બીજી બાજુ વર્તમાનકાળે નવી જ દિશાસૂઝ આપી જનારું છે. સૌ કોઈ આ ગ્રન્થમાં પીરસાયેલ રસથાળને આરોગી શુક્લધ્યાનારુઢ થવાની શક્તિ કેળવો એજ શુભેચ્છા. આવા ઉત્તમ સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તભૂત થનાર સ્વ. ગચ્છાધિપતિ વર્ધમાન તપોનિધિ પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. તથા સંપાદક પ.પૂ. પંન્યાસશ્રી પદ્ધસેન વિજયજી મહારાજ તેમજ સૌજન્યદાતા શ્રી નિરંજનભાઈ રમણિકભાઈ મહેતા સુરત (હાલ અમેરિકા) નો આભાર માનીએ છીએ. લિ. ટ્રસ્ટી મણ આચાર્યશ્રી ૐડારરસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ 4. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 478