Book Title: Dhyan ane Jivan Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 4
________________ પુરોવચન | શ્રી “ધ્યાનશતક' નામથી પ્રસિદ્ધ એવું “બાનાધ્યયન' નામનું ૧૦૫ ગાથાનું શાસ્ત્ર પૂર્વધર મહર્ષિ પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે રચ્યું અને એના પર સંક્ષિપ્ત વ્યાખ્યા પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસુરિજી મહારાજે કરી. બંને મહર્ષિ એવા અતિ ઉચ્ચ શ્રેણિના વિદ્વાન છે કે જેમની પંક્તિઓને સૂત્રાશરની જેમ પછીના શાસ્ત્રકારો પોતાના રચેલા શાસ્ત્રમાં આધાર તરીકે નોંધે છે. આચાર્ય પુરંદર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજ પૂર્વધર મહર્ષિ છે. ૧૪ “પૂર્વ' નામના શાસ્ત્રો, જે કૃતસાગરસમા, તે શાસ્ત્રો પૈકીના ૧ ‘પૂર્વ' નામના શાસ્ત્રના એઓશ્રી જાણકાર હતા. એમની પછી તો પૂર્વ શાસ્ત્રો નષ્ટ થઈ ગયા, એના કેટલાક પદાર્થોના ઝરણાં રહ્યા. સૂત્રથી નષ્ટ થવાનું કારણ એ કાંઈ લખાયેલા નહિ, માત્ર મોઢે મોઢે જ ભણાવાતા, ભણાતા અને યાદ રખાતા. બધું જ મોઢે. કાળના પ્રભાવે જીવોની બુદ્ધિનો હ્રાસ થતાં એ ગ્રહણ કરવાનું અને યાદ રાખવાનું મુશ્કેલ થયું. એટલે મહાવીર પ્રભુ પછી ૧૪ પૂર્વમાંથી ક્રમશઃ નષ્ટ થતાં થતાં ૧૦૦૦ વર્ષમાં તો ‘પૂર્વ' જ્ઞાન સમૂળગું નષ્ટ થયું. શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજ એના અંત ભાગમાં થયા એટલે એમને લગભગ ૧ પૂર્વ જેટલું જ્ઞાન હશે એમ મનાય છે. એ મહર્ષિએ શ્રમણ સૂત્રમાં આવતા “ચઉહિ ઝાણહિં' પદને લઈ “ઝાણ” એટલે કે ધ્યાન, તેના પર “ધ્યાન-અધ્યયન' રચ્યું છે. ૧૦૫ ગાથાનું એટલે ૧૦૦ “શત' ની નજીક સંખ્યાની ગાથાઓનું, માટે આ અધ્યયન “ધ્યાન-શતક' તરીકે ઓળખાય છે. શિબિરના અનેક વિદ્યાર્થીઓની ધ્યાન અને યોગના વિષયમાં તીવ્ર જિજ્ઞાસા હતી તો બીજી બાજુ યમ-નિયમ વગેરેનો પ્રસિદ્ધ ક્રમ ઓળંગી કેટલાક સીધો સીધા ધ્યાનમાં ઉતરવા માટે થનગની રહ્યા હતા. એ લોકોને ધાર્મિક ક્રિયાકાંડમાં જે શારીરિક શ્રમ પડે એ મુદ્દલે પસંદ હતો નહીં અને તેથી લોટરીની જેમ સીધા જ ધ્યાનમાં ઉતરી પડવાની ઘણાઓ નિષ્ફળ ચેષ્ટા કરી ચૂક્યા હતા. સમાજમાં કેટલાક આગળ પડતા નેતાઓ પણ ધ્યાન-ધ્યાનની બાંગો પોકારતા હતા. આ સ્થિતિમાં વાસ્તવિક ધ્યાન એ શું ચીજ છે ? કેવા અશુભ ધ્યાન ટાળ્યા વિના શુભ ધ્યાન ન આવે ? અશુભ ધ્યાનના પ્રકા કયા કયા ? એનું સ્વરૂપ અને કારણો કયા કયા ? એ કયા કયા ઉપાયે ટળે ? એ પછી લાગતા શુભ ધ્યાન કઈ ભૂમિકાની એ વસ્તુ છે અને તે આત્મસાત્ કરવા માટે કેટલા વારોથી વિચારણા કરવાની જરૂર છે ? તથા ધ્યાનના તાત્કાલિક અને દૂરગામીકયા કયા પરિણામો ઉદ્ભવે છે ? શુભ ધ્યાનની પણ કેટલી કક્ષાઓ હોઈ શકે છે ? એના કેવા કેવા પ્રકારો છે ? તથા ધ્યાન માટે કેવા કેવા દેશ-કાળ ઉચિત ગણાય ? કોને તે લાભ કરે તથા ધ્યાનનો બીજો પાસો શો છે ? -એમાં કેટકેટલા પ્રયત્ન સફળતા મળે ?-આ બધી જટિલ સમસ્યાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 478