Book Title: Dhyan Ek Parishilan Author(s): Sunandaben Vohra Publisher: Deepakbhai & Dharmiben Shah USA View full book textPage 6
________________ તારે કરવો પડશે. મારી આજ્ઞાપૂર્વક પરનો ઉપયોગ તું કરી શકે છે. પણ પરમાં ઉપયોગ તારે રાખવાનો નથી. નોકરને શેઠે કહ્યું : પાણી લાવ તો ! નોકર પાણી લેવા માટલી તરફ દોડશે. એ વખતે શેઠ તો એની પાછળ નહિ જાય ને ? નોકરનું કામ નોકર કરશે. તો, એ જ રીતે, હાથમાં કોળિયો ભરાશે; મોઢામાં એ ઠલવાશે; શરીરનું યંત્ર આપમેળે આ પ્રક્રિયા કરી લે છે. તો તમે તમારા મનને (ઉપયોગને) ત્યાં શા માટે મૂકો ? | હસતાં હસતાં હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમારો ભરાયેલો કોળિયો તમારા મોઢામાં જ ઠલવાશે. એ ન તો નાકમાં જશે કે ન કાનમાં કે આંખમાં. તો પછી ઉપયોગને ત્યાં કેમ રાખો છો ? | તમે તમારા ઉપયોગને ત્યાં મૂકો છો-ખાવાની પ્રક્રિયામાં-ત્યારે એ સ્વાદિષ્ટ ભોજનનાં દ્રવ્યો પ્રત્યે આસક્તિ કરશે. અસ્વાદુ દ્રવ્યો પર અરતિ તેને થશે. એને બદલે, કોઈ સ્તવનની મજાની પંક્તિમાં મનને રોકી દઈએ તો...? ઉપયોગને પરમાંથી પાછો ખેંચવો એ ધ્યાન માટે અત્યંત આવશ્યક ચીજ છે. હકીકતમાં, પરમાં શું છે ? પરમાં કશું જ તમને ખેંચે એવું નથી. માત્ર અનાદિની અભ્યસ્તતાને કારણે તમે એ બાજુ જાવ છો. એકવાર સ્વની આનંદમયી દુનિયામાં પ્રવેશ થઈ જાય તો તમે પરમાં જવાના નથી. પરમાં તમે જઈ શકો નહિ. - વિદુષી સાધિકા સુનંદાબહેનનું આ પુસ્તક સ્વની દુનિયામાં પ્રવેશવા માટેનું મઝાનું આમંત્રણપત્ર છે. બહુ જ સરળ રીતે તેમણે ધ્યાનની વ્યાખ્યા અને ધ્યાનમાં પ્રવેશવા માટેનાં માર્ગોની સમજુતી આપી છે. - આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા જિજ્ઞાસુઓ આનંદમય ભીતરી લોકમાં પ્રવેશે એ જ મંગળ કામના. -યશોવિજ્યસૂરિ ધોલેરા તીર્થ ફા.વ, ૧૧, ૨૦૭૧ તા. ૧૫-૦૩-૨૦૧૫Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 236