Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 5
________________ ધ્યાના આનન્દલોકમાં પ્રવેશ એક ભાઈ સોક્રેટિસને ઘરે આવ્યા, તેમને મળવા માટે. તે વખતે સોક્રેટિસ બાગમાં કામ કરી રહ્યા હતા. પેલા ભાઈએ સોક્રેટિસને કયારેય જોયા ન હોતા. સોક્રેટિસને માળી તરીકે સમજી તેમણે પૂછયું : સોક્રેટિસ ક્યાં છે? સોક્રેટિસે કહ્યું : ત્રીસ વર્ષથી સોક્રેટિસ (સ્વ)ને ઓળખવાનો પ્રયાસ કરું છું, પણ સફળતા મળી નથી હજુ. સ્વની અનુભૂતિ તે જ ધ્યાન. વિસ્તૃત વ્યાખ્યા ધ્યાનની આવી થશે. નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર સ્વગુણો કે સ્વરૂપની અનુભૂતિ તે ધ્યાન. નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ એટલા માટે જરૂરી છે કે આપણો ઉપયોગ વિકલ્પો ભણી ફંટાઈ રહ્યો છે. પરમાં રહેવાનું આથી થાય છે. - ઝરણાને કાંઠે કોઈ વ્યક્તિ બેઠેલી હોય... ઝરણાંનો ખળખળ કરતો, મીઠો અવાજ એને સંભળાઈ શકે એમ પણ હોય. પરંતુ એ જ વખતે કોઈ વરઘોડો જતો હોય અને ઢોલના જોરદાર ધમાકામાં ઝરણાનું સંગીત નહિ સંભળાય. - વરઘોડો દૂર જશે અને ઢોલનો અવાજ સંભળાતો બંધ થશે ત્યારે ઝરણાનું સંગીત સંભળાશે. | તમે આનંદઘન છો જ. આનંદનું એક ઝરણું સતત તમારી ભીતર રેલાઈ રહ્યું છે. પણ ઉપયોગ પર તરફ હશે તો...? પ્રભુએ એક સરસ વાત આપણને કહી : બેટા ! શરીર રૂપી પરને લઈને તું બેઠો છે; એટલે આહારનાં ને વસ્ત્રના પર પુદ્ગલોનો ઉપયોગ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 236