Book Title: Dharma prabhavaka Kanjiswami
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પરિવર્તન બાદ શરૂઆતનાં વર્ષોમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડક્યો, પરંતુ ધીરેધીરે તેમનો અનુયાયી વર્ગ “મહારાજે જે કર્યું હશે તે સમજીવિચારીને જ કર્યું હશે.” એવી લાગણી સાથે તેમના તરફ નતમસ્તક થયો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જન્મજાત દિગંબરો પણ તેમના જ્ઞાનની તેજસ્વિતાથી આકર્ષાઈને કેટલાક પ્રેમથી, કેટલાક ભક્તિથી, કેટલાક કુતૂહલવશ, તેમની સમીપ આવવા લાગ્યા. તે બધા તેમનાં આંતર-બાહ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. તેમની વાણીમાં હંમેશાં અધ્યાત્મની વર્ષા વરસતી હતી. ધીમે ધીમે તેમની પ્રવચનશૈલી તથા અધ્યાન્મથી આકર્ષાઈને વિવિધ સ્થાનોથી અનેક ભાઈબહેનો સોનગઢ આવવા લાગ્યાં. આને પરિણામે એક મોટો અનુયાયી વર્ગ તૈયાર થયો અને અનેક મુમુક્ષુ ભાઈબહેનોના સ્થાયી વસવાટથી સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું. સોનગઢમાં વિશાળ જિનમંદિર, સીમંધરસ્વામીનું સમવસરણ તથા હજારેક ભાઈબહેનો બેસી શકે એવા સ્વાધ્યાયભવનનું નિર્માણ થયું, જે અત્યન્ત દર્શનીય છે. શ્રી કાનજીસ્વામીને અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુન્દકુન્દ્રાચાર્ય અને તેમના દ્વારા રચિત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પતિકાય જેવા પરમાગમો પર અપૂર્વ, અનન્ય ભક્તિ હતી. આ આગમો પર તેમનાં અનેક પ્રવચનો અધ્યામૌલીની મુખ્યનાથી સોનગઢ, રાજકોટ, મુંબઈ આદિ અનેક નગરોમાં થયાં. શ્રી સમયસાર પરમાગમને તેઓ ઉત્તમોત્તમ ગ્રન્થ માનતા. તેમની દઢ માન્યતા હતી કે સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષદાયી છે. કાનજીસ્વામીની પ્રવચનશૈલી મુખ્યપણે નિશ્ચયનયને અવલંબિત અધ્યાત્મપ્રધાન રહી. તેમનાં પ્રવચનો હંમેશાં “ભગવાન આત્માનો અનેરો મહિમા પ્રગટ કરતાં. તેમની અધ્યાત્મપ્રધાન વકતૃત્વશૈલી તથા વિદ્રત્તાથી જૈન વિદ્વાનો તેમની તરફ ખૂબ આદર-ભાવથી નીરખતા. તેઓ હંમેશાં મુમુક્ષુઓના ચિત્તમાં સમ્યકત્વનું માહામ્ય દઢ કરવા સતત પ્રયત્નશીલ રહેતા. તેમના પ્રવચનોમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વ્યક્તિઓ તથા યુવાવર્ગ પણ સારા પ્રમાણમાં સામેલ થતો. તેમનાં પ્રવચનો-વ્યાખ્યાનો એક આધ્યાત્મિક ક્રાન્તિનાં મંડાણ જેવાં હતાં. જિનમંદિરોનું નિર્માણ : શ્રી કાનજીસ્વામીના ઉપદેશથી પ્રભાવિત થઈને અનેક સ્થાનકવાસી શ્વેતાંબર ભાઈઓએ દિગમ્બર ધર્મ અંગીકાર કર્યો. તેના ફળસ્વરૂપે લગભગ ૬૧ જેટલાં વિશાળ દિગંબર જિનમંદિરો સૌરાષ્ટ્ર, ગુજરાત તથા અન્ય પ્રાંતોમાં નિર્માણ થયાં. સ્વામીજીના માર્ગદર્શનમાં અનેક આગમોનું–શાસ્ત્રોનું પ્રકાશન થયું. કેટલાંયે શાસ્ત્રોના ગુજરાતી ગદ્યાનુવાદ તથા પદ્યાનુવાદ પ્રગટ થયા. આત્મધર્મ નામનું માસિક પણ (ગુજરાતી, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષામાં પ્રગટ થવા લાગ્યું. કુન્દકુન્દ કહાન જૈન શાસ્ત્રમાળા-સોનગઢ, પંડિન ટોડરમલ મારક ટ્રસ્ટ-જયપુર વગેરે સસાહિત્યનું પ્રકાશન કરનારી સંસ્થાઓ ઊભી થઈ અને સાહિત્યનો ખૂબ પ્રચારપ્રસાર થયો. સ્વામીજીની પ્રેરણાથી મુમુક્ષુવર્ગમાં સ્વાધ્યાયની નિયમિત રુચિ ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4