Book Title: Dharma prabhavaka Kanjiswami
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી સોનગઢના સંત તરીકે પ્રખ્યાત થયેલા, અનેક જિનમંદિરોના નિર્માણ અને શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પરમાગમોના પુનરુદ્ધારમાં અનન્ય યોગદાન આપનાર, આત્માથી સંત શ્રી કાનજીસ્વામીનું વ્યક્તિત્વ અન્યન્ત પ્રતિભાશાળી હતું. તેમના પરિચયમાં આવનારી દરેક વ્યક્તિ પર તેમની આધ્યાત્મિક પ્રતિભા અને કુશાગ્ર બુદ્ધિનો પ્રભાવ અવશ્ય પડતો. લગભગ ૪૦ વર્ષ સુધી તેમણે પોતાની પ્રવચનશૈલી અને આત્માર્થ– દૃષ્ટિનાં ગુણગાન વડે કેટલાયે જૈન-જૈનેતર મુમુક્ષુઓ પર ઊંડી છાપ પાડી હતી. જન્મ તથા બાળપણ: શ્રી કાનજીસ્વામીનો જન્મ વિ. સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૨ ને રવિવારના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં માતા ઉજમબાઈની કૂખે થયો હતો. પિતાશ્રીનું નામ મોતીચંદભાઈ હતું. સ્થાનક્વાસી જૈન સંપ્રદાયના દશા શ્રીમાળી વણિક કુળમાં જન્મેલા બાળક કહાનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કાર અને સહજ વૈરાગ્યભાવ હતો. નાની ઉંમરમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થવાથી સાધારણ શિક્ષણ મેળવીને તેઓ પોતાના મોટા ભાઈ સાથે આજીવિકાળે પાલેજની દુકાનમાં સામેલ થયેલા. છતાં તેમનું cરાગી મન વેપારાદિથી ઉદાસીન રહ્યા કરતું. Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી ૧૯૫ ઉપાશ્રયમાં કોઈ પણ સાધુ આવ્યાની ખબર મળતાં તેમની સેવામાં દોડી જવાનું તેઓ ચૂકતા નહિ. તેમનો મોટાભાગનો સમય સાધુઓની વૈયાવૃત્ય અને ધર્મચર્ચામાં વીતતો. તેમના સંબંધીઓ તો તેમને ‘ભગત'ના નામથી જ બોલાવતા. એક દિવસ પોતાના વડીલબંધુને તેમણે સાફસાફ જણાવી દીધું કે મારા ભાવ વિવાહ કરવાના બિલકુલ નથી, પરંતુ દીક્ષા ગ્રહણ કરવાના છે. ભાઈએ ખૂબ રસમજાવ્યા પણ તેમના વૈરાગી ચિત્તે દીક્ષા લેવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. દીક્ષા લીધા પૂર્વે તેઓ ગુરુની શોધમાં કાઠિયાવાડ, ગુજરાત અને મારવાડનાં અનેક ગામોમાં ફર્યા. છેવટે વિ. સં. ૧૯૭૦ના માગસર સુદી ૮ ને રવિવારના દિવસે તેમણે વતન ઉમરાળામાં જ બોટાદ સંપ્રદાયના શ્રી હીરાચંદજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી કાનજીસ્વામીએ શ્વેતાંબર સ્થાનકવાસી શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. તેમના જ્ઞાન અને સંયમથી આખા સૌરાષ્ટ્રમાં તેમની કીર્તિ ફેલાઈ. તેમની વિદ્વત્તા અને પ્રવચનશૈલીથી ઘણા લોકો આકર્ષાયા. ગ્રંથરાજ શ્રી સમયસારની પ્રાનિ:વિ. સં. ૧૯૭૮માં કાનજીસ્વામીના જીવનમાં એક મહાન પરિવર્તન કરનારી ઘટના બની. તેમના હાથમાં આચાર્ય કુન્દ કુન્દવિરચિત શ્રી સમયસાર ગ્રંથ આવ્યો. તેના અધ્યયનથી તેમના આનંદની કોઈ અવધિ ન રહી. તેમને એવું લાગ્યું કે અત્યાર સુધી તેઓ જેની ખોજમાં હતા, તે આખરે તેમને મળી ગયું છે. શ્રી સમયસારનો તેમના પર અતિશય પ્રભાવ પડ્યો અને તેમની જ્ઞાનની દિશા એકદમ બદલાતી જોવા મળી. ત્યારબાદ, વિ. સં. ૧૯૮૨માં શ્રીમાન ટોડરમલજી વિરચિત “મોક્ષમાર્ગ પ્રકાશક” ગ્રંથ તેમના હાથમાં આવ્યો. આથી તેમની બદલાયેલી દિશાને એક નવું જોમ મળ્યું. વિ. સં. ૧૯૯૧ સુધી કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુવેશમાં રહીને અનેક ગામોમાં પાદવિહાર કર્યો અને લોકોને જૈનધર્મનો મર્મ સમજાવવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો. તેઓ પોતાનાં વ્યાખ્યાનોમાં સમ્યગદર્શનની સિદ્ધિ માટે અત્યંત ભારપૂર્વક કહેતા. લાખો જીવોની હિંસા કરવાથી લાગતા પાપ કરતાં પણ મિથ્યાત્વથી થનું પાપ વિશેષ છે તેમ તેઓ અનેક વાર કહેતા. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સિવાય સાચું ચારિત્ર આવી શકે જ નહિ એવી તેમની દૃઢ માન્યતા હતી. વિ. સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૩ને મંગળવારે ભગવાન મહાવીરના જન્મદિને, કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુપદનો ત્યાગ કર્યો. આ પરિવર્તનને ભવિષ્યમાં થનારી અનેક ઘટનાઓના પાયારૂપ ગણી શકાય. આ પરિવર્તનથી સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રચંડ વિરોધ જાગ્યો છતાં પણ તેઓ મેરુ સમાન અવિચળ અને અડગ રહ્યા. તેમણે દિગંબર ધર્મ અંગીકાર કર્યો અને પોતાને દિગંબર આમ્નાયના શ્રાવક તરીકે ઘોષિત ક્ય. સત્ય સિદ્ધાન્તો માટે પોતે આ ધર્મ પરિવર્તન કર્યું છે તેવી તેમણે જાહેરાત કરી. પરિવર્તન બાદ તેમણે પોતાનો મુખ્ય નિવાસ સૌરાષ્ટ્રના સોનગઢ ગામમાં રાખ્યો. Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પરિવર્તન બાદ શરૂઆતનાં વર્ષોમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડક્યો, પરંતુ ધીરેધીરે તેમનો અનુયાયી વર્ગ “મહારાજે જે કર્યું હશે તે સમજીવિચારીને જ કર્યું હશે.” એવી લાગણી સાથે તેમના તરફ નતમસ્તક થયો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જન્મજાત દિગંબરો પણ તેમના જ્ઞાનની તેજસ્વિતાથી આકર્ષાઈને કેટલાક પ્રેમથી, કેટલાક ભક્તિથી, કેટલાક કુતૂહલવશ, તેમની સમીપ આવવા લાગ્યા. તે બધા તેમનાં આંતર-બાહ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. તેમની વાણીમાં હંમેશાં અધ્યાત્મની વર્ષા વરસતી હતી. ધીમે ધીમે તેમની પ્રવચનશૈલી તથા અધ્યાન્મથી આકર્ષાઈને વિવિધ સ્થાનોથી અનેક ભાઈબહેનો સોનગઢ આવવા લાગ્યાં. આને પરિણામે એક મોટો અનુયાયી વર્ગ તૈયાર થયો અને અનેક મુમુક્ષુ ભાઈબહેનોના સ્થાયી વસવાટથી સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું. સોનગઢમાં વિશાળ જિનમંદિર, સીમંધરસ્વામીનું સમવસરણ તથા હજારેક ભાઈબહેનો બેસી શકે એવા સ્વાધ્યાયભવનનું નિર્માણ થયું, જે અત્યન્ત દર્શનીય છે. શ્રી કાનજીસ્વામીને અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુન્દકુન્દ્રાચાર્ય અને તેમના દ્વારા રચિત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પતિકાય જેવા પરમાગમો પર અપૂર્વ, અનન્ય ભક્તિ હતી. આ આગમો પર તેમનાં અનેક પ્રવચનો અધ્યામૌલીની મુખ્યનાથી સોનગઢ, રાજકોટ, મુંબઈ આદિ અનેક નગરોમાં થયાં. શ્રી સમયસાર પરમાગમને તેઓ ઉત્તમોત્તમ ગ્રન્થ માનતા. તેમની દઢ માન્યતા હતી કે સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષદાયી છે. કાનજીસ્વામીની પ્રવચનશૈલી મુખ્યપણે નિશ્ચયનયને અવલંબિત અધ્યાત્મપ્રધાન રહી. તેમનાં પ્રવચનો હંમેશાં “ભગવાન આત્માનો અનેરો મહિમા પ્રગટ કરતાં. તેમની અધ્યાત્મપ્રધાન વકતૃત્વશૈલી તથા વિદ્રત્તાથી જૈન વિદ્વાનો તેમની તરફ ખૂબ આદર-ભાવથી નીરખતા. તેઓ હંમેશાં મુમુક્ષુઓના ચિત્તમાં સમ્યકત્વનું માહામ્ય દઢ કરવા સતત પ્રયત્નશીલ રહેતા. તેમના પ્રવચનોમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વ્યક્તિઓ તથા યુવાવર્ગ પણ સારા પ્રમાણમાં સામેલ થતો. તેમનાં પ્રવચનો-વ્યાખ્યાનો એક આધ્યાત્મિક ક્રાન્તિનાં મંડાણ જેવાં હતાં. જિનમંદિરોનું નિર્માણ : શ્રી કાનજીસ્વામીના ઉપદેશથી પ્રભાવિત થઈને અનેક સ્થાનકવાસી શ્વેતાંબર ભાઈઓએ દિગમ્બર ધર્મ અંગીકાર કર્યો. તેના ફળસ્વરૂપે લગભગ ૬૧ જેટલાં વિશાળ દિગંબર જિનમંદિરો સૌરાષ્ટ્ર, ગુજરાત તથા અન્ય પ્રાંતોમાં નિર્માણ થયાં. સ્વામીજીના માર્ગદર્શનમાં અનેક આગમોનું–શાસ્ત્રોનું પ્રકાશન થયું. કેટલાંયે શાસ્ત્રોના ગુજરાતી ગદ્યાનુવાદ તથા પદ્યાનુવાદ પ્રગટ થયા. આત્મધર્મ નામનું માસિક પણ (ગુજરાતી, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષામાં પ્રગટ થવા લાગ્યું. કુન્દકુન્દ કહાન જૈન શાસ્ત્રમાળા-સોનગઢ, પંડિન ટોડરમલ મારક ટ્રસ્ટ-જયપુર વગેરે સસાહિત્યનું પ્રકાશન કરનારી સંસ્થાઓ ઊભી થઈ અને સાહિત્યનો ખૂબ પ્રચારપ્રસાર થયો. સ્વામીજીની પ્રેરણાથી મુમુક્ષુવર્ગમાં સ્વાધ્યાયની નિયમિત રુચિ ઉત્પન્ન Page #4 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી 197 થઈ અનેક સ્વાધ્યાય શિબિરો યોજવા લાગી. સોનગઢ તથા જયપુરમાં એક પંડિતવર્ગ પણ ઊભો થયો અને અનેક વિદ્વાનો તૈયાર કરવાની પરંપરા પણ પ્રસ્થાપિત થઈ. સ્વામીજીએ તેમના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ ભારતનાં વિવિધ જૈનતીર્થોની યાત્રા કરી હતી અને ઘણા જીવોને તત્ત્વજ્ઞાનમાં રુચિ લેતા કર્યા હતા. અનેક જિનમંદિરોનું નિર્માણ, સત્સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર-પ્રસાર તેમજ નિશ્ચયન્યને વરેલી પ્રવચનશીલીથી કરેલાં પ્રવચનો આદિ અનેકવિધ સત્યમ દ્વારા પૂજ્ય શ્રી કાનજીસ્વામીએ પોતાનું સમસ્ત જીવનજિનવાણીના આસેવન અને પ્રચાર-પ્રસારમાં વ્યતીત કર્યું. સમ્યકત્વ ઉત્પન્ન કરવાની રુચિ તેમણે મુમુક્ષુઓમાં જગાવવાનો અવિરત પ્રયત્ન કર્યો. છેવટે નાદુરસ્ત તબિયતના કારણે તેમને મુંબઈની જશલોક હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થયો. લગભગ 91 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી તેઓએ તા. 28-11-1980, શુક્રવારના રોજ અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. તેમના જવાથી મુમુક્ષવર્ગમાં એક ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે.