________________ ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી 197 થઈ અનેક સ્વાધ્યાય શિબિરો યોજવા લાગી. સોનગઢ તથા જયપુરમાં એક પંડિતવર્ગ પણ ઊભો થયો અને અનેક વિદ્વાનો તૈયાર કરવાની પરંપરા પણ પ્રસ્થાપિત થઈ. સ્વામીજીએ તેમના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ ભારતનાં વિવિધ જૈનતીર્થોની યાત્રા કરી હતી અને ઘણા જીવોને તત્ત્વજ્ઞાનમાં રુચિ લેતા કર્યા હતા. અનેક જિનમંદિરોનું નિર્માણ, સત્સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર-પ્રસાર તેમજ નિશ્ચયન્યને વરેલી પ્રવચનશીલીથી કરેલાં પ્રવચનો આદિ અનેકવિધ સત્યમ દ્વારા પૂજ્ય શ્રી કાનજીસ્વામીએ પોતાનું સમસ્ત જીવનજિનવાણીના આસેવન અને પ્રચાર-પ્રસારમાં વ્યતીત કર્યું. સમ્યકત્વ ઉત્પન્ન કરવાની રુચિ તેમણે મુમુક્ષુઓમાં જગાવવાનો અવિરત પ્રયત્ન કર્યો. છેવટે નાદુરસ્ત તબિયતના કારણે તેમને મુંબઈની જશલોક હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થયો. લગભગ 91 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી તેઓએ તા. 28-11-1980, શુક્રવારના રોજ અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. તેમના જવાથી મુમુક્ષવર્ગમાં એક ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org