Book Title: Dharma prabhavaka Kanjiswami Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ ૨૭. ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી સોનગઢના સંત તરીકે પ્રખ્યાત થયેલા, અનેક જિનમંદિરોના નિર્માણ અને શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પરમાગમોના પુનરુદ્ધારમાં અનન્ય યોગદાન આપનાર, આત્માથી સંત શ્રી કાનજીસ્વામીનું વ્યક્તિત્વ અન્યન્ત પ્રતિભાશાળી હતું. તેમના પરિચયમાં આવનારી દરેક વ્યક્તિ પર તેમની આધ્યાત્મિક પ્રતિભા અને કુશાગ્ર બુદ્ધિનો પ્રભાવ અવશ્ય પડતો. લગભગ ૪૦ વર્ષ સુધી તેમણે પોતાની પ્રવચનશૈલી અને આત્માર્થ– દૃષ્ટિનાં ગુણગાન વડે કેટલાયે જૈન-જૈનેતર મુમુક્ષુઓ પર ઊંડી છાપ પાડી હતી. જન્મ તથા બાળપણ: શ્રી કાનજીસ્વામીનો જન્મ વિ. સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૨ ને રવિવારના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં માતા ઉજમબાઈની કૂખે થયો હતો. પિતાશ્રીનું નામ મોતીચંદભાઈ હતું. સ્થાનક્વાસી જૈન સંપ્રદાયના દશા શ્રીમાળી વણિક કુળમાં જન્મેલા બાળક કહાનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કાર અને સહજ વૈરાગ્યભાવ હતો. નાની ઉંમરમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થવાથી સાધારણ શિક્ષણ મેળવીને તેઓ પોતાના મોટા ભાઈ સાથે આજીવિકાળે પાલેજની દુકાનમાં સામેલ થયેલા. છતાં તેમનું cરાગી મન વેપારાદિથી ઉદાસીન રહ્યા કરતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4