Book Title: Dharma prabhavaka Kanjiswami
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી ૧૯૫ ઉપાશ્રયમાં કોઈ પણ સાધુ આવ્યાની ખબર મળતાં તેમની સેવામાં દોડી જવાનું તેઓ ચૂકતા નહિ. તેમનો મોટાભાગનો સમય સાધુઓની વૈયાવૃત્ય અને ધર્મચર્ચામાં વીતતો. તેમના સંબંધીઓ તો તેમને ‘ભગત'ના નામથી જ બોલાવતા. એક દિવસ પોતાના વડીલબંધુને તેમણે સાફસાફ જણાવી દીધું કે મારા ભાવ વિવાહ કરવાના બિલકુલ નથી, પરંતુ દીક્ષા ગ્રહણ કરવાના છે. ભાઈએ ખૂબ રસમજાવ્યા પણ તેમના વૈરાગી ચિત્તે દીક્ષા લેવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. દીક્ષા લીધા પૂર્વે તેઓ ગુરુની શોધમાં કાઠિયાવાડ, ગુજરાત અને મારવાડનાં અનેક ગામોમાં ફર્યા. છેવટે વિ. સં. ૧૯૭૦ના માગસર સુદી ૮ ને રવિવારના દિવસે તેમણે વતન ઉમરાળામાં જ બોટાદ સંપ્રદાયના શ્રી હીરાચંદજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી કાનજીસ્વામીએ શ્વેતાંબર સ્થાનકવાસી શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. તેમના જ્ઞાન અને સંયમથી આખા સૌરાષ્ટ્રમાં તેમની કીર્તિ ફેલાઈ. તેમની વિદ્વત્તા અને પ્રવચનશૈલીથી ઘણા લોકો આકર્ષાયા. ગ્રંથરાજ શ્રી સમયસારની પ્રાનિ:વિ. સં. ૧૯૭૮માં કાનજીસ્વામીના જીવનમાં એક મહાન પરિવર્તન કરનારી ઘટના બની. તેમના હાથમાં આચાર્ય કુન્દ કુન્દવિરચિત શ્રી સમયસાર ગ્રંથ આવ્યો. તેના અધ્યયનથી તેમના આનંદની કોઈ અવધિ ન રહી. તેમને એવું લાગ્યું કે અત્યાર સુધી તેઓ જેની ખોજમાં હતા, તે આખરે તેમને મળી ગયું છે. શ્રી સમયસારનો તેમના પર અતિશય પ્રભાવ પડ્યો અને તેમની જ્ઞાનની દિશા એકદમ બદલાતી જોવા મળી. ત્યારબાદ, વિ. સં. ૧૯૮૨માં શ્રીમાન ટોડરમલજી વિરચિત “મોક્ષમાર્ગ પ્રકાશક” ગ્રંથ તેમના હાથમાં આવ્યો. આથી તેમની બદલાયેલી દિશાને એક નવું જોમ મળ્યું. વિ. સં. ૧૯૯૧ સુધી કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુવેશમાં રહીને અનેક ગામોમાં પાદવિહાર કર્યો અને લોકોને જૈનધર્મનો મર્મ સમજાવવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો. તેઓ પોતાનાં વ્યાખ્યાનોમાં સમ્યગદર્શનની સિદ્ધિ માટે અત્યંત ભારપૂર્વક કહેતા. લાખો જીવોની હિંસા કરવાથી લાગતા પાપ કરતાં પણ મિથ્યાત્વથી થનું પાપ વિશેષ છે તેમ તેઓ અનેક વાર કહેતા. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સિવાય સાચું ચારિત્ર આવી શકે જ નહિ એવી તેમની દૃઢ માન્યતા હતી. વિ. સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૩ને મંગળવારે ભગવાન મહાવીરના જન્મદિને, કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુપદનો ત્યાગ કર્યો. આ પરિવર્તનને ભવિષ્યમાં થનારી અનેક ઘટનાઓના પાયારૂપ ગણી શકાય. આ પરિવર્તનથી સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રચંડ વિરોધ જાગ્યો છતાં પણ તેઓ મેરુ સમાન અવિચળ અને અડગ રહ્યા. તેમણે દિગંબર ધર્મ અંગીકાર કર્યો અને પોતાને દિગંબર આમ્નાયના શ્રાવક તરીકે ઘોષિત ક્ય. સત્ય સિદ્ધાન્તો માટે પોતે આ ધર્મ પરિવર્તન કર્યું છે તેવી તેમણે જાહેરાત કરી. પરિવર્તન બાદ તેમણે પોતાનો મુખ્ય નિવાસ સૌરાષ્ટ્રના સોનગઢ ગામમાં રાખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4