Book Title: Dharm ane Panth 02
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ધર્મો અને પંથે 115 ઈદે ઘણું સમજાયું, પણ તેમણે ના પાડી. ત્યારે ઈ કહ્યું “હું ઈન્દ્ર તરીકે કહું છું કે જે આ તક ગુમાવશો તો ફરીથી તક નહિ મળે. માટે કુતરાને સારૂ શા માટે સ્વર્ગને જતું કરે છે ?" યુધિષ્ઠિરે કહ્યું. શ્રીકૃષ્ણ મને એકવાર મારી ઈચ્છા વિરુદ્ધ અસત્ય બેલાવ્યું હતું. હવે તમે ઈદ્ર હે કે ઇંદ્રના પિતા હે, પણ મારે આત્મા કહે છે કે આ કુતરે જંગલમાં મારી સાથે હતો, તો તેને મૂકીને હું સ્વર્ગમાં એકલો આવી શકું નહિ. હું મારા અસત્ય વચનના પરિણામથી આ પાઠ શીખ્યો છું કે જે મારું હૃદય કબૂલ ન કરે તે ગમે તેવો મહાન પુરુષ કહે તો પણ હું સ્વીકારું નહિ.” આ શબ્દો બોલતાં જ તે કુતરા ધર્મરાજા થઈ ગયો. યુધિષ્ઠિરની પરીક્ષા લેવાનો આ પ્રબંધ હતે તેમાં તે ફાવ્યા. राजदण्डभयात्पापं नाचरत्यधमो जनः / परलोकभयाद् मध्यः स्वभावाच्चैव उत्तमः // કનિષ્ઠ મનુષ્ય રાજદંડના ભયથી પાપકર્મ કરતું નથી, મધ્યમ પુરુષ પરલોકના ભયથી પાપકર્મથી અટકે છે, પણ ઉત્તમ પુરુષ તે સ્વભાવથી જ સારી રીતે વર્તે છે. સાર એ છે કે પંથે કરતાં ધર્મ મહાન છે, અને ધર્મો કરતાં આત્મધર્મ મહાન છે. જ્યાં મનુષ્ય મહત્ત્વની વસ્તુને પ્રધાનપદ આપે છે, ત્યાં નાના નાના મતભેદો ચાલ્યા જાય છે. અને ધર્મ એ અશાંતિ નહિ પણ શાંતિનું સ્થાન બને છે. 22-8-30 મણિલાલ નભુભાઈ દોશી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4