Book Title: Dharm ane Panth 02
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ધર્મ અને પંથ પ્રિય બંધુઓ અને બહેને! ધર્મ એ વિશાળ વસ્તુ છે. તે આત્માના સકળ સ્વરૂપને ખીલવવાન સાધને પુરાં પાડે છે. શ્રીહરિભદ્રસૂરિએ ધર્મબિન્દુમાં કહ્યું છે કે धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्व कामदः । धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः ॥ ધન એ ધનના અથને ધન આપવાવાળો છે, અમુક વસ્તુઓની કામના–ઈચ્છા કરનારને તેની કામના પુરે કરનાર છે અને ધર્મ જ સ્વર્ગ આદિ આપી પરંપરાએ મોક્ષને દાતા છે. ધર્મ આ પ્રમાણે વિશાળ અને વ્યાપક હોય છે, પણ તેનું વ્યાપક સ્વરૂપ ભૂલીને મમત્વને વશ થઈ કે કદાગ્રહથી નાની અને બીન મહત્ત્વની બાબતના સંબંધમાં પંથે ઉભા થયા છે. પંથે મર્યાદિત બને છે, અને એક પંથવાળો બીજા પથ ઉપર આક્ષેપ કરે છે, અને તેમાંથી ઝઘડા અને વેર વિરોધ પ્રકટે છે. કોઈ ચેચને દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ કરે અને કેાઈ પાંચમને દિવસે કરે, પણ જ્યાં સુધી બંને પક્ષવાળા આખા વર્ષમાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત કરે, અને બીજા પ્રત્યે થયેલા વિરોધ કે અવિનયની ક્ષમા આપે અને માગે, ત્યાંસુધી બંને પક્ષો માનને પાત્ર છે. પણ જ્યાં બીન મહત્ત્વની વસ્તુને પ્રધાનપદ આપવામાં આવે છે, ત્યાં ધર્મભાવના ઊડી જાય છે. વેતાંબર અને દિગંબર અને જૈનધર્મના પથમાં ૯૫ ટકા જેટલી સમાનતા છે. બંને ધર્મો. શ્રી મહાવીર પ્રભુને, નવતત્ત્વને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4